Connect with us

મોરબી

મોરબી : હળવદના કડિયાણા ગામની ઘટના

Published

on

હળવદ તાલુકામાં સોમવારે રાત્રે મુશળધાર વરસાદ પડતા તાલુકાના કડીયાણા ગામે ત્રણ કલાકમાં ભારે વરસાદ પડતા ઉપરવાસ ના પાણી ના કારણે 65 જેટલા ઘેટા-બકરા અને 4 ભેંસો સહિત 69 પશુઓનાં મોત થયા હતા. આ ઉપરાંત 21 પશુઓના મૃતદેહ લાપતા થઈ ગયા હતા. બનાવની જાણ તંત્રને થતા ઘટનાસ્થળે દોડીને મૃતક ઘેટા-બકરાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હળવદ તાલુકામાં આ વર્ષે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે સોમવારે મોડી રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. જેમાં હળવદ તાલુકાના કડીયાણા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે કડીયાણા ગામના ભરવાડ હમીરભાઈ કમાભાઈના વાડામાં રાખેલા 100 જેટલા ઘેટા-બકરા ઉપરવાસના પાણીના કારણે પશુઓ તણાયા હતા. જેમાં ઘેટા-બકરા અને ચાર ભેંસો સહિત 69 જેટલા પશુઓના તણાવાના કારણે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ બનાવની જાણ ગામલોકોને, ગામના આગેવાન અને સામાજિક કાર્યકર વિશાલભાઈ ત્રિવેદી અને પશુ માલીક હમીરભાઈ ભરવાડ થતા કડીયાણા ગામના સીમમાં પહોંચી ગયા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મોરબી

હળવદમાં સરકારી કચેરીમાં દારૂની મહેફિલ માણનારા નાયબ મામલતદારને 3 મહિનાની સજા ફટકારાઇ

Published

on

Deputy Mamlatdar sentenced to 3 months for drinking alcohol at government office in Halwad

હળવદ જૂની મામલતદાર ઓફિસમાં વર્ષ 2006ની સાલમાં દારૂની મહેફિલ માણી રહેલા નાયબ મામલતદાર, ક્લાર્ક તેમજ અન્ય મળી કુલ છ ઈસમો જનતા રેડમાં પકડાઈ જતા તમામ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ થયો હતો. જેમાં અગાઉ એક ક્લાર્ક અને તત્કાલીન નાયબ મામલતદાર અને નિવૃત ડે. કલેકટરને સજા પડ્યા બાદ કોર્ટે વધુ એક નાયબ મામલતદારને 3 મહિનાની સજા ફટકારી છે. જનતા રેડ પડી હતીવર્ષ 2006માં હળવદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર વાલજી સુરમા ખાંટ, કલાર્ક કિશન ભવાનભાઈ પાટડીયા, નાયબ મામલતદાર ધીરુ હરજીભાઈ સોનાગ્રા અને અન્ય ત્રણ ઈસમો કચેરીમાં દારૂની મહેફિલ માંડી હોવાની જાણ થતાં જનતા રેડ પડી હતી.

Deputy Mamlatdar sentenced to 3 months for drinking alcohol at government office in Halwad

જેને પગલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં અગાઉ બે આરોપીઓને નામદાર હળવદ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.વધુમાં આ કેસમાં આરોપી નાયબ મામલતદાર ધીરુ હરજીભાઈ સોનગ્રા કોર્ટ સમક્ષ હાજર થતા હળવદના મહે.જ્યુડી.મેજી.ફ.ક. ડો. લક્ષ્મી નંદવાણા 8 મૌખિક તથા 9 દસ્તાવેજી પુરાવાઓને તથા સરકારી વકીલ એ.પી.માલવણિયાની ધારદાર દલીલોને ધ્યાને લઇને તહોમતદાર નાયબ મામલતદાર ધીરુ હરજીભાઈ સોનાગ્રાને ત્રણ માસની સાદી કેદની સજા અને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત અન્ય સાથી તહોમતદાર વી.એસ.ખાંટ તથા કે.બી.પાટડીયાને પણ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.

Continue Reading

મોરબી

હળવદમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી ચોર ઇસમો મેદાને, જુના દેવળીયામાં ત્રણ મકાનોમાં તસ્કરોની રેડ

Published

on

After a three-day break in Halwad, thieves again raided Ismo Maidan, smugglers raided three houses in Juna Devlia.

હળવદ તાલુકામાં છેલ્લા એકાદ મહિનાથી હાહાકાર મચાવી રહેલા તસ્કરો ત્રણેક દિવસનો વિરામ લીધા બાદ ગઈકાલે ગુરૂવારે રાત્રે ફરી મેદાનમાં આવ્યા હતા અને હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે એક સાથે ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. જો કે, બે મકાનમાં તસ્કરોને ફોગટ ફેરો થયો હતો. જ્યારે એક મકાનમાંથી તસ્કરો બાઈક, ચારથી પાંચ હજાર રોકડા અને માતાજીના સ્થાનકમાંથી ચાંદીના ત્રણેક સિક્કા લઈ ગયાનું સામે આવ્યું છે.આ ચોરી અંગેની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચોરીના બનાવો અટક્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે જુના દેવળીયા ગામે હાઈસ્કૂલની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પટેલના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પટેલ ગરમીને કારણે મકાનના ધાબા ઉપર સુતા હતા.

After a three-day break in Halwad, thieves again raided Ismo Maidan, smugglers raided three houses in Juna Devlia.

ત્યારે તસ્કરોએ ઘરમાં હાથફેરો કરી ચારથી પાંચ હજાર રૂપિયા રોકડા, માતાજીના સ્થાનકમાં પૂજામાં રાખેલા ચાંદીના ત્રણ સિક્કા ચોરી જવાની સાથે જતા-જતા બાઈક પણ ચોરી કરી ગયા હતા.વધુમાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તસ્કરોએ ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પટેલના મકાન ઉપરાંત તેમના આડોશ-પાડોશમાં આવેલા બે મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંન્ને ઘરમાંથી કઈ ન મળતા તસ્કરોને ત્યાંથી ખાલી હાથે જવું પડ્યું હતું. નોંધનીય છે કે, હાલમાં હળવદ તાલુકામાં 200 જેટલા સુરક્ષાકર્મીઓ રાત્રે સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમ છતાં તસ્કરોએ ત્રણથી ચાર દિવસના વિરામ બાદ વધુ એક ચોરીને અંજામ આપ્યો છે.

Continue Reading

મોરબી

મોરબીમાં દેશી દારૂ વેંચતા ઈસમો ઝબ્બે, 1 મહિલા સહિત 4ની ધરપકડ

Published

on

Ismo Zabbe selling desi liquor in Morbi, 4 arrested including 1 woman

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં  મોરબીમાં દેશી દારૂ વેંચતા 4 ઈસમો ઝડપાયા છે.  પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી ચનાભાઇ કરશનભાઇ ભુરીયા દલવાડી સર્કલ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૮ કી. રૂ.૧૬૦/- નો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો.બીજા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા  ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં જાહેર રોડ કેફી પ્રવાહિ દેશી પીવાનો દારૂની ૨૫૦ મીલીની કોથળીઓ નંગ-૨૦ દારૂ લીટર-૫ કીં રૂ.૧૦૦/-નો પોતાના કબ્જામા રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી

Ismo Zabbe selling desi liquor in Morbi, 4 arrested including 1 woman

ત્રીજા કિસ્સામાં મોરબીમાં આરોપી વિશાલ ઉર્ફે વિજય રમેશભાઇ ગૌસ્વામી જાંબુડીયા ગામની સીમ, એરીક્સ સીરામીક પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૮૦ દેશીદારૂ લી-૧૬ કિ.રૂ.૩૨૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં મોરબીમાં આરોપી ભાવેશભાઈ જેઠાભાઈ ખાંભલા રાજપર ગામ ની સીમ હીમાલય કારખાના શકતિ સોસાયટી પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૪૫ દેશીદારૂ લી-૦૯ કિ.રૂ.૧૮૦/-નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

Continue Reading
Uncategorized27 mins ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized1 hour ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized2 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized3 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized4 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized6 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ7 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized3 days ago

ભારતનો નાયગ્રા ધોધ છે આ સ્થળ , સાહસનો મળશે પૂરો ડોઝ

Trending