નવાબજારના નાકે પાનના ગલ્લા પાસે મયંક ટેલરની કરાયેલી હત્યામાં ચિરાગ પંડયા અને બંટી પંડયાને સાથ આપનારા 2 શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કારેલીબાગની ડેશ કોન્ટીનેન્ટલ હોટલમાં રોકાયેલા શખ્સોએ મંયક ટેલરની હત્યા કરી છે, જેથી પોલીસે હોટલમાં દરોડો પાડી તપાસ કરીં હોટલની રુમ ( નંબર 208) બુક કરાવનાર દિપક સોમા મકવાણા (રહે, રાંદલધામ સોસા.ન્યુ સમા) તેના ઘેરથી ઝડપી પાડયો હતો. દિપકની ઉંડી પુછતાછ કરાતા ઘટસ્ફોટ થયો હતો કે સમીર ઉર્ફે બંટી અશોક પંડયા તથા ચિરાગ અશોક પંડયા અને અમદાવાદથી આવેલા હિંમત ઉર્ફે બાટલો તથા અન્ય એક શખ્સ હોટલની તેની રુમમાં આવી ખાવા પીવાની પાર્ટી કરી હતી. ત્યારબાદ બંટી અને ચિરાગ પંડયાએ જુનો મિત્ર મયંક ટેલર બંટીની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખે છે અને નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હોવાથી તેનો ફાયદો ઉઠાવે છે અને તેને પાઠ ભણાવવો પડશે તેવી વાત કરી પંડયા બંધુઓએ હત્યાનો પ્લાન તૈયાર કર્યો હતો. ચિરાગે તેના સાઢુ ભાઇ રાહુલ રાઠોડ (રહે. નવાબજાર, કાલપુરા)ને તેનો મોબાઇલ ફોન આપી મયંકની દિનચર્યાની માહિતી મેળવી તેને આપવાની વાત કરી હોવાનું દિપકે પોલીસને કહ્યું હતું. પોલીસે રાહુલ જગદીશ રાઠોડને પણ ઝડપી લીધો હતો. પોલીસે પંડયા બંધુઓ, અમદાવાદનો હિંમત ઉર્ફે બાટલો સહિત 5 ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મયંક ટેલરની હત્યાના ગુનામાં બેની ધરપકડ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment