Connect with us

રાજકોટ

રાજકોટ-ગોંડલ અને વીરપુરમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

Published

on

ગુજરાતમાં કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોવાના અહેવાલો અવારનવાર આવતા રહે છે, પરંતુ આજે વહેલી સવારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે પોણાસાત વાગ્યાની આસપાસ 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 22 કિ.મી દૂર નોંધાયું હતું. ગોંડલ સહિત ગ્રામ વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ડર ફેલાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતાં લોકો ગભરાઈ ગયા હતા. લોકો ભૂકંપના ડરથી ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલમાં ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ વીરપુરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આટકોટ પંથકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

ભૂકંપની ખબર પડતાં જ લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટા ભાગના લોકોને અનુભવ થયો નહોતો. બારી-બારણાં પર ભૂકંપની અસર દેખાઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં એની અસર પાલનપુર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં જોવા મળી હતી. જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકો ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે. રાજસ્થાન પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં એની અસર પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાના ઘણા તાલુકાઓમાં જોવા મળી હતી. બનાસકાંઠાથી 90 કિલોમીટર દૂર ભૂકંપ આવતાં જ પાલનપુર સહિતના બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. સતત રાત્રિના સમયે ભૂકંપના આંચકાનો અનુભવ કરતાં લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટ

રાજકોટ-વિનામૂલ્યે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Published

on

રાજકોટના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને કે.પી.એસ.એન.એ. માનવતાવાદી ગ્રુપ નોર્થ અમેરિકા ગીરીશભાઈ સિણોજીયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક વિદ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેમજ લોકડાઉન જેવા કપરા સમય ગાળામાં પણ આ સંસ્થા હંમેશા મોખરે રહી છે. સાથે જ ગરીબ દર્દીઓને જમવા માટેની ટિફિનની સેવા ઉપલેટા તાલુકા તેમજ ગ્રામ્યના અલગ – અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ખુબજ સારું અને લોકપ્રિય કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના ગરીબ વિસ્તારોમાં તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજના અંદાજે 200 ટિફિન પહોંચાડે છે.

જ્યારે ઠંડીની સીઝનમાં પણ રસ્તાઓ પર રહેતા અસ્થિર મગજના લોકોને ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટ દ્વારા કુલ 280 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી 65 લોકોને વિનામૂલ્યે આંખના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ડોક્ટર કુંડારિયા પ્રિવેન્શન કેન્સર સોસાયટી દ્વારા બહેનોના ગર્ભાશયના કેન્સર તેમજ સ્તન કેન્સરના રોગ વિશે જાણકારી આપવામાં આવી હતી.

Continue Reading

રાજકોટ

રાજકોટ-ટ્રાફિકનો મેમો ભરવા યુવાને કિડની વેચવા માંગી મંજૂરી

Published

on

શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણનાં નામે સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ ટ્રાફિક દંડ મેમો ફટકારવામાં આવે છે. અનેક વાહન ચાલકો આવા નિયમોથી હેરાન- પરેશાન છે. વકીલો એ પણ આ મેમો સામે મુહિમ છેડી હતી. ત્યારે હવે મેમોથી કંટાળેલા એક ગાંધીગ્રામ વિસ્તારના વાહન ધારકે તો મારી પાસે ટ્રાફિક મેમોની દંડની રકમ ભરવાના પૈસા નથી. માટે મને કીડની વેચવાની મંજૂરી આપો. કહી પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. જાણવા મળતી વિગત અનુસાર, ગાંધીગ્રામ વિસ્તારનાં ભારતી નગરમાં રહેતા અને ગ્રાફિક ડિઝાઈનિંગનું કામ કરતા પરેશ મનસુખભાઈ રાઠોડ નામના યુવકે પોલીસ કમિશ્નરને સંબોધીને કરેલી લેખિત રજૂઆતમાં કહ્યું છે કે, પોતાની પાસે નું ટૂ વ્હીલર તેની પત્નીના નામે છે.

બે દિવસ પહેલા તા.15નાં રોજ 2 ટ્રાફિક પોલીસ મેન મારા ઘરે આવ્યા હતા. અને વર્ષ 2018માં આવેલા ટ્રાફિક મેમોની બાકીની રકમ ઉઘરાણી માટે આવ્યા હોવાનું કહી આ રકમ ટ્રાફિક શાખાની રૂડા પાસેની કચેરીએ ભરી દેવા જણાવ્યું હતું. સાથેજ આમ નહીં કરાય તો બાઈક ડિટેઈન કરવામાં આવનાર હોવાનું પણ કહ્યું હતું. પરેશભાઈ રાઠોડનાં કહેવા મુજબ હાલમાં દિવાળીનાં તહેવારો છે. અને ધંધા માં દૈનિક ખર્ચાઓ માંડ નીકળી રહ્યા છે. જેને લઈને પોતે દંડની રકમ ભરવા માટે હાલ સક્ષમ નથી. જો વાહન ડિટેઈન કરવામાં આવે તો ધંધા- રોજગાર અને ઘરના વ્યવહારોને પણ અસર પડે તેમ છે. આમ છતાં જો પોલીસ દંડ માટે આગ્રહ રાખશે તો ના છૂટકે પોતે પોતાની કિડની વેચવા માટે મજબુર બનશે.

Continue Reading

રાજકોટ

રાજકોટ- NSUIનો આક્રમક વિરોધ પ્રદર્શન

Published

on

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે NSUIનો આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે. વિવિધ ભવનોમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં માનીતાને લેવાનો કારસો હોવાનો રાજકોટ શહેર એન એસ યુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોએ અધ્યાપકોની ભરતી બાબતે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોવાનો NSUI દ્વારા સનસનીખેજ આક્ષેપ પણ કરાયો છે. જેતે ભવનમાં જાણીતાને કરાર આધારિત અધ્યાપક બનવવા વોટ્સએપના માધ્યમથી રણનીતિ ઘડવામાં આવતી હોવાનો આશંકા વ્યક્ત કરતાં સમગ્ર મામલે એન એસ યુ આઇ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ એન એસ યુ આઇ દ્વારા ઉગ્ર રોષ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Continue Reading
ગુજરાત2 months ago

આજે રિલિઝ થઇ ગુજરાતી મુવી દિવાસ્વપ્ન,રિલીઝ થતાં પહેલાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના 52 એવોર્ડ અને 35 નોમીનેશન મેળવ્યા

ગુજરાત2 months ago

વિદેશમાં પણ જોવા મળી વેલિયન્ટ ક્રિકેટરની ફેન ફોલોઈંગ, નેપાળના પોખરામાં વિપુલ નારીગરાના ચાહકોએ સેલ્ફી અને ઓટોગ્રાફ માટે પડાપડી કરી

સુરત2 months ago

સુરત- અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચારનારને સજા

ગુજરાત2 months ago

ભારત-તમિલનાડુના કન્નૂરના જંગલમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું

ગુજરાત2 months ago

ભારત-દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં થયો સુધારો

ગુજરાત2 months ago

ભારત- કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી

ગુજરાત2 months ago

ગુજરાત-LRD ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા સામે

ગુજરાત2 months ago

નેશનલ: દેશમાં Corona સંકટ યથાવત, નવા કોરોના 8 હજાર કેસ નોંધાયા

Trending