રાજ્યમાં વર્ષે દહાડે અનેક ગાડીઓમાં આગ લાગવાના કિસ્સા બનતા હોય છે. ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાં એક BMW કારમાં અચાનક આગ લાગી હતી. રોડ પર ચાલતી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આ ઘટનાને પગલે રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત અહેવાલ મુજબ, વિશાલા સર્કલથી નારોલ જતી બીએમડબ્લ્યૂ કારમાં શુક્રવારે સાંજે એકાએક આગ ફાટી નીકળી હતી. બોપલમાં રહેતા દીગ્વિજયસિંહે કાર પીપલજ ખાતે આવેલ ગેરેજમાં રીપેરિંગ માટે આપી હતી. ફોરમેન વિશાલા સર્કલથી નારોલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. જોકે ફોરમેન સમયસુચકતા વાપરી બહાર નીકળી ગયો હતો. ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
BMW કારમાં લાગી આગ

Leave a comment
Leave a comment