અમરેલીમાં લોકડાઉન દરમિયાન ફરજ બજાવતા જી.આર.ડી જવાન પર હુમલો કરનાર શખ્સને પાસા તળે જેલમા ધકેલવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, અમરેલી તાલુકાના વાંકીયા ગામમા લોકડાઉનનુ પાલન કરાવતા જી.આર.ડી જવાન પર થોડા દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો.
તેમજ અમરેલી એલ.સી.બી. દ્વારા 1 શખ્સની ધરપકડ કરી સુરત લાજપોર જેલમા મોકલી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ અમરેલી જિલ્લામાં લોક ડાઉન દરમ્યાન સુરક્ષા જવાનો ઉપર હુમલાની ઘટનાઓમા અસામાજિક તત્વો સામે પાસા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી થઈ રહી છે.