રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે. એક પછી એક ગમખ્વાર અકસ્માત સર્જાતા અનેકો માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જણાવીએ કે,અમદાવાદ-બગોદરા હાઇવે મીઠાપુર પાટિયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ચોટીલા દર્શન કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો.આ અકસ્માતમાં 10લોકોને પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
જાણવા મળી રહ્યું છે કે, પંચર પડેલ બંધ ટ્રકની પાછળ મીની ટ્રક ઘુસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાલ પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે પોંચી ગઈ છે. તમામ મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. મૃતકોમાં પાંચ મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોનો સમાવેશ.
તો બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના ગત મોડીરાત્રે એલિસબ્રિજ પર બની હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે એક બાઈકસવાર યુવકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જમાલપુરના ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત થયું છે. અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.