Connect with us

તાપી

શાળા સંચાલોકોની ઘોર બેદરકારી આવી સામે

Published

on

ગુજરાતમાં જાણે બાળકો પર ઘાત હોય તેમ બાળકોના અકસ્માત થવાના બનાવો અટકવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે તાપીમાં 3 વિદ્યાર્થિનીઓને વીજકરંટ લાગતાં 1નું કરૂણ મોત નીપજ્યું છે.તાપીના વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયમાં આ દુર્ધટના બની હતી. જ્યાં સંચાલકોની ઘોર બેદરકારીને કારણે વિદ્યાર્થિનીઓને કરંટ લાગ્યો હતો. શાળાની હોસ્ટેલમાં ભણતી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં આવેલા નાળિયેરના વૃક્ષ પર ચડવાની કોશીશ કરી રહી હતી.જો કે નાળિયેરના ઝાળમાં ખુલ્લો વીજવાયર અડકેલો હોવાથી 3 વિદ્યાર્થિનીઓને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી એક બાળકીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ.જ્યારે ગંભીર રીતે ઘાયલ 2 વિદ્યાર્થિનીઓને સારવાર માટે ખસેડવામાં આવી છે.ઉલેખનીય છે કે આ ઘટના જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને શાળાના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

પૌત્રીની સગાઈમાં લોકોની ભીડ એકત્રિત કરનાર ભાજપ નેતા કાંતિ ગામીતની ધરપકડ

Published

on

By

આખરે પોલીસે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ભાજપ નેતા કે જેમણે પોતાની પૌત્રીની સગાઈમાં ભીડ એકત્રિત કરી કોવિડ 19ની ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું તેમની ધરપકડ કરી છે.

તાપીમાં પૌત્રીની સગાઈમાં ભીડ ભેગી થવાને લઈને પોલીસે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરી છે. કલમ 308 હેઠળ ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની મોટી કાર્યવાહી અન્ય નેતાઓ અને ધારાસભ્યો માટે પણ ચેતવણી સમાન છે. તાપીમાં પૌત્રીની સગાઇમાં 6000 લોકોની ભીડ ભેગી કરવા મામલે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇ મામલે કાંતિ ગામિત સહિત 18 સામે ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસ દ્વારા 308 હેઠળ કાંતિ ગામિતની ધરપકડ કરાઇ છે. આ મામલે સુરત ગ્રામ્ય SP ઉષા રાડાને ઘટનાની વધુ તપાસ સોંપાઈ છે. સાથે જ 7 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરાયા છે. બીજીબાજુ આ સગાઈ કાર્યક્રમમાં જેટલા પોલીસકર્મી હાજર હતા તે તમામને સસ્પેન્ડ કરાયા છે.

Continue Reading

ગુજરાત

પ્રજા માંગે જવાબ, કોણે આપી પરવાનગી? – ભાજપ MLAની પૌત્રીની સગાઈમાં હજારોની ભીડ

Published

on

By

આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને લોકોને કોરોના માહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. જો કોઇ વ્યક્તિ માસ્ક વગર જાહેરમાં જોવા મળે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. જોકે સરકારના જ નેતાઓ દ્વારા તેમજ તેમના પરિવારના સભ્યો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ નથી.

ભાજપના ઘણા નેતાઓના રેલીઓમાં જનમેદની ઉમટી હોય તેમજ ગરબા ઘુમ્યા હોય તેવા ઘણા વીડિયો સામે આવી ચુક્યા છે. ત્યારે ભાજપ એમએલએની પૌત્રીની સગાઈમાં હજારો લોકો ઉમટ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. તાપી જિલ્લાના ભાજપના ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. એકબાજુ રાજ્ય સરકારે લગ્ન સમારોહ જેવા કાર્યક્રમોમાં મહેમાનોની સંખ્યા મર્યાદીત કરી છે.

ત્યારે કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ કાર્યક્રમમાં 5000થી વધુ લોકો સામેલ થયા હતા. એટલુ જ નહીં સગાઈ સમારોહમાં હાજર મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર ડીજેના તાલે ઝુમતા નજરે પડ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે. હવે સવાલ એ છે કે સરકાર આ મામલે કેવા પ્રકારના પગલા લે છે.

Continue Reading

ગુજરાત

તાપીમાં સર્જાયો ગોઝારો ત્રિપલ અકસ્માત, 8 લોકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર

Published

on

By

તાપીના સોનગઢના પોખરણ ગામે મંગળવારે ગોઝારો ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. એસટી બસ, ટ્રક અને જીપ વચ્ચે થયેલાં આ જીવલેણ અકસ્માતમાં અંદાજે 8 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 15થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.

તો આ ગંભીર અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને અન્ય ઈજાગ્રસ્તોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ રાજ્યમાં દરરોજ અકસ્માતોની ઘટના સામે આવે છે. જેમાં કેટલાક ગંભીર અકસ્માતો નોંધાતા હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ એક મોટો અકસ્માત સર્જાયો છે.સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નંબર 56 ઉપર અકસ્માત સર્જાયો હતો.

અકસ્મતાની ગંભીરતા તમે એ વાતથી સમજી શકો કે, ટેન્કર સાથે અથડાતાં જ એસટી બસની ડ્રાઈવર સાઈડનો અડધા ઉપરનો ભાગ ટેન્કરની અંદર ધુસી ગયો હતો. આ એસટી બસ કુશલગઢથી ઉકાઈ તરફ જતી હતી. જ્યારે પૂરપાટ ઝડપે જતી જીપનો પણ ખુડદો બોલી ગયો હતો. અને જીપમાં સવાર લોકોનાં પણ મોત નિપજયા હતા.

આ દુર્ઘટનામાં 8 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 15થી વધુ ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

Continue Reading
પંચમહાલ4 hours ago

પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ

આણંદ4 hours ago

ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલનો વિજય, આંકલાવમાં રિકાઉન્ટીગમાં પણ અમિત ચાવડાની જીત

નર્મદા4 hours ago

7 ટર્મથી વિજયી થનાર છોટુભાઈ વસાવાની હાર, ભાજપાના રિતેશભાઇ વસાવાની જીત

નર્મદા7 hours ago

નાંદોદમાં કેસરીયો અને ડેડિયાપાડામાં ઝાડુ; બંને ઉમેદવારો 20 હજારથી વધુની લીડથી આગળ

આણંદ8 hours ago

આઠમાં રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ 2 હજારથી વધુ મતોથી આગળ

પંચમહાલ8 hours ago

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ

નર્મદા10 hours ago

નર્મદા: બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસનો ક્યાંક નામોનિશાન નહીં

આણંદ10 hours ago

આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડના અંતે 2 બેઠક ઉપર ભાજપ આગળ

Indian tech CEO offers jobs to thousands of employees fired by Twitter, Meta, Spotify! Said: 'Come back home'
ઇન્ડિયા4 weeks ago

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

વર્લ્ડ4 weeks ago

Global Carbon Budget 2022: વિશ્વનો વિનાશ ફક્ત 9 વર્ષ દૂર છે! વૈજ્ઞાનિકોના રિપોર્ટ અનુસાર

આણંદ6 days ago

આણંદ જિલ્લામાં મતદાનના દિવસે 907 મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટીંગ

નર્મદા3 weeks ago

નાંદોદ અને ડેડિયાપાડામાં AAPના 3000થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા

આણંદ3 weeks ago

આણંદ: નિરંજન પટેલને ટિકિટ ન મળતા કૉંગ્રેસ છોડી

ગુજરાત3 weeks ago

ભારતને G20ની અધ્યક્ષતા મળી: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બાલી સમિટ સમાપ્ત થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીને કાર્યાલય સોંપ્યું

આણંદ3 weeks ago

આણંદમાં ત્રણ બેઠક પર ઉમેદવાર રિપિટ, ત્રણ નવા ચહેરાને તક અપાઇ

નર્મદા3 weeks ago

નર્મદા “આપ”ના ડેડિયાપાડા – સાગબારાના કાર્યકરોના રાજીનામાં

Trending