ફિલ્મ મોન્ટુની બિટ્ટુ 23 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે ફિલ્મને લઈ એક વધુ રસપ્રદ માહિતી સામે આવી છે. ફિલ્મના એક ગીતને પરફેક્ટ ટચ આપવા માટે સિંગર ઐશ્વર્યા મજમુદારે ચાર કલાક મહેનત કરી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું રોમેન્ટિક ટ્રેક ‘રંગદરિયો’ લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. જો કે આ ગીત માટે ઐશ્વર્યા સહિત આખી ટીમે ખૂબ જ મહેનત કરી છે.ફિલ્મ મોન્ટુની બિટ્ટુમાં સંગીત જાણીતા ગુજરાતી સંગીતકાર મેહુલ સૂરતીએ આપ્યું છે. મેહુલ સુરતીએ ‘રંગદરિયો’ અંગે વાત કરતા કહ્યું કે,’ઐશ્વર્યા સામાન્ય રીતે 40-50 મિનિટમાં ગીત રેકોર્ડ કરતી હોય છે, પણ રંગદરિયોને પરફેક્ટ બનાવવા માટે તેણે ચાર કલાક આપ્યા હતા. ઐશ્વર્યા અને હું 2009-10થી સાથે કામ કરીએ છીએ. એ દરેક વખતે એટલી તૈયારી કરીને આવે કે એને રેકોર્ડિંગમાં વાર જ ન લાગે.
ગીતમાં અમારે જે ફીલિંગ જોઈતી હતીતે નતી આવતી ત્યારે અમારા બધાના સજેશન વચ્ચે ઐશ્વર્યાએ ગીત ગાયે રાખ્યું. આખરે અમને બધાને સંતોષ થયો, ત્યારે જ એ સ્ટુડિયોમાંથી બહાર આવી.’ બે દિવસ પહેલા જ ફિલ્મનું વધુ એક ગીત માતા ભદ્રકાળીનો ગરબો રિલીઝ થયુ હતુ, જે પણ લોકોને ખૂબ ગમી રહ્યું છે. વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં આરોહી પટેલ, મૌલિક નાયક અને મેહુલ સોલંકી લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અમદાવાદની પોળનું કલ્ચર જોવા મળશે.