અમરેલી જીલ્લાના ધારી તાલુકા પંચાયતના કબાટમાંથી પોલીસે વિદેશી દારૂની બે બોટલો ઝડપી પડી છે. જેમાં ધારી પોલીસે હાલ ગુન્હો નોંધી તજવીજ હાથધરી છે. તો બીજી બાજુ ધારી તાલુકા પંચાયતમા વિદેશીદારૂની બે બોટલો જડપાતા ખળભળાટ મચી ગયો છે,
મળતી માહિતી અનુસાર ધારી તાલુકા પંચાયતની મીશન મંગલમ શાખામાં હંગામી કર્મચારીના હવાલાવાળા કબાટમાં રાખેલભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-2 કિંમત રૂા. 600ની ધારી પોલીસે ઝડપી પડી કબ્જે કરી છે. ત્યારે આ કર્મચારી પોતાના હવાલાવાળા કાર્યક્ષેત્રમાં કામગીરી કરવા ગયો હોવાથી તાલુકા પંચાયતની મીશન મંગલમ શાળામાં હાજર મળી આવ્યા ન હતા. ત્યારે આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.