આણંદ નજીક વઘાસી ગામના ઓવરબ્રીજ પાસે રાત્રીના સુમારે વિદેશી દારૂ ભરેલી કાર પલટી મારી જતાં તેમાંથી દારૂ ભરેલી કાચની બોટલો તૂટી જતાં રોડ ઉપર દારૂ જ દારૂ થઈ જવા પામ્યો હતો. જો કે ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ અંગે પોલીસે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી વિગતો અનુસાર વડોદરાથી આણંદ તરફ આવી રહેલી હોન્ડા અમેઝ કાર નંબર જીજે-૦૬, એફક્યુ-૨૧૯૩ની ડીવાઈડર પર ચઢીને પલટી મારી ગઈ હતી જેને કારણે કારમાં લવાયેલી વિદેશી દારૂની કાચની બોટલો તૂટી જતાં રોડ ઉપર દારૂ જ દારૂ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરતા કારની અંદરથી વિદેશી દારૂ ભરેલી બે બોટલો આખી મળી આવી હતી. કાર પલટી મારી જતાં જ તેના કાચ તૂટી જવા પામ્યા હતા અને બોનેટ સહિતના ભાગોને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતુ. કારનો ચાલક પકડાઈ જવાની બીકે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આણંદમાં દારૂ ભરેલી કાર પલટી
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment