Connect with us

ગુજરાત

સુરતમાં AAP નગરસેવકોની મનમાની : મંજૂરી લીધા વિના જ ગાર્ડનનું નામ બદલી પાટીદાર ગાર્ડન કર્યુ

Chintan Mistry

Published

on

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીના 27 જેટલા નગર સેવકો ચૂંટાઈને આવ્યા બાદ ઉત્સાહમાં આવીને પોતાની રીતે કામ કરવા લાગ્યા છે. જોકે ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેઓ નિયમો નેવે મૂકીને પ્રજાને રાજી કરવા પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાની ઘટના સુરતમાં સામે આવી છે.

આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા પાટીદાર વિસ્તારમાં આવેલ યોગી ગાર્ડનને વગર ઠરાવે નામ બદલીને પાટીદાર ગાર્ડન નામ આપી દીધું હતું.  જોકે આ ઘટના મનપાના ધ્યાને આવતા ફરી આ ગાર્ડનનું નામ યોગી ગાર્ડન કરી દેવામાં આવ્યુ હતું.

મળતી માહિતી મુજબ, સુરત શહેરના વોર્ડ નંબર 17માં આપના કાઉન્સિલર ચૂંટાયા બાદ આપના કાર્યકરો અને લોકોએ સાથે મળીને રાત્રિના સમયે કાઉન્સિલરોને બોલાવ્યા હતા પરંતુ એ ન જઈ શકતા સહતમી આપતા લોકોએ નામ બદલી નાખ્યું હતું. આ અંગે  પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા બાદ જ નામ બદલવું જોઈએ. લોકોની કોઈ પણ પ્રકારની મનમાની ન ચાલી શકે. જોકે, વિવાદના પગલે પાલિકાના કર્મચારીઓએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ ઉતારીને ફરીથી યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દીધું હતું.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

Chintan Mistry

Published

on

અમદાવાદ સહિત રાજ્યભરમાં વધતા કહેર વચ્ચે રેમડેસિવીર ઈન્જેકશનનો સ્ટોક ખૂટી પડતા ઝાયડસ કંપનીએ વેચાણ બંધ કર્યું હતું. જેના કારણે કોરોનાના દર્દીઓના પરિવારની ચિંતામાં વધારો થયો હતો.

ત્યારે હવે આ ઇન્જેક્શનને લઈ  સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ઝાયડસ દ્વારા ફરીથી એકવાર રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રતિનિધિ દ્વારા ઝાયડસ સાથે વાતચીત કરાઇ હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ ઝાયડસ હોસ્પિટલથી ફરી ચાલુ કરવા અંગે મેં પંકજભાઈ સાથે વાત કરી છે અને બહુ જલ્દી આ વેચાણ વ્યવસ્થા પુનઃ ચાલુ કરવામાં આવશે.’ ફરી એકવાર ઝાયડસ દ્વારા રેમડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ શરુ કરવામાં આવશે તેવા અહેવાલ સામે આવતા કોરોનાના દર્દીઓના સગા સંબંધીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Continue Reading

અમદાવાદ

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય

Chintan Mistry

Published

on

અમદાવાદ શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા જે જગ્યા પર ભીડ એકત્ર થાય છે ત્યાં લારી ગલ્લા તેમજ દુકાનો બંધ કરાવામાં આવે છે.

ત્યારે મનપાના સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રમાણે, શહેરમાં જ્યાં સુધી કોરોના સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો જે લોકો આ આદેશનું પાલન નહીં કરે અને ગલ્લા ખોલશે તેમની સામે અમદાવાદ મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે.

મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મનપા એક્શનમાં આવી છે અને અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે શહેરના પાન-ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા છે.

Continue Reading

ગાંધીનગર

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ, સત્તાનો સ્વાદ ચાખવા ઉમેદવારોએ જોવી પડશે રાહ

Chintan Mistry

Published

on

રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય ઈલેક્શન કમિશને લીધો છે. ચૂંટણી મોકૂફ રાખવા અંગે મુખ્યમંત્રી રુપાણીએ પત્ર લખીને રજૂઆત કરી હતી.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં કોરોનાએ ભયાનક ભરડો લીધો છે. જેના કારણે પાંચ મહાનગરોમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિપરિત બની છે તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકુફ રાખવા માટે સરકાર દ્વારા ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષ પણ સતત ચૂંટણી લંબાવવા માટેની માંગ કરી રહ્યું હતું.

કેટલીક અરજીઓ પણ હાઇકોર્ટમાં આ અંગેની થઇ હતી. હાલ ચૂંટણી આયોજીત કરવાનું વાતાવરણ પણ નહી હોવાને પગલે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી રુપાણીએ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી હતી.

Continue Reading
અમદાવાદ9 hours ago

ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

અમદાવાદ9 hours ago

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર10 hours ago

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ, સત્તાનો સ્વાદ ચાખવા ઉમેદવારોએ જોવી પડશે રાહ

રાજકોટ10 hours ago

રાજકોટ : મોટી પાનેલીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસથી લોકોમાં ફફળાટ, વેક્સિનેશન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ મેદાને

રાજકોટ10 hours ago

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી, એમ્યુલન્સની લાંબી કતાર જોવા મળી

Uncategorized11 hours ago

જુનાગઢ : પોલીસ દ્વારા અલગ અલગ રસ્તા પર બેરીકેટ આડા રાખી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું

Uncategorized11 hours ago

મહેસાણા : મહેસાણામાં વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Uncategorized11 hours ago

જુનાગઢ : કેશોદ તાલુકાની ચર પે સેન્ટર શાળામાં વોલ પેઈન્ટીંગથી શાળા સુશોભિત બની

ગુજરાત4 weeks ago

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં હાથ ધરાશે ભરતી પ્રક્રિયા

અમદાવાદ4 weeks ago

અમદાવાદ : લોકડાઉનમાં સારી રીતે ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

અમદાવાદ3 days ago

અમદાવાદના Ultimus pedallers ગ્રુપ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

ગુજરાત3 weeks ago

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

વર્લ્ડ4 weeks ago

કોરોના કરતા વધુ ઘાતક હોઈ શકે છે “ડિસીઝ X “, અનેકના મોતની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

ગુજરાત3 weeks ago

ગુજરાત : માસ્કના દંડમાં જનતાને રાહત નહીં અને નેતાઓને રાહત અપાઈ…

અમદાવાદ4 weeks ago

પ્રચંડ ગરમીનો સામનો કરવા થઈ જાઓ તૈયાર… રાજ્યમાં 14 માર્ચથી પડશે કાળઝાળ ગરમી

અમદાવાદ3 weeks ago

લોકડાઉન અંગે મુખ્યમંત્રી રુપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.