Connect with us

બનાસકાંઠા

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

Published

on

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈવે રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત થયું. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈવે રોડ પર આવી રહેલ એક ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે લોકોના ટોળા એકઠા થયા હતા. શિહોરી 108 ને તાત્કાલિક ધોરણે જાણ થતાં તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત પ્રકાશસિંહ કીતુભા ડાભીને વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દમિયાન યુવાનનું મૃત્યુ થયું હતું.

યુવાનનું મોત થતા શિહોરી ગામમાં શોકનો માહોલ છવાયો હતો. શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતકને પીએમ માટે શિહોરી હોસ્પિટલમાં લાવી ને વાલી વારસોને સુપરત કરવામાં આવી હતી. ત્યારે પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠે અકસ્માત સર્જાતા શિહોરીમા શોક જોવા મળ્યો હતો મૃતક યુવાન પૂર્વ સરપંચ અને પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન શ્રી શાંતુભા ડાભીના ભત્રીજા હોવાનું જાણવા મળ્યું હતું. અવાર નવાર અ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે ત્યારે હવે આ કિસ્સો લાલ બત્તી સમાન બની ગયો છે

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બનાસકાંઠા

બનાસકાંઠા-ભાજેપ નગરપાલિકાની ચુંટણી માટે ફ્રોમ ભર્યા

Published

on

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક એવા થરામાં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજરોજ થરા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપના નગરપાલિકાના ઉમેદવારોએ આજરોજ ફોર્મ ભર્યા હતા. જેમાં વોર્ડ નંબર ૫માં ભારતીબેન ઠકકર, વોર્ડ નંબર ૩માં પૃથ્વીરાજસિંહ વાઘેલા, વોર્ડ નંબર ૧ માંથી ધીરજકુમાર શાહ, તેમજ અન્ય વોર્ડમાં નૈસજ શાહ અને વસંતજી ઘાઘોસે ફોર્મ ભર્યા હતા.

તમામ ઉમેદવારોએ કાંકરેજ મામલતદાર કચેરીમાં ફોર્મ ભર્યા હતાં. ફોર્મ ભરવાની વિધિ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને તમામેં ભાજપના જીતની આશા વ્યક્ત કરી હતી.

Continue Reading

બનાસકાંઠા

બનાસકાંઠા : જુના માર્કેટ યાર્ડ ખાતે કિસાન સંઘની બેઠક યોજાઈ

Published

on

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર જુના માર્કેટ યાર્ડ ખાતે આજે બનાસકાંઠા જિલ્લા કિસાન સંઘની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું… જેમાં દીપ પ્રાગટય કરી બેઠક શરું કરવામાં આવી હતી..જેમાં દિયોદર ભારતીય કિસાન સંઘની નવી રચના પણ કરવામાં આવી હતી… આ બેઠક માં ખેડૂતો ને લગતા અનેક પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠક માં દિયોદર ભારતીય કિસાન સં ના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક ને સફળ બનાવી હતી…

Continue Reading

બનાસકાંઠા

બનાસકાંઠા : દિયોદર બજારમાં ચોરોનો તરખાટ

Published

on

દિયોદરના મુખ્ય બજારમાં આવેલી એક સાથે સાતથી વધુ દુકાનોમાં મોડી રાત્રે વરસાદી માહોલનો લાભ લઇ સર સામાન અને રોકડ રકમની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. જ્યારે સવારે વેપારીઓને ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. જેથી ચોરીની જાણ વેપારીઓ દ્વારા દિયોદર પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. જ્યારે દુકાનોમાં ચોરી થતાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ દિયોદરમાં આવેલી મુખ્ય બજારમાં એક સાથે સાતથી વધુ દુકાનોમાં મોડી રાત્રે વરસાદના માહોલનો લાભ લઇ અજાણ્યા તસ્કરો સર સામાન અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા છે.

જેમાં અજાણ્યા તસ્કરો સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના ડી.વી.આર. કાઢીને પણ લઇ ગયા છે. જ્યારે સવારે વેપારીઓએ દુકાને આવ્યા ત્યારે કોઇક દુકાનોને તાળાં તૂટ્યા જણાયા હતા. ત્યારે કોઇક જૂની દુકાનોને પતરાંને બકારૂ પાડી અંદર પ્રવેશી ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. જ્યારે સાતથી વધુ દુકાનોમાં ચોરી થતાં અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. વરસાદી માહોલમાં ચોર બેફામ બન્યા છે. ત્યારે વારંવાર દુકાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ફરીવાર એકવાર ચોર ટોળકી સક્રીય બની

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.