ગુજરાતભરમા આજરોજ નગર પાલીકાની ચુંટણીનુ પરીણામ જાહેર થયુ છે. ત્યારે આજ રોજ આમોદ તાલુકા પંચાયત ખાતે યોજાયેલ આમોદ નગર પાલીકાની ચૂંટણીમા ભાજપે 14 બેઠકો પર વિજય મેળવતા આમોદ નગર પાલીકા પર ભાજપનો ભગવો લહેરાવા પામ્યો છે. આમોદ નગર પાલીકાની ચુંટણીમા કોંગ્રેસના સુપડા સાફ, જયારે અપક્ષનો દબદબો જોવા મળયો હતો.
ગુજરાતભરમા આજ રોજ નગર પાલીકાની ચુટણીનુ પરીણામ જાહેર થયુ છે. ત્યારે આમોદ નગર પાલીકાની ચૂંટણીમા ભાજપે 14 બેઠકો પર વિજય મેળવતા આમોદ નગર પાલીકા પર ભાજપનો ભગવો લેહરાવા પામ્યો છે. જયારે ભાજપને ભવ્ય જીત મળતા ભાજપના ઉમેદવારો એ આમોદના મુખ્ય માર્ગો પર વીજય સરઘસ નીકાળી જીતની ખુશી વ્યકત કરી હતી.
આમોદ નગર પાલીકાની ચુંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને એક પણ બેઠક પર વીજય ન મળતા તમામ ઉમેદવારો એ કરારી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
જયારે ભાજપ તથા અપક્ષના ઉમેદવારોને ભવ્ય જીત મળતા આમોદના મુખ્ય માર્ગો પર વીજય સરઘસ નીકારી જીતની ખુશી વ્યકત કરી હતી. ભરુચ જીલ્લાની એક માત્ર કેહવાતી કોગ્રેસની આમોદ નગર પાલીકાની ચૂંટણીમા કોંગ્રેસ ના જ સુપડા સાફ થઈ ગયા હતા.