Connect with us

ભાવનગર

સૌની યોજના થકી નર્મદાના નીર પહોંચ્યા બોટાદ

Published

on

નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવા કુલ ૧૧૨૬ કિ.મી. લંબાઇની ચાર પાઇપ લાઇન લીન્ક દ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાના ૧૧૫ જળાશયો સુધી પહોંચાડવામાં આવશે. જેનાં દ્વારા અનેક વિસ્તારમાં સિંચાઇનો લાભ મળી રહે. તે યોજના છે આ સૌની યોજના. સૌની યોજના થકી નર્મદાના નીર બોટાદ પહોચાડવામાં આવ્યા હતા. બોટાદ પંથકના લોકો પરથી જળસંકટ ટાળ્યું તેમ કહી શકાય. નર્મદાનું નીર તાળવ અને ડેમોમાં પહોચાડવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાના કૃષ્ણસાગર તળાવ, ગોમા ડેમ, ભીમડાદ ડેમ, અને કાનીયાડ ડેમમાં નર્મદાના નીરની આવક શરુ કરવામાં આવી છે. મંત્રી સૌરભ પટેલ દ્વારા સરકારમાં કરાયેલ માંગણીને આધારે પાણી આવ્યું. પાણી આવતા સ્થાનિકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. લોકો દ્વારા ફુલ અને હાર અર્પણ કરી માં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. મંત્રી અને સ્થાનિક ધારાસભ્યના કાર્યની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભાવનગર

પીજી અને પીજી ડિપ્લોમામાં 15 જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે

Published

on

Admission process for PG and PG Diploma will start from June 15

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં આગામી પ્રવેશ પરીક્ષા અંગે આજે પ્રવેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય કરાયો હતો કે પીજી અને પીજી ડીપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન પ્રક્રિયાનો 15મી જૂનથી પ્રારંભ થશે.એડમિશન માટે વિદ્યાર્થીઓ તારીખ 15 જૂનથી 24 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે અંતિમ દિવસે સાંજે 6 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ તારીખ 28થી 30 જૂન સુધી યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે અને આ સમય દરમિયાન વિદ્યાર્થી પોતે ભરેલા ઓનલાઈન ફોર્મમાં ફેરફાર કરી શકશે.

Admission process for PG and PG Diploma will start from June 15

ત્યારબાદ તારીખ 4 જુલાઈથી જાહેર થયેલા મેરિટ લીસ્ટ મુજબ પ્રવેશ કન્ફર્મ કરી શકાશે. આ અંગેની વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ ‍www.mkbhavuni.edu.in પર ઉપલબ્ધ કરવામાં આવશે.વધુમાં આ સભામાં પ્રવેશ પ્રક્રિયા અંગે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.ગિરીશભાઈ પટેલ અને ડો. ઇન્દ્ર ગઢવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગેની તૈયારીઓ અંગેના આયોજન બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી. સુચારૂ રીતે પ્રવેશ પ્રક્રિયાનું આયોજન થાય અને વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શન સરળતાથી મળે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવેલ છે.

Continue Reading

ભાવનગર

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફૂલો વડે શણગાર

Published

on

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા. 14-06-2022ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યા હતા. તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

બપોરે 11:15 કલાકે દાદાને ભવ્ય કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. તેમજ સાંજે 5:30 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન- પુષ્પાભીષેક કરી સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશેદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.વીને દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.

Continue Reading

ભાવનગર

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે

Published

on

Rotary Club launches first Karunalaya in Saurashtra The city center will also provide services like physiotherapy and dietitian

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે દર્દીઓ માટે મેડિકલ ઓફિસર, નર્સની દેખરેખ હેઠળ સંપૂર્ણ સારવાર મળે તેવી વ્યવસ્થા ભાવનગરમાં સેવાકીય સામાજિક, શૈક્ષણિક, મેડિકલ અને અન્ય અનેકવિધ લોકોપયોગી કાર્યો કરતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા પથારીવશ વ્યક્તિઓની સર્વગ્રાહી સંભાળ માટે પરમેનેન્ટ પ્રોજેકટ રોટરી કરુણાલય અ હોસ્પિસલ એન્ડ રિહેબીલીટેશન સેન્ટરની આરંભ પૂ. મોરારિબાપુના આશિર્વાદ અને DGN નિહિર દવે (રોટરી ડિસ્ટ્રી. 3060), ડો. પરેશ મજમુદાર (પ્રેસિડેન્ટ – ગુજરાત સ્ટેટ IMA અને જનાર્દનભાઈ ભટ્ટ હસ્તે કરવામાં આવ્યો હતા.

Rotary Club launches first Karunalaya in Saurashtra The city center will also provide services like physiotherapy and dietitian

 

હાલના સમયમાં કુટુંબીજનોની ઈચ્છા હોવા છતા અનેક કારણોને લીધે બીમારીથી પથારીવશ વ્યક્તિઓની સંભાળ એ અઘરો કોયડો બનતો જાય છે આ સંજોગોમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આવી વ્યક્તિઓને મેડિકલ ઓફિસર, નર્સ, વોર્ડબોય કે આયાઓની દેખરેખ અને હૂંફ હેઠળ સાજા-સારા થાય અને સ્વગૃહે પરત ફરે એવી સુચારૂ વ્યવસ્થા અત્યંત વ્યાજબી દરે ભાવનગરના હાર્દ સમા પાનવાડી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે. દર્દીઓ માટે ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની સેવા પણ સેન્ટરમાં ખાતે રાખવામાં આવેલ છે

Continue Reading
Uncategorized4 mins ago

વાહન માટે આ રીતે ખાસ છે CC, ટોર્ક અને BHP, જાણો કેવી રીતે કરે છે કામ

Uncategorized1 hour ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized2 hours ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized3 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized4 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized5 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized7 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized4 weeks ago

OMG! 90 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું ઘર, પછી કર્યો એવો કમાલ, હવે લોકો 4 કરોડ ચૂકવવા છે તૈયાર

Trending