ગીર સોમનાથમાં એક હિચકારી ઘટના સામે આવી છે. ગીર સોમનાથના કોડીનારથી 12 કિલોમીટર દૂર આવેલા જંત્રાખડી ગામમાં 9 વર્ષની બાળકી પર બળાત્કારઆ અંગે મળતી માહિતી પ્રમાણે, નાનકડા ગામમાં આ પ્રકારની ઘટનાને તાલુકા અને શહેરભરમાં તો પડઘા પડ્યા પરંતુ ગામમાં કમકમાટી છવાઇ ગઈ છે. બપોરની ઘટનાને લઈ મોડી રાત્રે જંત્રાખડી ગામ આખું ભેગું થયું અને પોલીસ સમક્ષ આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગણી કરી છે. ગામલોકોએ રોષે ભરાઇને કહ્યું છે કે, આ આરોપીને ફાંસીના માંચડે ચડાવી દો. આરોપીના પરિવારજનો પણ ગીર સોમનાથ એસપી અને એએસપીને ફાંસી મળે તેવી રજૂઆત કરી છે.
આ સાથે તેમણે માંગણી કરી છે કે, આરોપીને સખત સજા થવી જોઈએ.સમગ્ર ઘટના પર નજર કરીએ તો, 9 વર્ષની બાળકી જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ શેરીમાં રમતી હતી. તે સમયે બે બાળકોનો પિતા એવો નરાધમ શખ્સ બાળકીને બીડી લેવા દુકાને મોકલે છે. બીડી લઈ પરત આવેલી બાળકીને ઘરમાં પુરી તેની પર બળાત્કાર ગુજારે છે. જે બાદ માસૂમનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી નાંખે છે. તેનો આખો ભાંડો ન ફૂટે તે માટે તે લાશને સગેવગે પણ કરી નાંખે છે. તે બાળકીના મૃતદેહબને કોથળામાં ભરી અવાવરું જગ્યાએ ફેંકી આવે છે.બાદ હત્યા નિપજાવેલો મૃતદેહ મળ્યો છે. આ કેસમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ગામના જ શામજી નામના એક વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે.