નર્મદા જિલ્લાના તિલકવાળાની શ્રી કે.એમ.શાહ હાઈસ્કૂલ ખાતે નિર્ભયા સ્ક્વોડ દ્વ્રારા ફરિયાદ પેટી મુકવામાં આવી હતી જે દર બે દિવસે ચેક કરવામા આવે છે. ફરિયાદ પેટી ખોલતા એક ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠી તિલકવાળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.એસ વસાવાને આપતા ચિઠ્ઠીમાં વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, સ્કૂલે આવવાના સમયે તેમજ સ્કૂલેથી પરત ઘરે જવાના સમયે રોમીયો બાબાદેવ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે. જેને લઈને નિર્ભયા સ્ક્વોડના બહેનો લતાબેન, ભાવનાબેન, તરૂલાબેન, વર્ષાબેન તથા નિર્ભયા સ્ક્વોડના પી.એસ.આઈ કે.કે પાઠક એ બાબાદેવ હરિલાલના ગામ પહોંચી તેમના પિતાને પોલીસ સ્ટેશન લાવી બાબાદેવ સામે રોમીયોગિરિ બાબતની ફરિયાદ દાખલ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ બાબતે નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્કૉર્ડની પ્રશંસનીય કામગીરીને લઈને રોમીયોગિરિ કરનારા રોમિયોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે