Connect with us

નર્મદા

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, ડેમની જળસપાટી 133.67 મીટરે પહોંચી

Published

on

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 2 લાખ 31 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને હાલ નર્મદા ડેમની જળસપાટી 133.67 મીટર પહોંચી છે.પાણીની આવક વધતા નર્મદા ડેમનાં 10 દરવાજા ખોલી 3 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા ડેમમાંથી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે ગોરા બ્રિજ ઉપર ફરી વખત પાણી ફરી વળ્યાં છે અને આ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે

.નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગનાં આકંડાઓ મુજબ, નર્મદા ડેમમાં હાલ 3390 એમસીએમ (MCM) પાણીનો લાઇવ જથ્થો ઉપલબ્ધ છે.નર્મદા ડેમ સિવાય રાજ્યમાં આવેલા કૂલ 204 ડેમોમાંથી હાલ 32 ડેમો સંપૂર્ણ ભરાઇ ગયા છે અને ઑવરફ્લો થઇ રહ્યાં છે. મધ્ય ગુજરાતમાં કૂલ 17 ડેમોમાંથી સાત ડેમો ઑવરફ્લો થઇ રહ્યાં છે. આ 17 ડેમોમાં તેની કૂલ સંગ્રહક્ષમતાની સામે 92.82 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

નર્મદા

7 ટર્મથી વિજયી થનાર છોટુભાઈ વસાવાની હાર, ભાજપાના રિતેશભાઇ વસાવાની જીત

Published

on

By

આજરોજ રાજ્ય વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ સતત પોતાની વિજયકુચ જાળવી રાખી છે. ભરૂચ જીલ્લાની પાંચ બેઠકો પૈકીની એકમાત્ર આદિવાસી અનામત ઝઘડિયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રિતેશભાઇ વસાવાએ તેમના નજીકના હરીફ અપક્ષ છોટુભાઈ વસાવાને ૨૩૫૫૨ જેટલા મતોથી પરાજય આપીને ઝઘડિયા વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છેકે બીટીપીના સર્વેસર્વા ગણાતા છોટુભાઈ વસાવા છેલ્લી સાત ટર્મથી ઝઘડિયા બેઠક જીતતા આવ્યા હતા. હાલમાં યોજાયેલ રાજ્ય વિધાનસભાની ચુંટણી દરમિયાન બીટીપી ના અન્ય પાર્ટી સાથેના ગઠબંધનની વાતને લઇને છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશભાઇ વસાવા વચ્ચે વિવાદ સર્જાતા આ ચુંટણીમાં છોટુભાઈ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી હતી.

અત્રે નોંધનીય છેકે ગત તાલુકા જીલ્લા પંચાયતોની ચુંટણી અગાઉ છોટુભાઈ વસાવાના નજીકના ગણાતા પ્રકાશભાઇ દેસાઇ અને રિતેશ વસાવા તેમના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપાએ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયતો પણ કબજે કરી લીધી હતી. હાલની ચુંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં ચુંટણી સભા સંબોધી હતી. ઝઘડિયા વિધાનસભા બેઠક પર વર્ષોથી આધિપત્ય જાળવી રાખનાર છોટુભાઈ વસાવાને હાર આપીને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિષ્ઠિત ગણાતી ઝઘડિયા બેઠક કબજે કરી લીધી હતી. વિજયી ઉમેદવાર રિતેશ વસાવાના સમર્થકોમાં આનંદનું મોજુ ફેલાયુ હતું. સર્વત્ર ઝઘડિયા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિજયની ખુશી મનાવતા નજરે પડ્યા હતા. વિજયી ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ હતુ જેમાં કાર્યકરો ઉત્સાહમય વાતાવરણ વચ્ચે ઐતિહાસિક વિજયનો આનંદ લેતા નજરે પડતા હતા.

Continue Reading

નર્મદા

નાંદોદમાં કેસરીયો અને ડેડિયાપાડામાં ઝાડુ; બંને ઉમેદવારો 20 હજારથી વધુની લીડથી આગળ

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદાની નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 22 હજાર 254 મતોના જંગી લીડથી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા 21745 મતોથી આગળ ચાલી રહ્યાં છે. બંને બેઠકોમાં એક બેઠક પર ભાજપ અને બીજી બેઠક પર આપના ઉમેદવારની જીત નિચ્છિત દેખાઈ રહી છે.​​​​​​​

બારમાં રાઉન્ડના અંતે નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 21 હજાર 554 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્રીજા રાઉન્ડના અંતે ડેડિયાપાડામાં ચૈતર વસાવા 2594 મતોથી આગળ. નાંદોદમાં ત્રીજા રાઉન્ડના અંતે હજી પણ ભાજપ ઉમેદવાર દર્શના દેશમુખે લીડ જાળવી રાખી. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.

નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

Continue Reading

નર્મદા

નર્મદા: બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસનો ક્યાંક નામોનિશાન નહીં

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.

જિલ્લામાં સરેરાશ 78 ટકા મતદાન થયું હતું

નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?

નાંદોદ બેઠકની મતગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં થશે. જ્યારે ડેડિયાપાડા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 23 રાઉન્ડમાં હાથ ધરાશે. જિલ્લાની 2 બેઠકોની મતગણતરી કુલ 28 ટેબલ પર 45 રાઉન્ડમાં હાથ ધરાશે. નાંદોદમાં 155 જેટલાં તેમજ ડેડિયાપાડામાં 155 જેટલા અધિકારીઓ/કર્મચારીઓને મતગણતરીની કામગીરીમાં તૈનાત કરાશે. પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા સિક્યુરિટી પ્લાન મુજબ જરૂરી પોલીસ, CAPF, CRPF, પોલીસ આધિકારીઓ 400 જેટલા ગોઠવવામાં આવેલા છે.

ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે. તો નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે.

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending