અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૈનપુરવાલા ખાંડણીખોર ગેંગ બિલ્ડરો અને વેપારીઓને લાખો રૂપિયાની ઉઘરાણી માટે ધમકી આપતી હતી. જમાલપુરમાં આતંક મચાવનારી ખાંડીખોર ગેંગ સામે અનેક ફરિયાદો બાદ આખરે ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ભરૂચમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ જમાલપુર વિસ્તારમાં મેનપુરવાલા ખાંડણીખોર ગેંગના આતંકને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ ખંડણી ટોળકીની મુખ્ય આગેવાન જમીલા તેના પતિ, બે છોકરાઓ અને ભત્રીજાઓ સાથે મળીને વિસ્તારના બિલ્ડરો અને વેપારીઓને પૈસા પડાવવા માટે ધાકધમકી આપતી હતી. અત્યાર સુધીમાં આ ટોળકીએ 20 થી વધુ બિલ્ડરોને નિશાન બનાવીને કરોડો રૂપિયાની ખંડણી વસૂલ કરી છે.
આ કેસમાં ખાંડીખોર ગેંગનો ભોગ બનેલા બિલ્ડર મેહમુદ મકરાણી દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આમ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં મૈનપૂરવાલા ખાંડીખોર ગેંગ સામે બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. ત્રિવેદીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે ભરૂચમાંથી ખંડણીખોર ગેંગને પકડી પાડી હતી.
પોલીસે ખાંડણીખોર ગેંગના મુખ્ય સૂત્રધાર જમીલા, તેના પતિ હારૂન રશીદ, બે દિકરા વસીમ અને સોહિલ તેમજ ભત્રીજા અય્યુબની ધરપકડ કરી છે. આ ટોળકી જ્યારે પણ જમાલપુર વિસ્તારમાં કોઈ નવું બાંધકામ ઊભું થાય ત્યારે ખોટી RTI રદ કરવાની માગણી કરતી હતી. તેમજ જો કોઇ બિલ્ડર પૈસા નહીં આપે તો કાયદાનો ડર બતાવીને બાંધકામ તોડી પાડવાની ધમકી પણ આપતો હતો. જેને લઇ સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા, હવે પોલીસે આ ટોળકીની ધરપકડ કરી છે.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીકે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મૈનપુરવાલા ખંડીખોર ગેંગ સામે બે ગુના નોંધાયા છે. જેમના માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ આ કેસની તપાસમાં જોડાઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. ત્રિવેદીની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમી આધારે મૈનપૂરવાલા ખાંડણીખોર ગેંગ ભરૂચમા રોકાઈ ચત્તી હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરૂચમાંથી આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી આરટીઆઈની ખોટી ધમકીઓ આપીને જમાલપુરમાં બાંધકામનું કામ કરતા લોકો પાસેથી પૈસા પડાવતી હતી. અત્યાર સુધી આ ટોળકી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. હાલ ગાયકવાડ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.