Connect with us

દાહોદ

દાહોદ : લીમખેડામાં પતરાનું કેબીન મુકતા લોકોને અવરજવરમાં તકલીફ

Published

on

લીમખેડા શાસ્ત્રી ચોક પર પીકઅપ સ્ટેન્ડ નજીક બજારમાં વર્ષોથી વસવાટ કરીને લુહાર જાતિના ૧૫ જેટલા પરિવારો લુહારી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. તે લોકોના ઘરની આગળ હસમુખભાઈ ડબગર દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી અને જિલ્લા કલેક્ટર દ્વારા અરજદાર હસમુખભાઈ ડબગરની રજુઆતને ધ્યાનમાં લઈને લુહાર પરિવારના ઘરોની આગળ કેબીન મુકવા હુકમ કર્યો હતો. જિલ્લા કલેક્ટરના હુકમને આધારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત સાથે કેબીન મુકવામાં આવતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. તેઓના ઘરની આગળ પતરાનુ કેબીન મુકતા અવર જવર માટે પણ તકલીફ પડી રહી છે. સાથે તેઓના ધંધા રોજગારમાં પણ મોટી ક્ષતી પહોંચતા આજે લુંહાર પરિવારના ૧૫ જેટલા પરિવારના ૫૦ થી વધુ લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે, સ્થાનિક રહીશોની માંગ છે કે, તેઓના ઘરની આગળ પતરાનુ કેબીન મુકતા તેઓને અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી લોકોને ખૂબજ મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનીક લોકોએ પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રજુઆત કરી હતી અને સ્થળ ઉપર તપાસ કરાવી યોગ્ય નિરાકરણ લાવવા તેમજ ન્યાય અપાવવાની માંગ કરી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

દાહોદ

દાહોદ ખાતે આદિજાતિ મોર્ચા ભારતીય જનતા પાર્ટી દ્વારા બિરસા મુંડા ની પુર્ણતિથિ બનાવવામાં આવી

Published

on

Tribal Front Bharatiya Janata Party celebrates Birsa Munda at Dahod
આજ તારીખ 9.6.2022 નાં રોજ બિરસા મુંડા ની 122 મી પૂર્ણ તિથિ હોય જેને લઈ આજરોજ ભારતીય જનતા નાં આદિજાતી મોરચા દ્વારા દાહોદના બિરસામુંડા ચોક પર સ્થિત બિરસા મુંડા ની પ્રતિમા પર ફુલહાર ચઢાવી 122 મી પૂર્ણતિથિ નિ ઉજવણી કરવામાં આવી આદીવાસીઓના ભગવાન ગણાતા એવા બિરસા મુંડાની 122 પૂર્ણતિથી હોય જેમાં બિરસા મુંડા ચોક પર બિરસા મુંડા ની પ્રતિમાં પર સુત્રોચાર કરી પ્રતિમાઁ પર ફૂલ હાર ચઢાવવામાં આવ્યા હતા
Tribal Front Bharatiya Janata Party celebrates Birsa Munda at Dahod
જેમાં દાહોદ જિલ્લા નાં આદિજાતિ મોર્ચના જિલ્લા મઁત્રી પૂનમ ભાઈ નિનામાં. આદિજાતિ મોરચાના દાહોદ શહેર પ્રમુખ સુનિલ ભાઈ બારીયા.દાહોદ શહેર મહામઁત્રી હિમાંશુ ભાઈ નાગર. મહામઁત્રી લક્ષમન ડોડીયાર.દાહોદ શહેર પ્રમુખ અને પૂર્ણ નગરપાલિકા ઉપ પ્રમુખ પ્રશાંત ભાઈ દેસાઈ.દાહોદ શહેર સઁગઠન નાં ઉપ પ્રમુખ મન્જુ બેન નિનામાં થતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યયા હતા

Continue Reading

દાહોદ

સીંગવડ તાલુકાના મંડેર ગામ ખાતે રસ્તા ૫ર દૂઘના પાઉચ રસ્તા પર મળવાના સમાચારને રદિયો આપતા જિલ્લા પ્રોગામ ઓફિસરશ્રી

Published

on

Rejecting the news of meeting milk pouches on the road at Mander village of Singwad taluka.
જિલ્લા વિકાસ અઘિકારીશ્રી, દાહોદ દ્વારા દુઘ વિતરણ માટે એસઓપી નકકી કરવામાં આવી છે. તદ્દનુસાર દાહોદ જિલ્લાની કુલ ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. દાહોદ જિલ્લામાં પંચમહાલ ડેરી ગોઘરા ઘ્વારા કુલ:- ૭૩ રૂટથી દુઘ પુરુ પાડવામાં આવે છે. દુઘના ૭૩ રૂટમાં કુલ:-૯૭પ સ્થળ(પોઈન્ટ) ૫ર દુઘ ઉતારવામાં આવે છે. હવેથી નિયમિત રોજ સવારે જે પોઈન્ટથી દુધ આવે છે તે પોઈન્ટ ઉપર કેટલા પાઉચ આવે છે તેના દૂધ ઉપાડ્યાના વર્કર સાથેના ફોટા જિલ્લા કક્ષાના વોટ્સ એપ ગ્રૂપ માં મોકલવાના રહેશે. દૂઘના ઉતારેલ જથ્થો ૮.૩૦ સુધીમાં તમામ આંગણવાડી કાર્યકર દ્વારા દુઘ મેળવી કેટલું દૂધ આવ્યું છે તે અંગેની પાવતી પોઈન્ટ ઉપર જે કાર્યકર બેન દૂધ ઉતારે છે તે આંગણવાડી કાર્યકરને રજુ કરવી આ સાથે પાવતીમાં મળેલ જથ્થો પાઉંચ ની સંખ્યા, તારીખ, બેચ નંબર,અને દૂધ લઇ જનાર કાર્યકર ની સહી સાથે જિલ્લા કક્ષાએ ૧૧.૦૦ વાગ્યા સુધીમાં આ તમામ પાવતીના ફોટા રજુ કરવાની રહેશે.તમામ આંગણવાડી કાર્યકરો એ દરરોજ સવારે ૮.૩૦ સુધીમાં દૂધ કેન્દ્ર કક્ષાએ લઇ જઈને ૯.૦૦ કલાકે તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર લાભાર્થી ને દૂધ પીવડાવી ને ખાલી દુઘના પાઉંચ તારમાં પરોવીને આંગણવાડી કેન્દ્રનું નામ વર્કરનું નામ મોબાઇલ નંબર સાથે નો ફોટો વોટ્સ એપ ગ્રૂપમાં મોકલવાના રહેશે.
Rejecting the news of meeting milk pouches on the road at Mander village of Singwad taluka.
મુખ્ય સેવિકા બેન દ્વારા અઠવાડીયામાં સેજાની તમામ આંગણવાડી કેન્દ્રની ઓછામાં ઓછી એક વિઝીટ કરી વર્કર દ્વારા દૂધ પીવડાવેલ ખાલી પાઉંચ ની ગણતરી કરી અને દરરોજ એક કેન્દ્રનો ફોટો ગ્રૂપમા મુકવો આમ દરરોજ એક કેન્દ્ર ની વિઝીટ કરવાની રહેશે અને તેનો રીપોર્ટ પણ અત્રે કરવાનો રહેશે. ત્યારબાદ મુખ્ય સેવીકાબેનો એ દર અઠવાડિયે સેજાના જેટલા કેન્દ્રમાં દૂધ આવે છે તેટલા કેન્દ્રની ખાલી પાઉંચ ઘટક કક્ષાએ ગુરુવારની મીટીંગ દરમ્યાન ઘટક કક્ષાએ જમા કરવાના રહેશે. ઘટક કક્ષાએ આ ખાલી પાઉંચ માટે રજીસ્ટર નિભાવવાનું રહેશે. સીડીપીઓએ માસ પૂર્ણ થયેથી ૧ થી ૫ તારીખ માં પોતાના તાલુકા માં કેટલા પાઉંચ આવેલ છે. અને તેની સામે કેટલા પાઉચ ખાલી મળેલ છે તેનું પ્રમાણપત્ર તથા હિસાબ દૂધના બીલોના ચૂકવણા વખતે ઓસીપી આપવાનું રહેશે. આ બાબતની તાકીદ પ્રોગ્રામ ઓફિસરશ્રીએ આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા પાઉચ તથા મુખ્ય સેવિકાની વિઝીટ ની ચકાસણી અને સીડીપીઓશ્રીઓએ તાલુકા કક્ષાએ નિભાવેલ રજીસ્ટરની ચકાસણી કરવાની રહેશે. તાલુકા કક્ષાએ ભેગા થયેલા ખાલી પાઉચ દર માસના અંતે સીડીપીઓ ઘ્વારા વેચાણ કરી રકમ જમા કરાવવાની રહેશે

Continue Reading

દાહોદ

દાહોદ- ઝાલોદ તાલુકાના રાજપુર ગામે ટ્રક અને રેંકડા વચ્ચે અકસ્માત

Published

on

Dahod- Accident between truck and Rankada in Rajpur village of Zhalod taluka

ઝાલોદ તાલુકાના રાજપુર ગામે ગતરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા પામ્યો હતો.જેમાં ટ્રક અને રેંકડા વચ્ચે જોરદારઅથડામણ થતા બે વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો. દાહોદ જિલ્લાનાઝાલોદ તાલુકાના રાજપૂર ગામે ઝાલોદ ફતેપુરા માર્ગ પર ગતરોજ એક ટ્રક તેમજ રેંકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

 

Dahod- Accident between truck and Rankada in Rajpur village of Zhalod taluka

.જેમાં પ્રાથમિક માહિતી અનુસાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે જેમાં એક વ્યક્તિ રાજપુર ગામ નોતેમજ બીજો વ્યક્તિ ગરાડુ ગામનો હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માત બાદ ચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકીને ભાગીજવામાં સફળ રહ્યો છે.જયારે ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે બનાવ સંબંધે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending