Connect with us

લાઈફ સ્ટાઇલ & ફેશન

આ વખતે નવરાત્રીમાં કરો વૉટરપ્રૂફ મેકઅપ

Published

on

નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે,અને આ તહેવારમાં ભંગ કરવા આગામી 3 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી છે. ત્યારે વરસાદ સામે ખેલૈયાઓ બાંયો ચડાવી લીધી છે. રેઈનકોટ ચણિયાચોળી તૈયાર કર્યા બાદ હવે ખેલૈયાઓ ગુજરાતના સૌથી મોટો લોકોત્સવમાં વૉટરપ્રૂફ મેકઅપ કરશે. જે માટે યુવક અને યુવતીઓએ ખાસ તૈયારીઓ કરી છે…..કેવી રીતે કરશો વૉટરપ્રૂફ મેકઅપ? : વૉટરપ્રૂફ મેકઅપ લૂક પરસેવા કે વરસાદમાં તમારા લૂકને ખરાબ નહીં કરે. આ માટે તમારે વૉટરપ્રૂફ લાઈનર અને વૉટરપ્રૂફ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો પડશે. આ સાથે તમે જે પાઉડરનો ઉપયોગ કરશો. તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે……

ચોમાસાની સિઝનમાં ગરબા રમવા જતી યુવતીઓ સિલિકોન બેઝ મેકઅપ કરાવી શકે છે. પ્રાઇમર તરીકે પણ સિલિકોન બેઝ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાથી અલગ જ લૂક મળશે. આવો બેઝ બજારમાં આસાનીથી મળી જાય છે. આ મેકઅપમાં ત્વચા પર એક પાતળું સ્તર બની જશે, જે મેકઅપને વરસાદમાં રેલાવા નહીં દે. સિલિકોન મેકઅપ ચોમાસા માટે એકદમ યોગ્ય હોય છે……નવરાત્રિના સમયમાં યુવતીઓ પરસેવે રેબઝેબ થઈ જાય છે.. આવા સંજોગોમાં ત્વચા પણ ઓઈલી થઈ જાય છે..અને બફારો પણ વધારે થાય છે. ત્યારે નવરાત્રિ માટે યુવતીઓએ પર્સનલ કોસ્મેટિક્સ જેવાં કે, મસ્કારા, આઇલાઇનર લિપસ્ટિક ફાઉન્ડેશન વગેરે વોટરપ્રૂફ જ ખરીદવા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

લાઈફ સ્ટાઇલ & ફેશન

મીરા કપૂરે શિયાળામાં અર્થપૂર્ણ આરોગ્ય આચરણોની અગત્યતા પરની સભાનતામાં વધારો કર્યો

Published

on

By

પોતાની પવિત્ર સુવાસ માટે જાણીતી મીરા કપૂરે પોતાના કુદરતી ઉત્સાહ અને વ્યક્તિત સાથે પોતાના પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે જે આપણને ચમકતી સેલ્ફી અને ખોરાકના વિચારોમાં વ્યસ્ત રાખે છે. એક ફેશન આઇકોન તરીકે અને પોતાની તંદુરસ્તી સાથે આપણને પ્રેરણા આપતા મીરા, આરોગ્ય અગ્રિમતા હોવાની બાબતે હંમેશા નિખાલસ રહે છે અને તેઓ પોતાના જ્ઞાનમાં વધારો કરવા માટે આયુર્વેદનો અભ્યાસક્રમ પણ શીખી રહ્યા છે. દૈનિક કેન્દ્રિત વિચાર સાથે મીરાએ હંમેશા પોતાના ભોજનને મોડેથી લેવા ઉપરાંત દૈનિક આરોગ્ય નિત્યક્રમને અનુસરવા માટે મીરા હંમેશા ચોક્કસ રહ્યા છે.

પેઢીઓથી ઉતરી આવેલ આરોગ્ય માટેની ભારતીય પદ્ધતિને વરેલા, મીરાએ હંમેશાં તેના જીવનશૈલીમાં પરંપરાગત ઘરેલું ઉપાયોનો સમાવેશ કર્યો છે. ચાહે તે હલાસણા યોગ સ્થિતિથી લઇને તંદુરસ્ત ખોરાક હેક્સ વહેંચણીની, તેણીના કાર્બનિક-ઘટક સ્કિનકેર વ્યવસ્થા વિશે પોસ્ટ કરવાની વાત કેમ ન હોય તેના માટે હંમેશાં અમને વિસ્મયથી પ્રેરિત કરતી રહી છે.

તેણીની શિયાળાની દિનચર્યાને ખુલી મુકતા, આ સ્ટારે ઠંડા વાતાવરણ વચ્ચે પોતાનાં સ્વાસ્થ્યની જાળવણી કરતી સરળ રીતો શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેણીની માતાના નુસ્કાઓમાંથી પ્રેરણા લેતા, વિશ્વસનીય વિક્સ વેપો રબ ખાંસી અને છંડીના લક્ષણોમાં છુટકારો મેળવવામાં કેવી રીતે ઉપયોગી છે તે શેર કરે છે. આ સાથે, તે શ્વાસોચ્છવાસના આરોગ્યને અસરકારક રીતે સંચાલિત કરવા માટે આમળાનો રસ, ગરમ હળદરવાળુ દૂધ અને કસરતોનો સમાવેશ કરવા માટે પણ દરેક માતાઓને પ્રોત્સાહિત કરે છે.

https://www.instagram.com/tv/CIh2QpwF36X/?utm_source=ig_web_button_share_sheet

Continue Reading

જાણવા જેવું

સેલ્ફીને લઈ સર્વે : ભારતીય મહિલાઓ ફિલ્ટરનો સૌથી વધુ ઉપયોગ કરે છે

Published

on

By

એન્ડ્રોઇડ મોબાઇલ યુગમાં લોકોમાં સેલ્ફીનું ચલણ વધી રહ્યુ છે. સર્ચ એન્જિન Googleએ આજ સંદર્ભે કરેલા એક ગ્લોબલ રિસર્ચમાં ખુલાસો થયો હતો કે, સારી સેલ્ફી લેવા માટે અમેરિકા અને ભારતમાં ફિલ્ટર- ફોટો વધારે સુંદર બનાવવાની ટેકનીકનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જોકે રિસર્ચ રિપોર્ટમાં ભારતીય બાળકો પર ફિલ્ટરની અસરને લઇને વધારે ચિંતા વ્યક્ત નથી કરાઇ. આ ગ્લોબલ રિસર્ચ મુજબ મોબાઇલમાં ફ્રન્ટ કેમેરાથી 70 ટકાથી વધુ (સેલ્ફી) તસવીરો ખેંચવામાં આવે છે. ભારતીયોમાં સેલ્ફી લેવા અને તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ચલણ ભારે છે અને એમાં પણ પોતાને સુંદર દેખાડવાના ક્રેઝમાં ફિલ્ટરનો ઉપયોગ વધ્યો છે.

રિસર્ચના પરિણામો મુજબ ભારતીય મહિલાઓ, ખાસ કરીને સેલ્ફી સુંદર બનાવવા માટે હમેશા ઉત્સાહિત રહે છે અને આ માટે તેઓ અનેક ફિલ્ટર એપ તથા એડિટિંગ ટૂલ્સનો બહોળો ઉપયોગ કરે છે. આ માટે પિક્સ આર્ટ અને મેકઅપ પ્લસનો ઉપયોગ બહુ જ પ્રચલિત થયો છે. યુવાવર્ગમાં સ્નેપચેટનો ઉપયોગ વધ્યો છે.

Continue Reading

લાઈફ સ્ટાઇલ & ફેશન

“પુરીના” શ્વાનની પોષણની શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

Published

on

By

શ્વાન ભરપૂર ઊર્જાશીલ હોય છે અને મોટે ભાગે પાલતુ જનાવરોના વાલીઓ માટે નિકટવર્તી સાથી તરીકે જોવામાં આવે છે. પાલતુ જનાવરોના વાલીઓ તેમનાં જનાવરો માટે આરોગ્યવર્ધક અને સક્રિય જીવન હાંસલ કરવાની તક જોતા હોય છે. જોકે ધીમે ધીમે મોટી ખુલ્લી જગ્યાઓ સંકોચિત થઈ રહી હોવાથી અને તેમના વહાલા શ્વાન માટે શારીરિક પ્રવૃત્તિઓ મર્યાદિત થવાથી યોગ્ય આરોગ્ય અને તંદુરસ્તી હાંસલ કરવાનું મુશ્કેલ બની ગયું છે. આ પાલતુ જનાવરોના વાલીઓને તેમના શ્વાસનની અસલી સંભાવનાઓ ઉજાગર કરવામાં સહાય કરવા પુરીના પેટકેર ઈન્ડિયા તેની બ્રાન્ડ સુપરકોટ માટે નવી કેમ્પેઈન લઈને આવી છે. આ ટેલિવિઝન કમર્શિયલ પોષણની શક્તિ અને ઉત્તમ પોષણ શ્વાનને તેમની સક્રિય જીવનશૈલી, આરોગ્યવર્ધક અને ચમકદાર કોટ અને મજબૂત સ્નાયુઓ પર કેન્દ્રિત છે.

આ કેમ્પેઈન વિશે બોલતાં પુરીના પેટકેર ઈન્ડિયાના ડાયરેક્ટર શ્રી ગૌરવ કુમાર ક્વાત્રા કહે છે, તમારા પાલતુ જનાવરો માટે પોષણની દષ્ટિએ યોગ્ય પસંદગીઓ કરવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તમારાં જનાવરોને આરોગ્યવર્ધક અને સક્રિય રાખવાની ખાતરી રાખવામાં તે લાંબી મજલ મારે છે. પુરીનામાં અમારા 120 વર્ષના અનુભવે બતાવ્યું છે કે પાલતુ જનાવરોને યોગ્ય પોષણ મળે તો તે એકંદર સ્વાસ્થ્ય કલ્યાણ અને વર્તન દર્શાવે છે.

પોષણશાસ્ત્રીઓ, વર્તનશાસ્ત્રીઓ, પશુ ચિકિત્સકો અને અન્ય નિષ્ણાતોની અમારી ટીમ તમારા જનાવરો માટે બહેતર જીવનની ખાતરી રાખવા માટે સતત નવીનતા લાવતા રહે છે. પુરીના સુપરકોટ આ નવીનતાની પ્રોડક્ટ છે. અમને આશા છે કે આ કેમ્પેઈન બહેતર પોષકીય પસંદગીની તલાશ કરતા પાલતુ જનાવરોના વાલીઓને તેમના શ્વાસનની અસલી સંભાવનાઓ ઉજાગર કરવામાં મદદરૂપ થશે. ટીવીસી સુપરકોટ સાથે યોગ્ય પોષણની શક્તિ સાથે પાલતુ જનાવરોના વાલીઓને તેમનાં જનાવરોની સક્રિય જીવનશૈલી ઉજાગર કરવાના નિખાલસ પ્રયાસ છે. આ જાહેરાત સક્રિય જીવનશાલી ધરાવવા માટે જનાવરોને અભિમુખ બનાવવામાં પોષણ કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વાસ્તવિકતા પર ભાર આપે છે.

Continue Reading
Uncategorized23 mins ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized1 hour ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized2 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized3 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized4 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized6 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ7 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized4 weeks ago

OMG! 90 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું ઘર, પછી કર્યો એવો કમાલ, હવે લોકો 4 કરોડ ચૂકવવા છે તૈયાર

Trending