દમણમાં ફરી એકવાર સરેઆમ ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગ અન્ય કોઈ નહીં પણ પુર્વ કોર્પોરેટર સલીમ મેમણ પર કરવામાં આવ્યું છે. અજાણ્યા શખ્સોએ સલીમ મેમણ પર 7 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.
સલીમ મેમણને બે ગોળી માથામાં અને એક ગોળી પેટમાં વાગી હતી…ફાયરિંગને કારણે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડેલાં સલીમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
જો કે, સારવાર દરમિયાન સલીમ મેમણનું મોત નિપજ્યું હતું. દમણમાં સૌથી કુખ્યાત કોર્પોરેટરમાં જેની ગણના થાય છે તે જ સલીમ પર ફાયરિંગની ઘટના બનતાં સમગ્ર દમણમાં ચકચાર મચી જવા પામી છે.
દમણના ખારીવડ વિસ્તારમાં સલીમ એક શોરૂમમાં બેઠો હતો. તે જ સમયે એકાએક આવી ચઢેલાં અજાણ્યો શખ્સોએ સલીમ પર ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સલીમ કાંઈ સમજે તે પહેલાં જ અજાણ્યા શખ્સો તેને 3થી વધારે ગોળીઓ ધરબી ફરાર થઈ ગયા હતા.