અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સે આજે ઈતિહાસ રચ્યો છે. તેમણે ભારતીય સમય મુજબ સવારે 5:33 વાગ્યે 4 સામાન્ય લોકોને અવકાશમાં મોકલ્યા છે. નાસાના ફ્લોરિડા ખાતેના કેનેડી સ્પેસ રિસર્ચ સેન્ટરથી ફોલ્કન-9 રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 12 મિનિટ પછી ડ્રેગન કેપ્સ્યૂલ રોકેટથી અલગ થયું. આ કેપ્સ્યૂલ 357 માઇલ અથવા લગભગ 575 કિલોમીટરની ઊંચાઈએ ત્રણ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. માનવી 2009 પછી પ્રથમ વખત આટલી ઊંચાઈએ પહોંચ્યો છે. મે 2009માં વૈજ્ઞાનિક હબલ ટેલિસ્કોપ રિપેર કરવા માટે હબલ 541 કિમીની ઊંચાઈએ ગયો હતો. અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અંતરિક્ષ યાત્રીઓની અવરજવર ચાલતી રહે છે, પરંતુ એ 408 કિ.મી.ની ઊંચાઈ પર છે. આ મિશનને ઇન્સ્પિરેશન 4 નામ આપવામાં આવ્યું છે. આ મિશનનો હેતુ અમેરિકાના ટેનેસીમાં સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવાનો છે. મિશનનું નેતૃત્વ કરી રહેલા ઈસાકમેન એમાંથી 20 કરોડ ડોલર એકત્ર કરવા માગે છે.
એની અડધી રકમ તેઓ પોતે આપશે. આ મિશન દ્વારા કેન્સરની જાગૃતિ પણ વધારવામાં આવશે. મિશનના સભ્યોને વિવિધ માનવીય મૂલ્યો આપવામાં આવ્યાં છે, જેમ કે નેતૃત્વ, આશા, પ્રેરણા અને સમૃદ્ધિ. મિશનનું એક સભ્ય સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલમાં ફિઝિશિયન આસિસ્ટન્ટ પણ છે અને કેન્સર સર્વાઈવર છે. તેમની કેન્સરની સારવાર આ જ હોસ્પિટલમાં થઈ છે. ધરતીની કક્ષામાં જનારા આ પ્રથમ નોન-પ્રોફેશનલ એસ્ટ્રોનોટના ક્રૂ છે. આ મિશનના ચારેય સભ્ય આ અગાઉ ક્યારેય અંતરિક્ષમાં ગયા નથી. ચારેય સામાન્ય લોકો છે. આ અગાઉ બ્લૂ ઓરિજિન અને વર્જિન સ્પેસશિપે પણ પ્રાઈવેટ સ્પેસ ટૂરિઝમની શરૂઆત કરીને ઉડ્ડયન કર્યું હતું, પરંતુ આ બંને સ્પેસક્રાફ્ટ એજ ઓફ સ્પેસ સુધી જ ગયા હતા, પરંતુ ઈસાકમેનનું સ્પેસક્રાફ્ટ ધરતીની ઓર્બિટમાં ચક્કર લગાવશે. અંતરના હિસાબે જોવા જઈએ તો આ પ્રથમવાર બંને સ્પેસક્રાફ્ટથી લગભગ 475 કિમી દૂર જશે. બ્લૂ ઓરિજિન અને વર્જિન સ્પેસશિપના મિશન થોડી મિનિટોના જ હતા.
ઇન્ટરનેશનલ-ઇતિહાસમાં પ્રથમ વખત સામાન્ય લોકો ગયા સ્પેસમાં
Leave a comment
Leave a comment