મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિતે ઊંઝા તાલુકાના ગામોમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિતે આખા ભારતમાં વિવિધ કાર્યકમોનું આયોજન થયું હતું. ત્યારે આ ઊંઝા તાલુકાના ગામોમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં આજે ઊંઝાના બ્રહ્મણવાડા ગામથી સવારે 8 કલાકથી પ્રસ્થાન થયું હતું ત્યારે બાદ આ યાત્રા વરવાડા, વિશોળ, લિંડી, અમૂઢ, ટૂંડાવ, મકતુંપુરમાં આ યાત્રા ફરી હતી. આ યાત્રામાં ઊંઝાના લોક લાડીલા ધારાસભ્ય આશાબેન પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ તેમજ ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ, તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
- Advertisement -
Latest News
- Advertisement -