સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં ગુજરાતની સંસ્કૃતીની ઓળખ સમાન શક્તિની આરાધનાાના પવીત્ર પર્વ નવલી નવરાતનો સમગ્ર રાજ્યમાં ભારે ભક્તિભાવ અને હર્ષૌલ્લાસ સાથે શુભારંભ થઇ ચુક્યો છે. પરંતુ નવરાત્રીમાં ખેલૈયાઓનાં ત્સાહ પર મેઘરાજાએ પાણી ફેરવી દીધું છે. સમગ્ર રાજ્યમાં પાંચમાં નોરતા સુધી ભારે વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ સાથે પણ ગરબા રમતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા. તખતગઢ ગામના યુવાનો અને મહિલાઓ ભારે વરસાદ વચ્ચે ગરબાની રમઝટ માણતા જોવા મળ્યા હતા. વરસાદી માહોલમાં પણ ખૈલૈયાઓ મજા માણી રહ્યા છે. વરસતા વરસાદમાં ગરબાના તાલે લોકો જુમી રહ્યા છે. આ ઉપરાંત આગામી નવ દિવસ દરમ્યાન શક્તિપીઠોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હોમ હવન યજ્ઞાો તથા આનંદના ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જ્યારે નવલી નવરાતના રંગમાં ભંગ ન પડે તેના માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યું છે.