પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ આ દિવસોમાં લંકા પ્રીમિયર લીગ (LPL)માં ધૂમ મચાવી રહ્યા છે. બાબરે સોમવારે ગાલે ટાઇટન્સ સામે કોલંબો સ્ટ્રાઈકર્સ માટે ધમાકેદાર સદી ફટકારી હતી. બાબરે 59 બોલમાં 104 રનની ધમાકેદાર ઇનિંગ રમી અને આ રીતે તેના ઘણા ટીકાકારોને ચૂપ કરી દીધા. વાસ્તવમાં, ઘણા દિગ્ગજોએ બાબર માટે કહ્યું છે કે તેની રમવાની શૈલી T20 ક્રિકેટ માટે નથી અને તેણે T20 ફોર્મેટમાં ઓછું રમવું જોઈએ. બાબરની આ 10મી T20I સદી હતી અને તે T20 ક્રિકેટમાં 10 સદી ફટકારનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન બન્યો હતો. તેનાથી આગળ વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ક્રિકેટર ક્રિસ ગેલ છે. મેચ પૂરી થયા બાદ બાબર આઝમ જ્યારે રિપોર્ટર સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમની પ્રાર્થનાનો સમય થઈ ગયો હતો.
આવી સ્થિતિમાં બાબર આઝમે કહ્યું, ‘જલ્દી કરો, મારી નમાઝનો સમય થઈ રહ્યો છે.’ બાબરની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને તેને ખૂબ શેર કરવામાં આવી રહી છે. LPLની વાત કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બાબરના બેટમાંથી આવ્યા છે. બાબરે અત્યાર સુધીમાં કુલ 211 રન બનાવ્યા છે.
બાબરે ચાર ઇનિંગ્સમાં 52.75ની એવરેજ અને 147.55ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. મેચની વાત કરીએ તો ગાલે ટાઇટન્સે 20 ઓવરમાં ત્રણ વિકેટે 188 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલંબો સ્ટ્રાઈકર્સે 19.5 ઓવરમાં ત્રણ વિકેટે 189 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
King Babar Azam said its time for pray, What a Player, What a Human 🤲🥺👑#BabarAzam #BabarAzam𓃵
pic.twitter.com/HT6HWQWUC6— King Babar Azam Army (@kingbabararmy) August 7, 2023