Connect with us

હેલ્થ

ગુજરાતમાં બનશે કોરોના વેક્સિનને રાખવા માટે બોક્સ

Chintan Mistry

Published

on

દેશભરમાં કોરોનાનો કહેર હાલ યથાવત છે. તો કોરાના વાયરસ સામે વેક્સીન બનાવવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ઝમબર્ગના પોતાના સમકક્ષ ઝેવિયર બેટલના વેક્સીન લઇ જવા માટે સ્પેશ્યલ રેફ્રિજિરેટેડ ટ્રાન્સપોટેશન પ્લાન્ટ લગાવવાના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો છે. એક અગ્રણી સમાચાર પત્રના રિપોર્ટ પ્રમાણે આ ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવાની યોજના છે.

દિલ્હી અને અમદાવાદ સ્થિત આધિકારિક સૂત્રોના મતે લક્ઝમબર્ગ ફર્મ બી મેડિકલ સિસ્ટમ્સ સોલર વેક્સીન રેફ્રિજરેટર, ફ્રીઝર અને ટ્રાન્સપોર્ટ બોક્સ સહિત એક વેક્સીન કોલ્ડ ચેઈન સ્થાપિત કરવા માટે આગામી સપ્તાહે એક ઉચ્ચ સ્તરીય ટીમ ગુજરાત મોકલી રહી છે. એક પૂર્ણ પ્લાન્ટની સ્થાપના માટે લગભગ બે વર્ષની આવશ્યકતા હશે.

કંપનીએ લક્ઝમબર્ગથી બોક્સ અને સ્ત્રોત ઘરેલું બજારથી સર્વશ્રેષ્ઠ સામગ્રી પ્રાપ્ત કરીને આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, પરિવહન બોક્સ શૂન્યથી નીચે ચાર ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી વચ્ચે વેક્સીન ડિલિવરી કરવામાં સક્ષમ હશે. જ્યારે લક્ઝમબર્ગ સ્થિત કંપની પાસે શૂન્યથી 80 ડિગ્રી નીચે વેક્સીન પરિવહન કરવાની પણ ટેકનિક છે.

હેલ્થ

જાણો દેશમાં અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી અને કેટલા લોકોને થઈ સાઇડ ઇફેક્ટ

Chintan Mistry

Published

on

વૈશ્વિક કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં 16મી જાન્યુઆરીથી દેશવ્યાપી રસીરકણ અભિયાન છેડવામાં આવ્યુ હતું. કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં સ્વાસ્થ કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ સહિત 30 કરોડ લોકોને ફ્રી વેક્સીન લગાવવાનો લક્ષ નક્કી કર્યો હતો.

આ વિશે માહિતી આપતાં સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4,54,000થી વધુ લોકોને કોરોના વાયરસ સામે રસી લગાવવામાં આવી હતી. આ સંદર્ભે વિગતવાર માહિતી આપતાં હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યુ કે, દેશમાં કુલ 4,54,049 લોકોને રસી લગાવવામાં આવી છે. જે પૈકી અત્યાર સુધી માત્ર 0.18 ટકા લોકોને સાઈડ ઈફેક્ટ થયાનું સામે આવ્યુ છે.

જ્યારે રસીકરણના પહેલા દિવસે વિશ્વમાં સૌથી વધુ રસી ભારતમાં લગાવવામાં આવી હતી. આ માટે દેશમાં 3500 રસીકરણ કેન્દ્રો સક્રિય છે. રાજેશ ભૂષણે જણાવ્યું કે રસીકરણના પહેલા દિવસે લક્ષદ્વીપ, સિક્કિમ, ઓડિશા, અંડમાન-નિકોબાર દ્વીપ, તેલંગાણા, દાદરા નાગર હવેલી, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પહેલેથી નક્કી કરાયેલા લક્ષથી અનેકગણા વધુ લોકોને રસી લગાવવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, તમિલનાડુ, પુડુચેરી અને પંજાબમાં 40 ટકાથી ઓછુ રસીકરણ થયુ છે.

Continue Reading

નેશનલ

કોરોના વેક્સિનેશનના લીધે દેશના સૌથી મોટા અભિયાન પર લાગી રોક

Chintan Mistry

Published

on

દેશમાં 16 જાન્યુઆરીથી થનાર વેક્સિનેશન અભિયાન શરુ થઇ ગયું છે. એની અસર દેશમાં ચાલી રહેલ અન્ય અભિયાનો પર પણ પડી રહી છે. ત્યારે 17 જાન્યુઆરીએ થનાર પોલિયો રસીકરણ દિવસને આગળ વધારી દેવામાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ અનપેક્ષિત ગતિવિધિઓના કારણે 17 જાન્યુઆરી 2021થી પોલિયો એનઆઈડી(રાષ્ટ્રીય રસીકરણ દિવસ) રદ કરી દેવામાં આવ્યો છે. આવતા આદેશ સુધી આ રસીકરણ અભિયાન પર રોક ચાલુ રહેશે.

આ આદેશમાં પોલિયો રસીકરણ કાર્યક્રમને રદ્દ કરવાનું સ્પષ્ટ કારણ આપવામાં નથી આવ્યું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અનિવાર્ય સંજોગોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોગ્ય વિભાગની જે ટીમ પોલિયો રસીકરણ અભિયાનમાં લાગી હતી તેને હવે કોરોના રસીકરણના કામમાં લગાવવામાં આવશે. પોલિયો રસીકરણમાં લાગેલી ટીમ પાસે આ દિશામાં કામ કરવાનો લાંબો અનુભવ પણ છે. જોકે, રાજ્યોને આ આદશની કોપી નથી મળી જેમાં પોલિયો કાર્યક્રમ રદ્દ કરવાની વાત કહેવામાં આવી છે.

Continue Reading

હેલ્થ

કોરોનાના ઉદ્ભવ સ્થાન વુહાન જશે WHOની ટીમ, ગુરુવારે પહોંચશે વુહાન

Chintan Mistry

Published

on

– સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવનાર કોરોના વાયરસના મૂળિયા શોધવા હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ કામે લાગી છે. આખરે કોરોના મહામારીના એપીસેન્ટર એવા ચીનના વુહાન શહેરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોની ટીમ ગુરુવારે કોરોનાના ઉદ્ભવ અંગેની તપાસ કરવા પહોંચશે તેમ ચીને જણાવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને જણાવ્યું હતું કે, ગુરુવારે હૂના નિષ્ણાતો વુહાન આવશે. જો કે તેમના કાર્યક્રમની અન્ય વિગતો ચીન દ્વારા જાહેર કરવામાં આવી નહતી. ચીન સરકારના રાષ્ટ્રીય આરોગ્ય પંચે પણ વધુ વિગતો જણાવી નથી.

ચીન દ્વારા ભારે આનાકાનીના અંતે નિષ્ણાતોને તપાસ માટે મંજૂરી આપવામાં આવી છે સૂત્રોના મતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોની ટીમ મહિનાઓ સુધી વુહાનમાં રોકાઈ શકે છે. ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ એધેનોમ ઘેબ્રેયેસસે ગત સપ્તાહે નિષ્ણાતોની ટીમને અંતિમ મંજૂરી આપવા વધુ સમય લેવાતો હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમ વુહાનમાં જે સ્થળે કોરોના વાયરસનો સૌપ્રથ કેસ નોંધાયો ત્યાં જઈને વાયરસના મૂળ જાણવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અગાઉના કેસોમાં સંક્રમણની સ્થિતિ વિશે પણ ટીમ તપાસ કરશે.

Continue Reading
બજેટ 202151 mins ago

બજેટ 2021 : 20થી વધુ પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યૂટીમાં મૂકાશે કાપ

નેશનલ2 hours ago

કોરોનાને લઈ નવી ગાઈડલાઈન જાહેર : હવેથી સિનેમાઘરોમાં 50 ટકાથી વધુ પ્રશંસકો બેસી શકશે

ગુજરાત3 hours ago

ક્યાં છે ગુજરાતમાં દારુબંધી? હોમગાર્ડના જવાનો જ દારુની મસ્તીમાં ટૂન થઈ કરી રહ્યા છે પાર્ટી

એન્ટરટેનમેન્ટ3 hours ago

વિવાદાસ્પદ વેબ સિરીઝ તાંડવના મેકર્સ-કલાકારોને સુપ્રીમ તરફથી મોટો ઝટકો

ગુજરાત7 hours ago

ગુજરાતમાં હજી ઠંડી મચાવશે કહેર

અમદાવાદ9 hours ago

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

નેશનલ10 hours ago

દિલ્હીમાં હિંસક પ્રદર્શનને જોતા પેરા મિલ્ટ્રી ફોર્સની વધુ 15 ટુકડીઓ તૈનાત કરાઈ

જાણવા જેવું1 day ago

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ!

ગેજેટ3 weeks ago

વ્હોટ્સએપ 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કરે છે કલેક્ટ

ગેજેટ3 weeks ago

Accept કરો નહી તો Whatsapp એકાઉન્ટ ડીલીટ થઈ જશે

વર્લ્ડ3 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો વધતા આ દેશમાં લગાવાયું લોકડાઉન….

એન્ટરટેનમેન્ટ3 weeks ago

મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગોરખધંધો કરતા પકડાઈ સાઉથની આ હોટ એક્ટ્રેસ

નેશનલ4 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનને લઈ હડકમ્પ, ભારતે યુકેથી આવતી ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

એન્ટરટેનમેન્ટ4 weeks ago

સુપરસ્ટાર રજનીકાંતે પોતાની બિમારીને ભગવાનની ચેતવણી ગણાવી….અને કહ્યું….

જાણવા જેવું2 weeks ago

લો બોલો…. મંદિરની બહાર ભક્તોને આશીર્વાદ આપે છે કુતરું

અમદાવાદ5 days ago

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.