Connect with us

છોટાઉદેપુર

નસવાડીમાં દંપત્તિએ નહેરમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું

Published

on

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરીપુરા વદેસીયાના દંપત્તિને લગ્ન જીવનના બે વર્ષ પછી ઘણી દવાઓ પછી  સંતાન પ્રાપ્તિની કોઈ આશાનું કિરણ ના દેખાતા નર્મદાની મુખ્ય નહેરમાં ઝંપલાવી જીવન ટૂંકાવી દીધુ હતું. દંપત્તિએ શુક્રવારની સાંજે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હોવાની માહિતી મળ્યા બાદ તેમના મૃતદેહને શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે બે દિવસ બાદ દંપત્તિના મૃતદેહ બરોલીની મેઈન કેનાલના ગેટ પાસેથી મળી આવ્યા છે. આ અંગેની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.  સુત્રોના જણાવ્યા મુજબ, છોટાઉદેપુરના નસવાડીના હરીપુરા વદેસીયા ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા કમલેશ સુરેશભાઇ ભીલના લગ્ન કુસુમ ભીલ સાથે બે વર્ષ અગાઉ થયા હતા.  દંપત્તિ કાઠિયાવાડમાં મજુરી કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતુ હતું. તેમના જીવનમાં સંતાનની ખોટ ના પુરાતા તેઓએ ઘણી જગ્યાએ દવા અને દુઆઓ કરી હતી. જેના કારણે તેમણે નર્મદાની મુખ્ય કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં ભૂસ્કો મારી મોત વ્હાલૂ કર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. હાલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

ભાજપના ધારાસભ્યએ મતદારને જ ખખડાવ્યો, વીડિયો થયો વાયરલ

Published

on

ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વધુ એક ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. પ્રજાના સવાલ ઉપર ભડકતા ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલ વીડિયો સંખેડાના ભાજપ ધારાસભ્ય અભેસિંહ તડવીનો હોવાનું જાણવા મળ્યુ છે.

મળતી માહિતી મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી ઉગ્ર થઈ ગયા હતા. પ્રજાનો અવાજ દબાવતા હોય તેમ અવાજ બંધ કરવા જણાવ્યું હતું. આવાસનો સવાલ પૂછતાં ઉગ્ર થઈ સવાલ કરનારને ધારાસભ્યએ તગેડી મૂક્યો હતો. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય મતદારોને કહી રહ્યા છે કે, અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવાનો સમય હવે તમારો છે તેમ અભેસિંહે જણાવ્યું હતું. મત નહિ મળે તો મને ફેર પડવાનો નથી, તેમ પણ ધારાસભ્યએ કહ્યું હતું.

મહત્વનું છે કે, આ વીડિયો નસવાડી તાલુકાના હરિપુરા ગામનો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. એક તરફ મુખ્યમંત્રીએ ધારાસભ્યોને વિનમ્રતા દાખવવા ટકોર કરી છે, ત્યારે બીજી તરફ સંખેડાના ધારાસભ્ય આ ટકોરને ઘોળી પી રહ્યા છે

Continue Reading

ગુજરાત

બોડેલીનું બાંડી ગામ બન્યું યોગીનગર…

Published

on

યોગીએ ગોંડલને ગોકુળ બનાવ્યું રે ગોકુળ બનાવ્યું….આ કિર્તનની કડીની જેમ યોગીજી મહારાજે ના માત્ર સૌરાષ્ટ્ર પણ ગુજરાતના ઘણા ગામડાઓમાં જઈ જઈ આ ગામડાઓને પણ સત્સંગના રંગે રંગી ગોકુળ બનાવ્યુ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ચોથા આધ્યાત્મિક વારસદાર યોગીજી મહારાજના નામે વધુ એક ગામનું નામ રાખવામાં આવ્યુ છે. બોડેલી તાલુકાના બાંડી ગામને હવેથી યોગીનગર તરીકે લોકો ઓળખશે.

જેનું નામકરણ હાલમાં જ કરવામાં આવ્યુ હતું. વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરીના રોજ બોડેલી તાલુકાના બાંડી ગામનું નામકરણ યોગીનગર કરવામાં આવ્યું. જેના નામકરણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના હરિભક્ત અને ઓએનજીસીમાં ફરજ બજાવતા અમદાવાદના ગોપાલભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા.

(ગામ સરપંચ નંદલાલ સાથે ગોપાલભાઈ સુથાર)

બોડેલી સ્થિત બીએપીએસ મંદિરના સંતોના માર્ગદર્શન દ્વારા બાંડી ગામ હવે યોગીનગર તરીકે ઓળખાતુ થયુ છે. બાંડી ગામના સ્થાનિક રહેવાસી નગીનભાઈ રાઠવા જે પોતે એસઆરપી વિભાગમાં ફરજ બજાવે છે તેઓ પોતે પણ આ નામકરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ત્રણ ગામના ભિંડોલ, ધરોલીયા અને બાંડી (યોગીનગર) ગામના સરપંચ નંદલાલભાઈ હિમ્મતભાઈ કોળી સહિતના ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ, સ્વામિનારાયણ ધૂન બોલાવી ઠાકોરજીની મૂર્તિ સાથે રાખી ગામનું નામકરણ કરવામાં આવ્યુ હતું. 1 હજારની વસ્તી ધરાવતું આ ગામમાં હાલ મોટાભાગના લોકો નિર્વ્યસની છે.  મહત્વનું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના છઠ્ઠા વારસદાર એવા બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજે બોડેલી તાલુકાના આદિવાસી વિસ્તારમાં વિચરણ કરીને હજારો આદિવાસી લોકોને વ્યસન મુક્ત કરી નિર્વ્યસ્ની બનાવ્યા તેમજ માંસાહાર કરતા લોકોને શાકાહારી બનાવી ભગવાનના માર્ગે વાળ્યા હતા.

Continue Reading

ગુજરાત

ગુજરાતની બે વર્ષની આયેશાએ કોરોનાને હરાવ્યો

Published

on

જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની ઝપેટમાં આવ્યુ છે..ત્યારે ભારતમાં પણ કોરોનાના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોનો આંકડો 2200 ઉપર પહોંચી ગયો છે. લોકોમાં એક પ્રકારે ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની બે વર્ષની બાળકીએ કોરોનાને હરાવીને એ સાબિત કર્યું છે કે આ વાયરસને હરાવવો મુશ્કેલ નથી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરની 2 વર્ષની આયશાનો થોડા દિવસ અગાઉ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈ તેને વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં તેનો રિપોર્ટ નેગેટીવ આવતા 2 વર્ષની આયેશાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બાળકી આયેશા આજે કોરોના મુક્ત થઇ છે..આયેશાના દાદા અને અન્ય પરિવારના સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આયેશામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.

ત્યારબાદ તેને નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સારવાર આપવામાં આવી હતી. ત્યારે આખરે તેના રીપોર્ટ નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.  આયેશાને  હોસ્પિટલમાંથી રજા મળતા હોસ્પિટલના તબીબો તેમજ સ્ટાફે પણ પણ આનંદની લાગણી અનુભવી હતી..

Continue Reading
Mehsana: Lalji Patel issued a statement regarding the resignation of Hardik Patel
મહેસાણા14 hours ago

મહેસાણા- હાર્દિક પટેલના રાજીનામાં મામલે લાલજી પટેલે નિવેદન આપ્યું

Mehsana- Mehsana Youth Congress workers surrounded the office
મહેસાણા15 hours ago

મહેસાણા- મહેસાણા યુવક કોંગ્રસના કાર્યકરોએ કચેરીનો ઘેરાવ કર્યો

Patan- Viranjali program will be held saluting the martyrdom of Veer Krantikaris
પાટણ15 hours ago

પાટણ- વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાશે

Patan- Patan's Cong MLA Kirit Patel reacted to Hardik
પાટણ15 hours ago

પાટણ- પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે હાર્દિકને લઈ આપી પ્રતિક્રિયા

Jamnagar- General Duty Assistant course started at Jamnagar ITI
જામનગર15 hours ago

જામનગર- જામનગર આઈ.ટી.આઈ.ખાતે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્ષ શરૂ કરાયો

Banaskantha- Banaskantha LCB caught Worli Matka gambler
બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા- બનાસકાંઠા LCB એ વરલી મટકાનો જુગાર પકડી પાડ્યો

Panchmahal- Free Diagnosis Camp was held at Shreeji Hospital in Halol
પંચમહાલ15 hours ago

પંચમહાલ- હાલોલમાં આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Panchmahal- Rudrayagna organized at Halol Shri Vadinath Mahadev Temple
પંચમહાલ15 hours ago

પંચમહાલ- હાલોલ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે રૂદ્રયજ્ઞનું આયોજન

Serious accident near Bhukri crossroads of Amreli-Dhoraji
અમરેલી2 weeks ago

અમરેલી-ધોરાજીના ભૂખી ચોકડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત

Google Policy: Users can now request the removal of their personal information from Google search results
વર્લ્ડ3 weeks ago

ગૂગલ પોલિસી: હવે વપરાસ કરતાં પોતાની ખાનગી માહિતી ગૂગલ સર્ચ રિઝલ્ટમાથી કાઢવાની રિકવેસ્ટ કરી શકશે

Naresh Patel was seen with BJP leaders in Jamnagar
જામનગર2 weeks ago

જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા નરેશ પટેલ

Alcohol seized in a truck parked in the parking lot of Bharuch-Hotel
ભરુચ2 weeks ago

ભરુચ-હોટલના પાર્કિંગમાં ઊભા ટ્રકમાં પકડાયો દારૂ

Former minister Jayesh Radadia showered rupee in Rajkot-Lok Diara
રાજકોટ3 weeks ago

રાજકોટ-લોક ડાયરામાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયાનો વરસાદ કર્યો

These serious illnesses can occur before drinking water in a hot plastic bottle
ઇન્ડિયા3 weeks ago

ગરમીમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પહેલા ચેતજો નહીતર આવી શકે છે આ ગંભીર બીમારીઓ

પંચમહાલ3 weeks ago

પંચમહાલ-પાવાગઢ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો

Video of Dalamaththa Singh strolling all summer in Amreli goes viral
અમરેલી1 week ago

અમરેલી-ભર ઉનાળે ડાલામથ્થા સિંહે લટાર મારતો વિડીયો વાયરલ

Trending