તાજેતરની ICC ODI બેટ્સમેનની રેન્કિંગમાં ત્રણ ભારતીય બેટ્સમેન ટોપ-10માં સામેલ છે. શુભમન ગિલ બીજા સ્થાને પહોંચી ગયો છે જ્યારે રોહિત શર્મા 9મા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી આઠમા નંબર પર છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હજુ પણ નંબર-1 ODI બેટ્સમેન છે. બાબર આઝમના ખાતામાં 863 રેટિંગ પોઈન્ટ છે જ્યારે શુભમન ગિલના ખાતામાં 759 રેટિંગ પોઈન્ટ છે. લોકેશ રાહુલને પણ ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે 37માં નંબર પર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે લોકેશ રાહુલ IPL 2023માં ઈજાગ્રસ્ત થયો હતો અને લાંબા સમય બાદ એશિયા કપથી વાપસી કરી રહ્યો છે. ભારતીય બેટ્સમેનોએ 10, 11 અને 12 સપ્ટેમ્બરે સતત ત્રણ દિવસ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. ભારતીય બેટ્સમેનોને રેન્કિંગમાં પાકિસ્તાન અને પછી શ્રીલંકા સામે પણ મજબૂત બેટિંગનો ફાયદો મળ્યો છે.
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. વોર્નર એક સ્થાનના કૂદકા સાથે ચોથા સ્થાને આવી ગયો છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને પણ એક સ્થાનનો ફાયદો થયો છે અને તે સાતમા નંબરે આવી ગયો છે. ઈશાન કિશનને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે 22માં નંબર પર આવી ગયો છે.
બોલરોની વાત કરીએ તો કુલદીપ યાદવ સાતમા સ્થાને પહોંચી ગયો છે જ્યારે મોહમ્મદ સિરાજ 9મા સ્થાને છે. કુલદીપે આ બે મેચમાં કુલ નવ વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેડલવુડ નંબર-1 ODI બોલર યથાવત છે. લાંબા સમય બાદ વન-ડે ઈન્ટરનેશનલમાં વાપસી કરી રહેલા જસપ્રીત બુમરાહને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે અને તે બે સ્થાનના ફાયદા સાથે 27માં નંબર પર પહોંચી ગયો છે.