Connect with us

જુનાગઢ

જૂનાગઢ-વર્ષોથી મંજુર થયેલ પુલનું કામ શરુ કરવા લોકમાંગ

Published

on

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગઈ કાલે વરસાદ થતા ચાંચવા, જેતખમ્બ સહિતના વિસ્તારના લોકો એ રસ્તો બંધ થયો હતો. રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે પુલનું કામ ચાલુ કરવા લોકમાંગ ઉઠી છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ચાંચવા, જેતખમ્બના રહેવાસીઓએ દર વરસાદ વખતે હાલાકી ભોગવવી પડે છે. જેવુ થોડો વધારે વરસાદ થાય ત્યા જેતખમ્ભ અને ચાંચવા જતા રસ્તા પરથી પસાર થતી પાણીની વેણ ભરાઈ જાય છે. અને રસ્તો બંધ થઈ જાય છે, જેને લીધે ત્યાં રહેતા લોકોએ એક જ તરફ રહેવાનો વારો આવે છે. આ વિસ્તારમાં રહેતા લોકોએ આ સમયે કોઈ બીમાર પડે તો દવાખાને જવા માટે કોઈપણ વાહન જઇ ના શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

જ્યારે રસ્તો બંધ થાય ત્યારે લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ મુશ્કેલી સર્જાય છે. અને આ સમયે વીજ સમસ્યા સર્જાયતો વિજકર્મીઓ પણ આવી શકતા નથી. આ વિસ્તારોમાં બે શાળાઓ આવેલી છે. પરંતુ પાણી ભરાવવાને લીધે શિક્ષકો શાળાએ પહોંચી શકતા નથી. પરિણામે બાળકોનું શિક્ષણ બગડે છે. આ વિસ્તારમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલ મંજુર થયો છે. પરંતુ તંત્રની અને ચૂંટાએલા પ્રતિનિધિઓને લીધે વર્ષો થયા છતાં, કામ શરૂ કરવામાં આવતું નથી. આ પુલનું કામ તાત્કાલિક શરૂ થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જુનાગઢ

જુનાગઢ-ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી

Published

on

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરમાં અલગ અલગ સ્થળો પર ગણેશ ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે ગણેશ ચતુર્થીની તિથિ મુજબ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામા આવી જેમા લાલજી મંદિર, લીમડા ચોક, ધોબી વાડા, સલાટ વાડા, કોળી વાડા, વાલ્મીકિ વિસ્તાર, માત્રી મંદિર વિસ્તાર, સતીમાં ડેરી પાસે સહિત ના અલગ અલગ વિસ્તારો સહીત અનેક પરીવારોએ શ્રદ્ધાભેર પોતાના ઘરોમાં પણ મૂર્તિનું સુંદર સુશોભન મંડપ ડેકોરેશન સાથે સ્થાપન કરવામા આવી છે.

માંગરોળમાં વિવિધ વિસ્તારોમાં સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે ભાવપૂર્વ ગણેશ દાદાનો ઉત્સવ ઉજવવા ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ રોજ ભાજપના કેન્દ્રીય આગેવાન વેલજીભાઇ મસાણી, વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી એ પણ તમામ ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગણેશ મહોત્સવની શરૂઆત મહારાષ્ટ્રના લોકમાન્ય તિલક દ્વારા હિન્દૂ સમાજના લોકોને ભેગા કરવા માટે એકતા કેળવાય તે હેતુથી કરી હતી. ત્યારે ગુજરાતીઓએ પણ દેશભરમાં આ મહોત્સવને અપનાવી લીધો હતો. અને દેશ ભરમાં ગણપતિ બાપા મોરીયાના નાદ ગુંજી ઉઠયા છે. બે વર્ષ પછી ફરીથી ગણેશ ઉત્સવ ઉજવાતા લોકોમાં ખુબજ હર્ષની લાગણી અનુભવાય રહ્યો છે.

Continue Reading

જુનાગઢ

જુનાગઢ : એકતા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ લોકો ફોર્મ ભરવાનો કેમ્પ યોજાયો

Published

on

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ઘાંચી સ્વયં સેવક સંઘ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત ફોમ ભરવા તેમજ માહિતી આપવા માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં દિવ્યાંગ લોકો માટેના સાધન ની સહાય ના ફોમ ઓનલાઇન ફ્રી સેવા કરી ફોમ ભરવામાં આવ્યા હતા તેમજ આ સિવાય દિવ્યાંગ જનોને એસ ટી રેલવે પાસ વિકલાંગ સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવું તે બાબતે માહિતી આપવામાં આવી હતીઆ કેમ્પ માં દિવ્યાંગ યોજના ઓની માહિતી સબ્બીર ભાઈ અમરેલીયા દ્વારા આપવામાં આવી હતી,

આ કેમ્પ માં પાલિકા પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા શહેર પ્રમુખ હારૂન જેઠવા, ફારૂક ચુડલી, દાઉદ કાદુ, મોલાના હાસીમ સહિતના લોકોએ હાજરી આપી હતી, આ કેમ્પ સફળ બનાવવા હાફિઝ અય્યુબ બાંગરા, કાશીબ શમા ,હાફિઝ મૂસા ખાદીમ, યાસીન રમદાણ સહિત ના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી

Continue Reading

જુનાગઢ

જુનાગઢ : માંગરોળના શેરીયાજ ગામે પાણીના સ્ટેન્ડ રાખવા બાબતે માથાકૂટ

Published

on

માંગરોળ ના શેરીયાજ ગામે પાણીના સ્ટેન્ડ રાખવા બાબતે માથાકૂટ મા જ્ઞાતી પ્રત્યે હડદૂત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છેજૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના હરસુખભાઈ વાલાભાઈ મકવાણાએ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ માંથી પ્રાપ્ત માહિતી મુજબ આશરે આઠેક મહિના પહેલા આરોપી ભાવેશ દેવાભાઈ ચુડાસમા અને રામભાઈ દેવાભાઈ ચુડાસમા સાથે ફરિયાદીના મકાનના બહાર પાણીનું સ્ટેન્ડ રાખેલું હતું

બાબતે ખાર રાખી બંને આરોપીઓ એ ત્યાં આવી જ્ઞાતિ વિશે હડડૂત કરી ઢીકા પાટુ નું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીને મારમારતા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવતા. આગેવાનો ને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી અવ્યા હતા. તેમજ ફરિયાદીના માથાના ભાગે અને મોઢામાં પર માર મારી દાઢ પાડી નાખતા મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. પોલીસે એસ્ટ્રોસીટી એકટ સહિતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.