Connect with us

અમરેલી

અમરેલી-જાફરાબાદ પંથકમા મેઘો મહેરબાન

Published

on

ચોમાસાની સીઝન પૂર્ણ થવાની આરે છે, અને વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. જેને કારણે ખેડૂતોને નુકશાન થવાની ભીતિ હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખેડૂતોમાં વધુ ચિંતા જોવા મળીરહી છે. અમરેલી જિલ્લના જાફરાબાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના નાગેશ્રી મીઠાપુર દુધાળા સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન બન્યો છે. ત્યારે ભર ભાદરવામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. ભાદરવામાં થતા રોકડિયા પાક બાજરી, તલ, મગ, અડદ તેમજ મગફળીના પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કોરોના કાળે તબાહી સર્જી હતી. ત્યારબાદ વાવાઝોડાએ પણ વિનાશ સર્જ્યો હતો. ત્યારબાદ ભર ભાદરવે વરસાદ થતાં ખેડૂતો પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમરેલી

અમરેલી-જાફરાબાદની બે બોટ દરિયામાં ફસાઈ

Published

on

રાજ્યમાં ભારે વરસાદમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં હજુ વધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે દરિયામાં ગયેલ માછીમારોને દરિયામાંથી પાછા ફરવા સુચના આપવામાં આવી છે. ત્યારે ઘણી બોટો પરત ફરી ચુકી છે. ત્યારે જાફરાબાદની 2 બોટ ટેકનિકલ ખામી સર્જાતા દરિયામાં બંધ થઈ છે. જાફરાબાદના દરિયામાં 62 નોટીકલ માઇલ દુર બંધ થતાં 16 ખલાસી મહા મુસીબતમાં ફસાયા છે.

ખલાસીઓને બચાવવા માટે કોળીસમાજના બોટ એસોસિયેશન પ્રમુખ હમીરભાઇ સોલંકી દ્વારા નવી કોસ્ટ ગાર્ડ અને મરીન વિભાગને ટેલિફોનીક જાણ કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે બંને બોટમાં સવાર ૧૬ ખલાસીઓને બચાવી લેવા જાણ કરાઈ છે. હાલ મળતી માહિતી મુજબ બંને બોટમાં પાણી ભરાઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે.

Continue Reading

અમરેલી

એલ આઈ સી એજન્ટોનો સેમીનાર યોજાયો

Published

on

અમરેલી અવધ હોટલ ખાતે એલ.આઈ.સી.ના એજન્ટનો સેમિનાર યોજાયો હતો. એલ.આઇ.સી.ની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કિરીટભાઈ જીવાણીને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. અમરેલ શહેર ખાતે આવેલ અવધ હોટેલ ખાતે એલ.આઈ.સીના એજન્ટોને એલ.આઇ.સી.ની વિવિધ યોજનાઓની માહિતી મળે તેવા હેતુ અન્વયે એક સેમીનાર યોજાયો હતો. સમગ્ર સેમીનાર એલ.આઈ.સીના બ્રાન્ચ મેનેજર દિલીપભાઈ સોરઠીયાના માર્ગ દર્શન હેઠળ યોજવામાં આવેલ હતો.

આ તકે એલ આઈ સીના ડેવલોપમેન્ટ ઓફિસર દેવદત્તભાઈ જાની દ્વારા એજન્ટોને વિવિધ યોજનાઓની માહિતીથી સમજુતી આપવામાં આવી હતી. અમરેલી એલ.આઈ.સીના બ્રાન્ચ મેનેજર દિલીપભાઈ સોરઠીયા અને સહાયક ઓફિસર ગિરિસભાઈ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એલઆઈસી એજન્ટ તરીકેની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કિરીટભાઈ જીવાણીને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતી.

Continue Reading

અમરેલી

અમરેલી : અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા

Published

on

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ફેસબુકના માધ્યથી ઓનલાઈન ફ્રોડ કરનાર 3 આરોપીને ઝડપી પાડ્યા છે ત્યારે આ આરોપીઓ દ્વારા ફેસબુક આઈડી હેક કરી ફેસબુક ફ્રેન્ડ્સ પાસેથી પૈસાની જરૂરિયાત હોવાની વાત કરી UPIની માઘ્યમથી નાણાં ટ્રાન્સફર કરી ફ્રોડ આચરતા હોય જો કે અમરેલી પોલીસ દ્વારા ગુન્હામાં વપરાયેલ મોબાઈલ મોબાઈલ નંબર અને બેન્ક ખાતા નંબરના આધારે પોલીસે પ્રીતેશ પ્રજાપતિ , અક્ષય છેતરિયા,જગદીશ છેતરિયા સહિત 3 આરોપીઓને ઝડપી પાડી અમરેલી અને જૂનાગઢના મળી કુલ 3 ગુન્હાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે

અને આરોપીઓ પાસેથી 2 ગુન્હાઓની કુલ 22 હજારની રકમ પણ રિકવર કરી 3 પકડાયેલા આરોપોઓમાંથી 1 આરોપી ખેડા અને 2 આરોપીઓ દ્વારકા જિલ્લાના રહેવાસી છે….આ ગુન્હાહિત ગુન્હામાં સંકળાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીઓ અન્ય જિલ્લાઓમાં પણ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.