Connect with us

Uncategorized

મહેસાણા : મહેસાણામાં વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Avatar

Published

on

મહેસાણા સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યુ છે. મહેસાણામાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને લઈ મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વેપારીઓની બેઠક મળી હતી. જેમાં મહેસાણા શહેરમાં 30 એપ્રિલ સુધીના તમામ શનિવાર અને રવિવારના દિવસ તમામ બજારો બંધ, જ્યારે સાંજે 6 વાગ્યા પછી સંપૂર્ણ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ, મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધતાં ટાઉન હોલ ખાતે વહેપારીઓ અને પાલિકાના સત્તાધીશોની બેઠક મળી હતી.

 

મિટિંગ દરમિયાન મહેસાણા શહેરમાં સંક્રમણની ચૈન તોડવા તમામ નાના મોટા વહેપારીઓએ શનિવાર અને રવિવાર આમ બે દિવસ તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા બાદ તમામ બજારો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ મહેસાણા શહેરમાં રવિવારના દિવસે ભરાતું ગુજરી બજાર પણ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

અમરેલી : ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું

Avatar

Published

on

એક તરફ ગુજરાત અમરેલીમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ અમરેલી જિલ્લામા વરસાદી માવઠાના કારણે ખેડુતો ની મુશ્કેલી વધી છે. ત્યારે ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં ભાડ, વાંકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. તો બીજી બાજુ નાનુડી આસપાસના ગામોમા વરસાદના કારણે ખેડૂતોમાં  ચિંતા પણ વધી છે. જ્યારે કોરોના મહામારીના સમયે લોકોના જીવ તાળવે ચોટયા છે

તો કેટલાક લોકો એ જીવ છોડી દીધા છે. એવા જ સમયે ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. એક મહિનામાં ત્રીજી વખત કમોસમી વરસાદ વરસ્યોઅમરેલી જિલ્લામા 1 માસમા સતત ત્રીજી વખત કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જે ખેડૂતોએ ઉનાળું પાકનું વાવેતર કર્યું છે તેના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને ખેડૂતોએ કરેલા ઉનાળુ તલ, બાજરી, જુવાર અને શાકભાજી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Continue Reading

Uncategorized

અમરેલી : બગસરા નગરપાલિકા અને મામલતદાર એક્શન મોડમાં, માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી

Avatar

Published

on

બગસરા નગરપાલિકા અને મામલતદાર ઓફીસના સંયુક્ત ટીમ દ્વારા હોસ્પિટલ રોડ ઉપર કોરોના વાયરસને ધ્યાને રાખી માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.અમરેલીના બગસરા શહેર અને તાલુકામાં વધતા જતા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખી બગસરા નગરપાલિકા અને મામલતદાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા.

જેમાં  બગસરા મામલતદાર ઓફીસ અને નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા હોસ્પિટલ રોડ ઉપર કોરોના વાયરસને ધ્યાને રાખી માસ્ક વગર ફરતા લોકોને અનેક વખત સમજૂતી કરવામાં આવી હોવા છતાં માસ્ક ન બાંધતા હોય તેવા લોકો સામે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદિત નસીત તેમજ નાયબ મામલતદાર વિસાણી, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ મકવાણા સહિત અધિકારીઓની  ઉપસ્થિતિમાં હોસ્પિટલ રોડ ઉપર કોરોના વાયરસની મહામારી વચ્ચે માસ્ક  વગર ફરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Continue Reading

Uncategorized

સાબરકાંઠા : વધતા કેસોને લઈને બેડ વધારવાની કાર્યવાહી હાથ ધરાઈ

Avatar

Published

on

સમગ્ર ગુજરાતમાં કોરોના પ્રતિદિન નવા શિખરો સર કરી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અનેક જીલ્લામાં  કોરોના દર્દીઓ માટે બેડની અછત વર્તાઈ રહી છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં વધતા કેસોને લઈને બેડ વધારવાની કાર્યવાહી હાથ ધરાઈ  ધરવામાં આવી છે. તેવામાં  હિમતનગરની જૂની સિવિલ હોસ્પિટલમાં ૭૦ બેડ વધારાયા છે. જૂની સિવિલમાં કલેકટરની સુચના અનુસાર ૭૦ બેડ તૈયાર કરવા તજવીજ હાથ ધરાઈ છે

જેમાં ઓક્સિજન સાથેની ૭૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે તો બીજી બાજુ અગામી દિવસમાં જૂની સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ બેડની ક્ષમતા કરવામાં આવશે. તો જીલ્લમાં વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના ૨૦ બેડ ઓક્સિજન સાથે ફાળવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની નવી લહેર ભયાવહ સ્થિતિનું નિર્માણ કર્યું છે. ત્યારે ૨૪ કલાકમાં જીલ્લામાં કુલ ૧૧૨ કોરોના પોઝીટીવ કેસો નોધાયા છે જેમાં ૨૧ દર્દીઓએ કોરોને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જયારે ૩ દર્દીનું મોત નીપજ્યું છે

Continue Reading
સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

રાજકોટ2 weeks ago

રાજકોટ : તરબૂચ અને સંતરાનું વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ2 weeks ago

રાજકોટ : જેતપુરમાં સેવાની જયોતઃ પોતાના બંગલામાં હોસ્પિટલ શરૂ કરી

પંચમહાલ2 weeks ago

પંચમહાલ : હાલોલમાં ૩૦ એપ્રિલ સુધી ૨ વાગ્યા પછી દુકાનો સંપૂર્ણ બંધ

પંચમહાલ2 weeks ago

પંચમહાલ : દૂકાનદાર-લારી- ગલ્લાધારકોનું આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું

બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : કોંગ્રેસના ધારાસભ્ય જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા

બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : મુખ્ય કોવિડ હોસ્પિટલ થઈ હાઉસફુલ

અમરેલી2 weeks ago

અમરેલી : બગસરા શહેરમા કોવિડ સેન્ટર શરૂ કરવા આપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી

બનાસકાંઠા4 weeks ago

બનાસકાંઠા : આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીની થશે શરુઆત

અમદાવાદ4 weeks ago

ગુજરાત : રેમડેસીવીર ઈન્જેક્શન લઈ દર્દી ઘરે જઈ શકશે, હવે 3 લેયર માસ્ક 1 રુપિયામાં મળશે

જામનગર4 weeks ago

જામનગર : જામનગરમાં રાત્રિ કર્ફ્યૂનું ચુસ્ત પાલન

ગુજરાત4 weeks ago

રેલવેના કોવિડ આઈસોલેશન કોચ ખાઈ રહ્યાં છે ધૂળ

સુરત4 weeks ago

સુરત : આવી તે કેવી કપરી સ્થિતિ કે વેન્ટિલેટર નથી મળતાં, સ્મીમેરમાં દર્દીઓને મલ્ટીલેવલ પાર્કિંગના બીજા માળે રાખવા પડ્યા

નેશનલ4 weeks ago

ધો-9 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના કરાશે પાસ

પાટણ4 weeks ago

પાટણ : કોરોનાનું સંક્રમણ વધતું જતાં હવે ઉછાળારુપ કેસને પગલે કોરોનાની બીજી લહેર ગંભીર સ્થિતિ ભણી આગળ વધી

Uncategorized4 weeks ago

મહેસાણા : મહેસાણામાં વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.