Connect with us

અમદાવાદ

સોલા વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા, લૂંટના ઈરાદે હત્યાની આશંકા

Chintan Mistry

Published

on

અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે શહેરીજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝમાં એનઆરઆઈ પટેલ દંપતીની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. થલતેજ વિસ્તારમાં હેબતપુર ચાર રસ્તા પર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.

શહેરના જાણીતા પટેલ પરિવારના બે સભ્યોની વહેલી સવારે લૂંટ- ચોરીના ઈરાદે ઘુસેલા શખ્સોએ હત્યા કરી હોવાની આશંકા છે. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, થલતેજ પાસે આવેલા શાંતિ પેલેસમાં વહેલી સવારે એક વૃદ્ધ દંપતીની હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ત્રણથી ચાર લોકો તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. સિનિયર સિટીઝનની આવી રીતે હત્યા કરવામાં આવે છે ત્યારે અનેક સવાલ ઊઠી રહ્યા છે.  બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.  મહત્વનું છે કે, મૃતક અશોક પટેલ અને જ્યોત્સનાબેન પટેલ ઘરે એકલા રહેતા હતા. પરિવારના અન્ય સભ્યો બહાર રહેતા હોવાનું સામે આવ્યું છે. અશોકભાઈનો પુત્ર ચાર-પાંચ વર્ષથી દુબઈ રહેતો હોવાના અહેવાલ સામે આવ્યા છે. વહેલી સવારે તેમના ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસની અલગ અલગ ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ

ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

Chintan Mistry

Published

on

અમદાવાદ સહિત રાજ્યભરમાં વધતા કહેર વચ્ચે રેમડેસિવીર ઈન્જેકશનનો સ્ટોક ખૂટી પડતા ઝાયડસ કંપનીએ વેચાણ બંધ કર્યું હતું. જેના કારણે કોરોનાના દર્દીઓના પરિવારની ચિંતામાં વધારો થયો હતો.

ત્યારે હવે આ ઇન્જેક્શનને લઈ  સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ઝાયડસ દ્વારા ફરીથી એકવાર રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રતિનિધિ દ્વારા ઝાયડસ સાથે વાતચીત કરાઇ હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ ઝાયડસ હોસ્પિટલથી ફરી ચાલુ કરવા અંગે મેં પંકજભાઈ સાથે વાત કરી છે અને બહુ જલ્દી આ વેચાણ વ્યવસ્થા પુનઃ ચાલુ કરવામાં આવશે.’ ફરી એકવાર ઝાયડસ દ્વારા રેમડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ શરુ કરવામાં આવશે તેવા અહેવાલ સામે આવતા કોરોનાના દર્દીઓના સગા સંબંધીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Continue Reading

અમદાવાદ

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય

Chintan Mistry

Published

on

અમદાવાદ શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા જે જગ્યા પર ભીડ એકત્ર થાય છે ત્યાં લારી ગલ્લા તેમજ દુકાનો બંધ કરાવામાં આવે છે.

ત્યારે મનપાના સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રમાણે, શહેરમાં જ્યાં સુધી કોરોના સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો જે લોકો આ આદેશનું પાલન નહીં કરે અને ગલ્લા ખોલશે તેમની સામે અમદાવાદ મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે.

મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મનપા એક્શનમાં આવી છે અને અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે શહેરના પાન-ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા છે.

Continue Reading

અમદાવાદ

કોરોનાને કારણે BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં 30 એપ્રિલ સુધી દર્શન બંધ

Chintan Mistry

Published

on

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતાં સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે. તેવામાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ પણ મોટો નિર્ણય લીધો છે.

અમદાવાદ શહેરમાં આવેલ શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અમદાવાદમાં આવેલ બીએપીએસ સંસ્થાના તમામ હરિમંદિરો પણ દર્શન માટે બંધ રહેશે.

બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામીની આજ્ઞાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 10 એપ્રિલ એટલે કે આજથી 30 એપ્રિલ શુક્રવાર સુધી શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને શહેરના બીએપીએસ સંસ્થાના હરિમંદિરો દર્શન માટે બંધ રહેશે. તેમજ 30 એપ્રિલ બાદ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આગામી નિર્ણય લેવામાં આવશે.  મહત્વનું છે કે, કોરોનાની મહામારી દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. જેના પગલે આ પહેલા સંસ્થા દ્વારા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

Continue Reading
અમદાવાદ8 hours ago

ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

અમદાવાદ9 hours ago

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર9 hours ago

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ, સત્તાનો સ્વાદ ચાખવા ઉમેદવારોએ જોવી પડશે રાહ

રાજકોટ10 hours ago

રાજકોટ : મોટી પાનેલીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસથી લોકોમાં ફફળાટ, વેક્સિનેશન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ મેદાને

રાજકોટ10 hours ago

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી, એમ્યુલન્સની લાંબી કતાર જોવા મળી

Uncategorized10 hours ago

જુનાગઢ : પોલીસ દ્વારા અલગ અલગ રસ્તા પર બેરીકેટ આડા રાખી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું

Uncategorized10 hours ago

મહેસાણા : મહેસાણામાં વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Uncategorized10 hours ago

જુનાગઢ : કેશોદ તાલુકાની ચર પે સેન્ટર શાળામાં વોલ પેઈન્ટીંગથી શાળા સુશોભિત બની

ગુજરાત4 weeks ago

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં હાથ ધરાશે ભરતી પ્રક્રિયા

અમદાવાદ4 weeks ago

અમદાવાદ : લોકડાઉનમાં સારી રીતે ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

અમદાવાદ3 days ago

અમદાવાદના Ultimus pedallers ગ્રુપ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

ગુજરાત3 weeks ago

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

વર્લ્ડ4 weeks ago

કોરોના કરતા વધુ ઘાતક હોઈ શકે છે “ડિસીઝ X “, અનેકના મોતની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

ગુજરાત3 weeks ago

ગુજરાત : માસ્કના દંડમાં જનતાને રાહત નહીં અને નેતાઓને રાહત અપાઈ…

અમદાવાદ4 weeks ago

પ્રચંડ ગરમીનો સામનો કરવા થઈ જાઓ તૈયાર… રાજ્યમાં 14 માર્ચથી પડશે કાળઝાળ ગરમી

અમદાવાદ3 weeks ago

લોકડાઉન અંગે મુખ્યમંત્રી રુપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.