પશ્ચિમ બંગાળમાં થયેલી વિધાનસભા પેટાચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. 30 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠક ભવાનીપુર, જંગીપુર અને શમશેરગંજ માટે મતદાન થયું હતું. હાલ મતગણતરી શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ તરફથી ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે ભાજપે તેમના વિરુદ્ધ પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બની રહેવા માટે મમતા બેનર્જીએ આ ચૂંટણી જીતવી જરૂરી છે.
ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા પેટાચૂંટણીમાં ભવાનીપુર બેઠકથી જીત મેળવી લીધી છે. તેમણે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને હરાવ્યા છે. 21 રાઉન્ડના અંતે મમતા બેનર્જીને 84,709 મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 26,320 મત મળ્યા છે. બારમા રાઉન્ડના અંતે મમતા બેનર્જીને 48,813 મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 13,843 મત મળ્યા છે. પશ્ચિમ બંગાળમાં 21 રાઉન્ડની મતગણતરી થશે. હાલ ટીએમસી ત્રણેય બેઠક જંગીપુર, ભવાનીપુર અને શમશેરગંજ પર આગળ છે. હાઈ પ્રોફાઈલ ભવાનીપુર બેઠક પર ટીએમસીના મમતા બેનર્જી 2799 મતથી આગળ છે.
નેશનલ: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા પેટાચૂંટણીમાં ભવાનીપુર બેઠકથી જીત મેળવી
Leave a comment
Leave a comment