હાલમાં કોરોના વાઈરસનાં કારણે સમગ્ર જગ્યાએ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકો ઘરમાં પોતાના પરીવાર સાથે સમય વિતાવી રહ્યા છે તો કેટલાક આર્ટ લવર્સ લોકડાઉનના સમયમાં પણ પોતાના આર્ટ સાથે જ જોડાયેલા છે. આવા જ એક અમદાવાદનાં આર્ટીસ્ટ છે નેહા પટેલ કે જેઓ છેલ્લા ઘણાં સમયથી આર્ટ ટોકરી આર્ટ એન્ડ ક્રાફ્ટનું ફર્મ ચલાવી રહ્યા છે. અને લોકોને અવનવી ક્રાફ્ટની વસ્તુઓ બનાવતા શીખવી રહ્યા છે.
નેહા પટેલે લોકડાઉનના સમયમાં ઓલ્ડ ન્યુઝ પેપર, કલર અને ફેવી કોલ ના ઉપયોગથી આફ્રીકન ડોલ, પેપર ફ્લાવર્સ, પેન સ્ટેન્ડ જેવી અનેક વસ્તુઓ બનાવી છે.
આ અંગે નેહા પટેલે જણાવ્યું કે, લોકડાઉનનાં સમયમાં મેં ન્યુઝ પેપરના ઉપયોગથી આફ્રીકન ડોલ, પેન સ્ટેન્ડ, ફોટફ્રેમ જેવા આર્ટ તૈયાર કર્યા છે. જે માત્ર ૪૫ થી ૫૦ મિનિટ જેટલા સમયમાં તેયાર થઈ જાય છે. અને ભવિષ્યમાં કોઈની બર્થ ડે હોય તો પણ ગીફ્ટમાં આપી શકાય તેવા ક્રાફ્ટ તૈયાર કર્યા છે. હાલમાં અન્ય લોકોને પણ હું વિડિયો કોલના માધ્યમ દ્વારા શીખવી રહી છું.
નેહા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મને બાળપણથી જ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ખૂબ જ રસ હતો અને જ્યારે પણ સમય મળતો ત્યારે હું તેમાં કંઈક ને કંઈક બનાવ્યા કરતી રહેતી હતી.. જે બાદ મારે આમાંજ આગળ કંઈક કરવું હતું તેથી મે યેશા પરીખ સાથે મળીને આર્ટ ટોકરી નામની આર્ટ એન્ડ ક્રાફ્ટની ફર્મ ઉભી કરી છે..જેમાં મારા પરીવારનાં લોકો પણ ખૂબ જ મદદરૂપ થઈ રહ્યાં છે.