Connect with us

વર્લ્ડ

લોહીનો સંબંધ ધરાવતી કાકીએ જ કર્યો દગો : ડ્રગ્સની ખેપ લઈ જવાના કેસમાં યુગલને ફસાવી દીધાં

Chintan Mistry

Published

on

પશ્ચિમ એશિયાઇના દેશ કતારમાં મુંબઇથી ગયેલા એક કપલને ડ્રગ્સ પેડલિંગના આરોપમાં દસ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ કેસને લઇને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો રાજનૈતિક ચેનલ્સ દ્વારા આ કપલને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કપલ 2019માં હનીમૂન મનાવવા માટે કતાર ગયું હતું. જ્યાં કતાર એરપોર્ટ પર સિક્યોરિટી ચેક પછી તેમની પાસેથી 4 કિલો હશીશ મળી આવતા કતારની ડ્રગ ઇનફોર્સમેન્ટ એજન્સીએ બંને પર ડ્રગ્સ તસ્કરીનો આરોપ મૂકીને તેમની ધરપકડ કરી હતી.

જોકે આ કેસમાં તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી છે જેમાં આ યુગલના લોહીના સંબંધે જ તેમને ફસાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.  આ ફિલ્મી પટકથા જેવી ઘટનાની શરૂઆત વર્ષ 2018થી થાય છે. જ્યારે મુંબઈમાં શરીક કુરેશીના ઓનિબા કુરેશીના નિકાહ થયા હતા. ઘર અને નોકરીની વ્યસ્તતાના કારણે આ કપલને હનીમૂન ટૂર માટેનો સમય મળ્યો ન હતો. થોડા મહિના બાદ આ નવયુગલે તેમનાં એક કાકી તબસ્સુમે પોતાના તરફથી ગિફ્ટ રૂપે પરાણે હનીમૂન પેકેજ પકડાવ્યું હતું. તબસ્સુમે તેમની સંમતિની રાહ જોયા વિના જ હોટલ, ફ્લાઇટ વગેરે બૂક કરાવી દીધાં હતાં અને હવે મારાં નાણાં વેડફાશે એમ કહી તેમને પરાણે હનીમૂન માટે ધકેલ્યાં હતાં. આ સાથે જ કાકીની કપટલીલાની શરૂઆત થઈ હતી. જેમાં બંનેને કતાર જવા માટે પ્લેનનું બુકીંગ મુંબઈના બદલે બેંગ્લોરથી કરાવવામાં આવ્યુ હતુ. બેંગ્લોર પહોંચ્યા બાદ શરીક અને ઓનિબાને એક હોટેલમાં રોકાણ કરાવ્યુ હતુ.

આ દરમિયાન તબસ્સુમે શરીકને એક બેગ આપીને તેને કતાર લઈ જવા કહ્યુ હતુ. શરીકે બેગમાં શું છે, તેવો સવાલ કર્યો તો કાકીએ તેમાં ગુટખાના પેકેટ છે, તે કતારમાં મળતા નથી એટલે લઈ જવા પડશે. આ બેગ એક સંબંધીને જ આપવાની છે, તેમ પણ જણાવ્યુ હતુ.  ત્યારબાદ બંને જણાં કતારના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતરાણ કર્યુ ત્યારે કસ્ટમ દ્વારા તેમના સરસામાનનું ચેકિંગ કર્યુ હતુ. આ સમયે દંપતિની બેગને ક્લિયરન્સ મળી ગયુ હતુ. પરંતુ કાકીએ આપેલી બેગને અધિકારીઓએ જપ્ત કરી લીધી હતી. કારણ તેમની તપાસમાં બેગમાંથી 4 કિલો ચરસ મળી આવ્યુ હતુ.તેઓ પોતાની જાતને નિર્દોષ પુરવાર ના કરી શકતાં બંનેની ધરપકડ થઇ હતી.

બીઝનેસ

ક્યારે શોધાશે ભારતમાં ભ્રષ્ટાચારની વેક્સિન? એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ ભારત

Chintan Mistry

Published

on

ભારતમાં ભ્રષ્ટાચાર નામક ‘મહામારી’ કેટલાય વર્ષોથી કહેર વર્તાવી રહી છે અને તેની કોઈ જ ‘વેક્સિન’ એટલે કે ઈલાજ પણ નથી મળી રહ્યો. ત્યારે ભારતને એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશનું ન મળવા જેવુ બિરુદ મળી ગયુ છે. ભ્રષ્ટાચારનો વૈશ્વિક અભ્યાસ કરતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ધ ગ્લોબલ કરપ્શન બેરોમિટર-એશિયા, નામનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

આ રિપોર્ટમાં ભારતમાં ભ્રષ્ટાચારને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ભ્રષ્ટાચારને લગતી એક રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે એશિયામાં સૌથી વધારે ભ્રષ્ટાચારી લોકો ભારતમાં છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં લાંચ 39 % છે. 37 ટકા લોકો માની રહ્યા છે કે છેલ્લા 12 મહિનામાં જ ભ્રષ્ટાચાર વધ્યો છે જ્યારે 63 ટકા લોકો માની રહ્યા છે કે સરકાર ભ્રષ્ટાચાર રોકવા માટે સારા પગલા ભરી રહી છે.

સર્વે અનુસાર એશિયામાં ભારતમાં સૌથી વધારે લાંચ રુશ્વત આપવામાં આવે છે. ભારતમાં લાંચની દર 39 ટકા છે અને સર્વેમાં સામલે 46 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે જાહેર સેવાનો લાભ લેવા માટે વ્યક્તિગત કનેક્શનનો ઉપયોગ કર્યો છે. 50 ટકા લોકોએ પાસે કામ કરવાના બદલે રુશ્વત માંગવામાં આવી જ્યારે 32 ટકા લોકોએ કહ્યું કે વ્યક્તિગત સંબંધોના દમ પર જ સેવા મેળવી શકાય છે બાકી નહીં.

Continue Reading

વર્લ્ડ

કોરોનાનો કહેર : આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર પ્રતિબંધ લંબાવાયો, જાણો આ ફ્લાઈટોને જ મંજૂરી

Chintan Mistry

Published

on

કોરોના વાયરસની મહામારીની વચ્ચે ડિરોક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ભારતમાં શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ઉડાનોની આવનજાવન પર પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત ચાલનારી ફ્લાઈટો યથાવત રહેશે. આ પહેલા આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 30 નવેમ્બર સુધી પ્રતિબંધ હતો. જોકે તેને લંબાવી દેવામાં આવ્યો છે.

ડીજીસીએના આદેશ અનુસાર હાલ કોરોના મહામારી વચ્ચે ફક્ત સિલેક્ટેડ વિમાનોની અવરજવરની પરવાનગી છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોનાની મહામારીને કારણે 2 મહિનાના વિરામ બાદ 25 મેથી ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ફરી શરુ કરવામાં આવી હતી.

આ બાદ વિદેશમાં ફસાયેલા પ્રવાસીઓને પાછા લાવવા માટે વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યું હતુ અને અનેક દેશોની સાથે એર બબલ કરાર કરવામાં આવ્યા હતા. ભારતીય એરલાઈન્સને પૂર્વ કોવિડ -19 ડોમેસ્ટિક ફ્લાઈટના મોટા ભાગના 60 ટકા સંચાલનની પરવાનગી છે.

Continue Reading

વર્લ્ડ

ન્યુઝિલેન્ડમાં ભારતીય મૂળના સાંસદે સંસ્કૃત ભાષામાં લીધા શપથ, ભારતને અપાવ્યું ગૌરવ

Chintan Mistry

Published

on

ન્યુઝિલેન્ડમાં નવા ચૂંટાઈને આવેલા ભારતીય મૂળના સાંસદ ડો.ગૌરવ શર્માએ વેલિંગ્ટન સ્થિત સંસદ ભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે મૌરી ભાષા ઉપરાંત સંસ્કૃતમાં શપથ લીધા હતા.

સંસ્કૃતમાં શપથ લઈને તેમણે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવાનું કામ કર્યુ છે. કારણકે તેઓ વિશ્વમાં પ્રથમ એવા સાંસદ છે જેમણે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા છે. શપથ સમારોહ બાદ ડોક્ટર ગૌરવ શર્મા વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

આપને જણાવી દઈએ કે, ડો.ગૌરવ શર્માનો જન્મ 1 જુલાઈ 1987ના રોજ ગિરધર શર્મા અને પૂર્ણિમા શર્માના પુત્ર ગૌરવ શર્મા મૂળ હિમાચલપ્રદેશના હમીરપુર જિલ્લાના રહેવાસી છે. ન્યુઝિલેન્ડમાં ઓક્ટોબરમાં થયેલ ચુંટણીમાં તેઓ સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા. ડોક્ટર ગૌરવે ન્યુઝિલેન્ડના હેમિલ્ટન સીટ પર લેબર પાર્ટીની ટીકીથી પોતાની જીત મેળવી હતી. શર્માને 15873 વોટ મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધીને 11487 વોટ મળ્યા હતા.

Continue Reading
બીઝનેસ3 hours ago

Paisabazaar Stack સાથે Paisabazaar.com ધિરાણમાં પરિવર્તન લાવ્યું

અમદાવાદ4 hours ago

રોટરી અને રોટરેકટ કલ્બ ઓફ અમદાવાદ ગ્રેટરની અનોખી સેવાકીય પ્રવૃત્તિ

ધર્મદર્શન4 hours ago

એસ. જયશંકરે બહેરીન સ્થિત શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી

ઓટોમોબાઈલ4 hours ago

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા ક્રિસ્ટા લોન્ચ કરી

બીઝનેસ4 hours ago

NDSDL પેમેન્ટ્સ બેન્કે ગ્રાહકોને જરૂરિયાત અનુસારના વીમા ઉકેલો ઓફર કરવા માટે HDFC અર્ગો સાથે હાથ મિલાવ્યા

નેશનલ4 hours ago

ગાડીની RC બુકમાં મોટા ફેરફાર

હેલ્થ5 hours ago

ગુજરાતમાં બનશે કોરોના વેક્સિનને રાખવા માટે બોક્સ

અમદાવાદ5 hours ago

શરુ થયાના 1 મહિનામાં તો સી પ્લેન પડ્યું બંધ…સર્વિસ માટે લઈ જવાયું માલદીવ

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ4 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

વર્લ્ડ4 weeks ago

કોરોના વકરતા ફ્રાંસ બાદ વધુ એક દેશમાં લોકડાઉન 2 લાગુ કરાયું

અમદાવાદ3 weeks ago

ગુજરાત સરકારે CNG વાહન ચાલકોને આપી મોટી રાહત

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.