Connect with us

ભરુચ

ભરૂચ-થવા શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ

Published

on

Outstanding performance of Bharuch-Thava school in Khel Mahakumbh at district level

એંકર :: એકલવ્ય સાધના ઉ.બુ. વિદ્યાલય, થવા શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ, ૨,૪૩,૦૦૦/-ની રકમ જિલ્લા ક્ક્ષાએ જીતી ગૌરવ વધાર્યું. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય,થવા ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨  માં જિલ્લા કક્ષાએ થવા શાળાના બાળકોએ કબડ્ડી અને એથ્લેટિક્સ રમતમાં ૨,૪૩,૦૦૦/-  રૂપિયાના ઇનામો જીત્યા હતા. જે હવે RTGS દ્વારા એમના બેન્ક ખાતામાં જમા થશે. સંસ્થાના મંત્રી માનસિંહજી માંગરોલા તેમજ શાળાના આચાર્યશ્રી/કોચ યાદવ મનમોહનસિંહ એ બાળકોને અભિનંદન પાઠવ્યા.

Outstanding performance of Bharuch-Thava school in Khel Mahakumbh at district level

શાળાના બાળકો અત્યાર સુધી ૫૦ લાખની રકમના ઇનામો ખેલમહાકુંભ માં જીતી ચૂક્યા છે. જેમાં    અંડર – ૧૭ બહેનોમાં  (૧) વસાવા સારીકા એન.      ૧૫૦૦ અને ૮૦૦ મી. દોડ પ્રથમ  (૨) વસાવા જિજ્ઞાષા, ૮૦૦ મી. પ્રથમ (૩) વસાવા સુહાની ડી.       ૧૦૦ મી દોડ બીજો ક્રમ, (૪) વસાવા નિરંજના એમ.   ચક્ર ફેંક માં બીજો ક્રમ (૫) વસાવા સ્નેહા એમ.૪૦૦ અને ૬૦૦ મી. દોડ ત્રીજો ક્રમ .  અંડર – ૧૭ ભાઈઓમાં (૧) ડુ.ભીલ જયેશ જી.        ઊચી કૂદ પ્રથમ (૨) ડુ.ભીલ કિશન એસ.      લંગડી ફાળ કૂદ પ્રથમ  (૩) ભિલાલા રવિન           ૧૫૦૦ મી. દોડ પ્રથમ (૪) વસાવા માઇક            ૨૦૦ મી. દોડ પ્રથમ (૫) યાદવ આશુતોષ ડી.     ગોળા ફેંક પ્રથમ અને બરછી ફેંક બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

ભરુચ

ભરૂચ- ઝઘડીયાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ઉજવણી

Published

on

Bharuch- Celebration of establishment day of GMDC at Rajpardi of Zaghadiya

ભરૂચ ઝઘડીયાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જીએમડીસીને ૫૯ વર્ષપુર્ણ થતાં રાજપારડી કડીપાણી તડકેશ્વર અને શીવરાજપુર પ્રોજેક્ટસનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો. ભરુચ જીલ્લાના ઝઘડીયાતાલુકાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીએમડીસીની સ્થાપનાના ૫૯વર્ષ પુર્ણ થતાં તા.૧૫ મી મેના રોજ રાજપારડી કડીપાણી તડકેશ્વર અને શીવરાજપુર પ્રોજેક્ટસનો સંયુક્ત કાર્યક્રમ રાજપારડીજીએમડીસી મેદાન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જીએમડીસી રાજપારડીના જનરલ મેનેજર એસ.ડી.જાગાણી તેમજ એ.ડી.ચૌહાણ, પી.વી. ગઢવી, મિતેશ ઉમરીયા,આકાશભાઇ સહિત અન્ય પ્રોજેક્ટસના અધિકારીઓ, રાજપારડી પીએસઆઇજી.આઇ.રાઠોડ તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પી.વી.ગઢવીએ સ્વાગત પ્રવચન દ્વારા સહુને આવકાર્યા હતા. મિતેશ ઉમરીયા તેમજ એં.ડી.ચૌહાણે અત્રે પધારેલ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.

Bharuch- Celebration of establishment day of GMDC at Rajpardi of Zaghadiya

જીએમડીસી રાજપારડીનાઅધિકારી એસ.ડી.જાગાણીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જીએમડીસીની ઉત્તરોત્તર પ્રગતિની જાણકારી આપી હતી. ૧૯૬૩ નાવર્ષથી સુરેન્દ્રનગર જીલ્લામાં એક નાના સિલિકા પ્લાન્ટથી શરુ થયેલ જીએમડીસીએ તેની સ્થાપનાના ૫૯ વર્ષો દરમિયાન ખુબમોટી પ્રગતિ કરી છે. જીએમડીસી એ ૨૦૨૧ અંતર્ગત રુ.૭૩૬ કરોડ નફો કર્યો છે, અને જીએમડીસી દ્વારા રુ.બે હજાર કરોડનફો કરવાનું લક્ષ્ય હોવાની વાત આ પ્રસંગે કરવામાં આવી હતી. જીએમડીસીએ લિગ્નાઇટના વેચાણમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યુછે. આગામી વર્ષો દરમિયાન ૬ જેટલા નવા પ્લાન્ટસ પણ શરુ કરવામાં આવનાર છે. જીએમડીસી દ્વારા સોલર પ્રોજેક્ટ પણકાર્યરત કરાયો છે. જીએમડીસીની ૫૯ વર્ષની સફળ સફર વિષે બોલતા એસ.ડી.જાગાણીએ આ પ્રસંગે જીએમડીસીની ઉત્તરોત્તરપ્રગતિમાં સહભાગી બનનાર સહુનો આભાર માન્યો હતો. આયોજિત સમારોહમાં યોજાયેલ સંગીત સંધ્યાના કાર્યક્રમનો આમંત્રિતોએ લાભ લીધો હતો…

Continue Reading

ભરુચ

ભરુચ- નબીપુરના દાનવીર અને નબીપુર હોસ્પિટલના ટ્રસ્ટીઓનું સન્માન કરાયું

Published

on

Bharuch- Danveer of Nabipur and Trustees of Nabipur Hospital were honored

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે ગતરોજ નબીપુર ગામના એક NRI દ્વારરાનિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેની સફળતાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના પાટવી ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારાદાનવીર NRI દરબરભાઈ વાદીવાળા, હોસ્પિટલ પ્રમુખ અને ટ્રસ્ટીઓ હાફેજ મહમદ ડેમાં, અહમદભાઈ લાંબા અને હોસ્પિટલઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજી નું શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. સાથોસાથ નબીપુરના પત્રકાર સલીમભાઈ કડુજીનું પણ પોતાની પત્રકાર ક્ષેત્રે સક્રિય રહેવા બદલ તેઓનું પણ સન્માન કરાયું હતું.

Bharuch- Danveer of Nabipur and Trustees of Nabipur Hospital were honored

આ પ્રસંગે પાટવી ગુજરાતનાતંત્રી રાજ યુસુફભાઈ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહયા હતા જેમાં રિપોર્ટર મહેશભાઈ પઢીયાર, કેમેરામેન ઇકરામ ખલીફા અને
માહિર રાઠોડ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે તંત્રી રાજ યુસુફભાઈએ દાનવીર દરબાર ભાઈને ભવિષ્યમાં જિલ્લામાં સમૂહલગ્નો અને આવા બીજા કેમ્પો માં પોતાનો સહયોગ મળે તેવી અપેક્ષા સેવી હતી. હોસ્પિટલના પ્રમુખે આ સન્માન કરવા બદલપાટવી ગુજરાત ન્યુઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ હોસ્પિટલ દ્વારા આવા નિશુલ્ક નિદાન શિબિરોનું આયોજન થતું રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો…

Continue Reading

ભરુચ

ભરુચ- દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ

Published

on

Bharuch- Blast in the boiler of Bharat Rasayan Company of Dahej

દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવીછે. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની હતી. દહેજની ભારત રસાયણ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહીહતી ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચેઆસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતાજિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો. વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સતત સાયરનોનીગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાશન સ્થળઉપર દોડી આવ્યું હતું. એક બાદ એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. 6 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સ્થળ પર ઉમટી પડી હતી.

Bharuch- Blast in the boiler of Bharat Rasayan Company of Dahej

જ્યારે 10 જેટલા ફાયર ટેન્ડરોએ ધસીઆવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો આદર્યા હતા. જોકે સમયાંતરે ધડાકા સાથે વિકરાળ
બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી 3 થી 4 કિલોમીટર દૂરસુધી દેખાતો હતો. હાલ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાની થઇ તેની વિગતો બહાર આવી શકી નથી. બ્લાસ્ટસમયે પ્લાન્ટમાં કેટલા કામદારો ફરજ ઉપર હતા તેની માહિતી પણ મળી શકી નથી. પ્રાથમિક તબક્કે બોઇલર બ્લાસ્ટ થયોહોવાની વિગતો સપાટી ઉપર આવી છે, જોકે ચોક્કસ કારણ આગ કાબુમાં આવ્યા બાદ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.તંત્રની પ્રાથમિકતા દાઝેલા અને ઇજાગ્રસ્તોને હેમખેમ કાઢી સારવાર અપાવવી તેમજ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસોમાં લાગેલા જોવા મળ્યા હતા.

Continue Reading
Mehsana: Lalji Patel issued a statement regarding the resignation of Hardik Patel
મહેસાણા13 hours ago

મહેસાણા- હાર્દિક પટેલના રાજીનામાં મામલે લાલજી પટેલે નિવેદન આપ્યું

Mehsana- Mehsana Youth Congress workers surrounded the office
મહેસાણા13 hours ago

મહેસાણા- મહેસાણા યુવક કોંગ્રસના કાર્યકરોએ કચેરીનો ઘેરાવ કર્યો

Patan- Viranjali program will be held saluting the martyrdom of Veer Krantikaris
પાટણ14 hours ago

પાટણ- વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાશે

Patan- Patan's Cong MLA Kirit Patel reacted to Hardik
પાટણ14 hours ago

પાટણ- પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે હાર્દિકને લઈ આપી પ્રતિક્રિયા

Jamnagar- General Duty Assistant course started at Jamnagar ITI
જામનગર14 hours ago

જામનગર- જામનગર આઈ.ટી.આઈ.ખાતે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્ષ શરૂ કરાયો

Banaskantha- Banaskantha LCB caught Worli Matka gambler
બનાસકાંઠા14 hours ago

બનાસકાંઠા- બનાસકાંઠા LCB એ વરલી મટકાનો જુગાર પકડી પાડ્યો

Panchmahal- Free Diagnosis Camp was held at Shreeji Hospital in Halol
પંચમહાલ14 hours ago

પંચમહાલ- હાલોલમાં આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Panchmahal- Rudrayagna organized at Halol Shri Vadinath Mahadev Temple
પંચમહાલ14 hours ago

પંચમહાલ- હાલોલ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે રૂદ્રયજ્ઞનું આયોજન

Serious accident near Bhukri crossroads of Amreli-Dhoraji
અમરેલી2 weeks ago

અમરેલી-ધોરાજીના ભૂખી ચોકડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત

Google Policy: Users can now request the removal of their personal information from Google search results
વર્લ્ડ3 weeks ago

ગૂગલ પોલિસી: હવે વપરાસ કરતાં પોતાની ખાનગી માહિતી ગૂગલ સર્ચ રિઝલ્ટમાથી કાઢવાની રિકવેસ્ટ કરી શકશે

Naresh Patel was seen with BJP leaders in Jamnagar
જામનગર2 weeks ago

જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા નરેશ પટેલ

Alcohol seized in a truck parked in the parking lot of Bharuch-Hotel
ભરુચ2 weeks ago

ભરુચ-હોટલના પાર્કિંગમાં ઊભા ટ્રકમાં પકડાયો દારૂ

Former minister Jayesh Radadia showered rupee in Rajkot-Lok Diara
રાજકોટ3 weeks ago

રાજકોટ-લોક ડાયરામાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયાનો વરસાદ કર્યો

These serious illnesses can occur before drinking water in a hot plastic bottle
ઇન્ડિયા3 weeks ago

ગરમીમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પહેલા ચેતજો નહીતર આવી શકે છે આ ગંભીર બીમારીઓ

પંચમહાલ3 weeks ago

પંચમહાલ-પાવાગઢ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો

Video of Dalamaththa Singh strolling all summer in Amreli goes viral
અમરેલી1 week ago

અમરેલી-ભર ઉનાળે ડાલામથ્થા સિંહે લટાર મારતો વિડીયો વાયરલ

Trending