Connect with us

બીઝનેસ

Paisabazaar Stack સાથે Paisabazaar.com ધિરાણમાં પરિવર્તન લાવ્યું

Chintan Mistry

Published

on

ભારતના ક્રેડિટ પ્રોડક્ટ્સ માટેના સૌથી મોટા ડિજિટલ માર્કેટપ્લેસ Paisabazaar.com એ માઇક્રોસોફ્ટ એઝ્યોર ટેક્નોલોજીસ અને એઝ્યોર એઆઇનો ઉપયોગ કરીને ડિજિટલ લેન્ડિંગ સોલ્યુશન ‘Paisabazaar Stack’ વિકસાવ્યું છે, જેથી લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવાને અસરકારક બનાવી શકાય. એઝ્યોર પ્લેટફોર્મ ઉપર નિર્મિત સ્ટેક પૈસાબઝારની પાર્ટનર બેંક અને એનબીએફસી સાથે એકીકૃત છે, જેનાથી ગ્રાહકો એન્ડ-ટુ-એન્ડ પ્રેઝન્સ-લેસ અને કોન્ટેક્ટલેસ પ્રક્રિયા દ્વારા ઋણ પ્રોડક્ટ્સ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનશે.

વધુમાં ગ્રાહકોને સુરક્ષિત રહેવામાં મદદરૂપ બનવા સ્ટેક બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન્સ (એનબીએફસી)ને પ્રેઝન્સ-લેસ, સંપૂર્ણ ડિજિટલ પ્રકારે અગાઉના 3થી7 દિવસની જગ્યાએ 3થી5 કલાકમાં અનસિક્યોર્ડ લોનનું વિતરણ કરવા માટે સક્ષમ બનાવી રહ્યું છે.

Paisabazaar.com તેના પ્લેટફોર્મ ઉપર 130થી વધુ પાર્ટનર્સ સાથે ઋણ પ્રોડક્ટ્સ ઉપર કામ કરે છે અને દર મહિને 1200થી વધુ શહેરો અને નગરોમાંથી ક્રેડિટ સંબંધિત પૂછપરછને પૂર્ણ કરે છે. પરંપરાગત રીતે લોન અરજીમાં ફોર્મ ભરવા, સહાયક દસ્તાવેજો એકત્ર કરવા અને ઓળખની ચકાસણી માટે અરજદાર અને બેંકપ્રતિનિધિ વચ્ચે વ્યક્તિગત મુલાકાતની આવશ્યકતા રહે છે. ત્યારબાદ લોન મંજૂર અથવા નકારતાં પહેલાં બેંક અધિકારી દ્વારા વ્યક્તિગત ચકાસણી થાય છે, જ્યાર બાદઆખરે વ્યક્તિગત હાજરીમાં કરાર ઉપર હસ્તાક્ષર થાય છે. કોવિડ-19 દરમિયાન લોકડાઉનમાં આ પગલાં અને પ્રક્રિયાઓમાં અવરોધ પેદા થયો હતો. ડિજિટલ સ્ટેકના લોન્ચ સાથે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ કરવામાં આવી છે તથા લોન વિતરણ માટેનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

નેશનલ

ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવો હોય તો ખરીદી લેજો….વધી શકે છે ટૂંક સમયમાં જ ભાવ

Chintan Mistry

Published

on

આગામી બજેટમાં કેન્દ્ર સરકાર સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ અને અપ્લાયંસેસ સહિત લગભગ 50 આઇટમ્સ પર 5-10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ મામલા સાથે જોડાયેલા લોકોના હવાલાથી આ વિશે જાણકારી આપી છે. સરકાર દ્વારા આયાત શુલ્ક વધારવાનો આ નિર્ણય પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત હશે, જેથી ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળી શકે. માનવામાં આવી રહ્યું છે કે નાણાં મંત્રી સ્માર્ટફોથી લઈને ટીવી-ફ્રીજ સહિતના ઈલેક્ટ્રોનિક સામાન પર કિંમત વધારાની જાહેરાત કરી શકે છે.

 

સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સરકાર આ પગલાથી 200-210 અબજ રૂપિયાના વધારાની રેવન્યૂનો લક્ષ્ય રાખી રહી છે. કોરોના વાયરસ મહામારીના કારણે આર્થિક સુસ્તી વચ્ચે સરકારની રેવન્યૂ ઉપર પણ અસર પડી છે.

સુત્રોના જણાવ્યા મુજબ, આયાત શુલ્કમાં વધારાથી ફર્નીચર અને ઇલેક્ટ્રોનિક્સ વાહનોની આયાત પર સૌથી વધારે અસર પડશે. તેનાથી સ્વીડનની કંપની આઈકિયા અને એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર અસર પડશે. હાલમાં જ ટેસ્લાએ ભારતમાં આવવાને લઈને પોતાની તૈયારીઓ વિશે જાણકારી આપી છે. જોકે અધિકારીઓએ એ જાણકારી આપી નથી કે આ ફર્નીચર અને ઇલેક્ટ્રિક વાહનો પર આયાત શુલ્કમાં કેટલો વધારો થશે.

Continue Reading

બીઝનેસ

મોદી સરકારે WhatsAppની નવી પોલિસીને લઈ ભર્યું મહત્વનું પગલુ…

Chintan Mistry

Published

on

કેન્દ્ર સરકારે વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસી પર ચિંતા વ્યક્ત કરી છે. સરકાર તરફથી વોટ્સએપ મેનેજમેન્ટને પત્ર લખી નવી પોલિસી પરત લેવાનું કહ્યું છે.

કેન્દ્રએ વોટ્સએપને નવી પોલિસી વિશે 10 સવાલ પૂછ્યા છે. નવી પ્રાઇવેસી પોલિસી પરત લેવામાં આવે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકારએ વોટ્સએપના સીઈઓને પત્ર લખીને કહ્યુ કે, ભારતીય યૂઝર્સ માટે નવી ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઇવેસી પોલીસીને પરત લેવામાં આવે.

મંત્રાલયે વોટ્સએપના ગ્લોબલ સીઈઓ વિલ કેથર્ટને પત્ર લખીને યૂઝર્સની સુરક્ષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે યૂઝર્સની સૂચનાની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે, ચેટનો ડેટા બિઝનેસ એકાઉન્ટથી શેર કરવાથી ફેસબુકની અન્ય કંપનીઓને યૂઝર્સ વિશે તમામ માહિતી મળી જશે. તેનાથી તેની સુરક્ષાને ખતરો થઈ શકે છે. સરકારે વોટ્સએપને સુપ્રીમ કોર્ટના 2017ના ચુકાદામાં આવેલા પ્રાઇવેસી નિયમો વિશે પણ ધ્યાન દોર્યુ છે. તેમજ ભારતીય યૂઝર્સના ડેટાની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી છે.

Continue Reading

નેશનલ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો : સામાન્ય જનતાના ખિસ્સા પર ભારણ વધ્યું

Chintan Mistry

Published

on

દેશમાં મોંધવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જ્યારે બીજી તરફ ઘણી જીવનજરૂરિયાતની વસ્તુઓમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો થયો છે. આ ભાવ વધારાની અસર સામાન્ય લોકો પર વધુ પડશે, જેના કારણે તેમના ખિસ્સા પર ભારણ વધશે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે ફરી વધારો કરવામાં આવ્યો છે. બંનેના ભાવમાં લિટર દીઠ 25 પૈસાનો વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ લીટરદીઠ 91 રૂપિયાને પાર કરી ગયું છે. બુધવારે પેટ્રોલ 84.45 રૂપિયા અને ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.

આ વધારા પછી, અમદાવાદમાં પેટ્રોલ 81.83, ડીઝલ 80.37 પ્રતિ લિટર પર પહોંચ્યુ છે. જ્યારે દિલ્હીમાં પેટ્રોલ 84.45 અને ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, અને મુંબઇમાં પેટ્રોલ 91.07 રૂપિયા અને ડીઝલ 81.34 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આ જ રીતે કોલકાતામાં પણ પેટ્રોલ 85.92 રૂપિયા અને ડીઝલ 78.22 રૂપિયા અને ચેન્નઇમાં પેટ્રોલ 87.18 રૂપિયા અને ડીઝલ 79.95 રૂપિયા પર પહોંચી ગયું છે.  મહત્વનું છે કે, છેલ્લા પાંચ દિવસથી ઇંધણના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ બુધવારે બંને ઇંધણના ભાવમાં 25-25 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 10 મહિનામાં પેટ્રોલની કિંમતમાં લિટર દીઠ 14 રૂપિયાથી વધુનો વધારો થયો છે.

Continue Reading
નેશનલ22 mins ago

કોરોનાને લઈ નવી ગાઈડલાઈન જાહેર : હવેથી સિનેમાઘરોમાં 50 ટકાથી વધુ પ્રશંસકો બેસી શકશે

ગુજરાત1 hour ago

ક્યાં છે ગુજરાતમાં દારુબંધી? હોમગાર્ડના જવાનો જ દારુની મસ્તીમાં ટૂન થઈ કરી રહ્યા છે પાર્ટી

એન્ટરટેનમેન્ટ2 hours ago

વિવાદાસ્પદ વેબ સિરીઝ તાંડવના મેકર્સ-કલાકારોને સુપ્રીમ તરફથી મોટો ઝટકો

ગુજરાત6 hours ago

ગુજરાતમાં હજી ઠંડી મચાવશે કહેર

અમદાવાદ8 hours ago

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

નેશનલ9 hours ago

દિલ્હીમાં હિંસક પ્રદર્શનને જોતા પેરા મિલ્ટ્રી ફોર્સની વધુ 15 ટુકડીઓ તૈનાત કરાઈ

જાણવા જેવું1 day ago

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ!

ગુજરાત4 days ago

હોમિયોપેથીક ઈન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઈપેન્ડ વધારવા કરાઈ માંગ

ગેજેટ3 weeks ago

વ્હોટ્સએપ 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કરે છે કલેક્ટ

ગેજેટ3 weeks ago

Accept કરો નહી તો Whatsapp એકાઉન્ટ ડીલીટ થઈ જશે

વર્લ્ડ3 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો વધતા આ દેશમાં લગાવાયું લોકડાઉન….

એન્ટરટેનમેન્ટ3 weeks ago

મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગોરખધંધો કરતા પકડાઈ સાઉથની આ હોટ એક્ટ્રેસ

નેશનલ4 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનને લઈ હડકમ્પ, ભારતે યુકેથી આવતી ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

એન્ટરટેનમેન્ટ4 weeks ago

સુપરસ્ટાર રજનીકાંતે પોતાની બિમારીને ભગવાનની ચેતવણી ગણાવી….અને કહ્યું….

જાણવા જેવું2 weeks ago

લો બોલો…. મંદિરની બહાર ભક્તોને આશીર્વાદ આપે છે કુતરું

અમદાવાદ5 days ago

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.