શહેરા તાલૂકાના વાટાવછોડા ગામ પાસેના પેટ્રોલ પંપ એક એકટીવા ચાલકને બચાવા જતા ફોર વ્હીલર ગાડીનો અકસ્માત થયો હતો.જેમા ફોરવ્હીલર ગાડીમા બેઠેલા એક ઈસમનુૃ બનાવ સ્થળે મોત થયુ હતૂ.ઘટના જાણ સ્થાનિક રાહદારીઓને થતા ઘટના સ્થળ પર આવીને ઘાયલને શહેરા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી. મરનાર ઈસમ વડોદરાનુ હોવાનૂ જાણવા મળ્યુ છે. શહેરા તાલુકાના વાટાવછોડા ગામ પાસે આવેલા પ્રેટોલ પંપ પાસે વડોદરા તરફ ફોર વ્હીલર કારના ચાલક જતો હતો.
સમયે રસ્તામાએકટીવા ચાલક પસાર થતો હતો.તેને બચાવા જતા સીધી રોડની વચ્ચેની એંગલ અથડાઈ હતી .જેને લઈને કારનો ખૂરદો બોલી ગયો હતો.અને એંગલ વાગતા કારમા સવાર વડોદરાના ઇસમનૂ મોત થયુ હતૂ. એકટીવા ચાલકને દવાખાને માર વાગતા દવાખાને લઇ જવાયા હતા.હાલ બનાવ સ્થળે લોકટોળા ભેગા થઈ ગયા હતા.પોલીસે પહોચીને કાર્યવાહી આરંભી હતી.