Connect with us

પંચમહાલ

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

Published

on

પંચમહાલના હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના સાથરોટા ગામે પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં ચાલતા શ્રાવણિયા જુગાર પર છાપો મારી 11 ખેલીઓને 60,500/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ પોલીસ મથકના પી.આઇ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના સાથરોટા ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જાહેરમાં પત્તાપાનાનો હારજીતનો પૈસા વડે જુગાર રમી રહ્યા છે

જે બાતમીને આધારે પી.આઇ. જાડેજાએ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને માહિતી આપી સાથરોટા ગામે ચાલતા જુગારધામ પર છાપો મારવા સૂચના આપી હતી. જેને લઇ હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે સાથરોટા ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર છાપો મારતા હાર-જીતનો પત્તાપાનાનો પૈસા વડે જુગાર રમતા ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પોલીસની ટીમે 11 ખેલીઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પંચમહાલ

પંચમહાલ-લાંચ કેસમાં પકડાયેલ ટીડીઓના રિમાન્ડ મંજૂર

Published

on

પંચમહાલના શહેરા તાલુકા પંચાયત ખાતે થયેલી એસીબીની ટ્રેપમાં પકડાયેલા તાલુકા વિકાસ અધિકારી સહિત બીજા ત્રણ શખ્સોને રીમાન્ડ મળતાં સીબીઆઇ દ્વારા તપાસ અર્થે શહેરા તાલુકાના પંચાયત કચેરી ખાતે લઈ અવાયા હતા. શહેરા તાલુકા પંચાયત ખાતેનું બહુચર્ચિત ACBની સફર ટ્રેપમાં શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અંસારી દ્વારા બે લાખની લાંચ લેવાના કિસ્સામાં એસીબી દ્વારા રિમાન્ડ માગવામાં આવ્યા હતા જે લઈ ACB શાખાને 4 દિવસ ના રિમાન્ડ મળ્યા હતા જોકે રિમાન્ડ મળતા તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય ત્રણ સામેના કેસ ને વધુ મજબૂત બનાવવા તેઓને શહેરા તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવ્યા હતા.

આ બાબતે સધન તપાસ ACB દ્વારા કરવામાં આવી રહી છે. જે તે શાખાના અધિકારીઓમાં લાગતા વળગતા ચેમ્બરમાં વધુ તપાસ કરવામાં આવી હતી. અને તાલુકા વિકાસ અધિકારી આગળના બિલોની ચકાસણી કરવામાં આવી હતી. વધુ ચર્ચાનો વિષય તો એ બને છે કે આટલી મોટી રકમ શેના માટે મંગાવ્યા માં આવી હશે અને આટલી મોટી રકમ શાના માટે આપવામાં તૈયાર થયા હતા કે આગળ પણ આવી કોઈ રકમ આપવામાં આવી હશે કે કેમ એ લોકમુખે ચર્ચાએ જોર પકડી છે.

Continue Reading

પંચમહાલ

પંચમહાલ-પરણિતાની લાશ પાનમ નદીમાથી મળી

Published

on

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલૂકાના રસુલપુર ગામની પરણિતાની લાશ પાનમ નદીમાથી મળતા ચકચાર મચી ગયો છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકા સંતરોડ પાસેથી પસાર થતી પાનમનદીમાંથી રસૂલપુરની પરણિતાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોચી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈને અનેક તર્કવિર્તકો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર મોરડુંગરાના રેખા બેન પ્રતાપ ભાઈના લગ્ન મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામે તેના લગ્નસામાજિક રીતરિવાજ પ્રમાણે અંદાજે છ સાત વર્ષ અગાઉ તેમના લગ્ન કરવામાં આવ્યા હતા.

તેમની લાશ પાનમ નદીમાં સંતરોડ બ્રિજ નીચે એક મહિલાની લાશ પાણીમાં તરતી જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી. ફાયર ફાઈટર ના જવાનોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતાં. જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. મહિલાની હત્યા કે પછી આત્મહત્યા એ તો પીએમ રિપોર્ટમાં જ ખબર પડશે

Continue Reading

પંચમહાલ

પંચમહાલ- પાઇપલાઇન લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ

Published

on

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ ડેમ રોડ નજીક થી પસાર થઈ રહેલી પાણીની પાઇપ લાઇનમાં એક અઠવાડિયા થી લીકેજ થતા હજુ સુધી કોઈ પણ તંત્ર જાણ હોવા છતાંય અજાણ હોય તેવું લાગી રહ્યું છે. જોધપુર ચોકડી ચોપડ દેવી ડુંગર થી 100 મીટર ની અંતરે આવેલ પાઇપ લાઈન લીકેજ પાંગળી માતા મંદિર તરફ જતો રસ્તો ગોધરા તરફ જતી પાનમ ડેમ પીવાના પાણીની પાઇપ લાઈન લીકેજ થતા પુર જડપે પાણીનો ફોસ દ્વારા વહેણ સાથે આવાજ થતા વાહન ચાલકો તેમજ અવર જવર કરતા પાણીનો વેડફાટ થતા લોકો પણ ચિંતા કરે તેવી પરિસ્થિતિ હાલની જ્યારે વરસાદની સીઝનમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નહિ થતા પાણીના પીવાની વિકટ સમસ્યા સર્જાય તેવી હાલતમાં પાણીનો વેડફાટ થતો હોય જે તે લગતા વળગતા તંત્રને બેદરકારી રાખવી જોઈએ નહીં જેથી હજારો લિટર પાણીનો વેડફાટ થતો અટકી શકે.

Continue Reading

Trending