Connect with us

ધર્મદર્શન

ભારતીયો માટે ગૌરવ : દુબઈની મસ્જિદના પ્રવેશદ્વાર પર હિન્દુ ધર્મગુરુની તસવીર

Chintan Mistry

Published

on

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મંદિરનું નિર્માણ બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ભારતના પરંપરાગત મંદિર સ્થાપત્ય હેઠળ કરવામાં આવશે. અરબ દેશમાં બનીરહેલ પ્રથમ હિન્દુ મંદિર નિર્માણને લઈ સૌ કોઈ ઉત્સાહિત છે ત્યારે બીજી ભારતીયો માટે એક અદ્વિતીય અને ગૌરવપૂર્ણ ઘટના સામે આવી છે.

આ અદ્વિતીય ઘટના દુબઈની એક મસ્જિદની છે. જ્યાં દુબઈની સૌથી મોટી મસ્જિદ Grand Mosqueના પ્રવેશદ્વાર પર વિવિધ ધર્મના વડાઓ અને હસ્તીઓની તસવીર લગાવવામાં આવી છે. જેમાં એક તસવીર હિન્દુ ધર્મના આધ્યાત્મિક સંત મહંતસ્વામીની પણ છે. આ તસવીરમાં બીએપીએસ સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજ સાથે શેખ નાહ્યાન બિન મુબારક પણ જોવા મળી રહ્યા છે.

આ તસવીર એ સમયની છે જ્યારે મહંતસ્વામી મહારાજ ગત વર્ષે એપ્રિલ મહિનામાં યુએઈની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે દુબઈ સ્થિત આ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.

આ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના સાંસ્કૃતિક, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલયના વડા શેખ નાહ્યાન બિન મુબારક અને મહંતસ્વામી વચ્ચે ખૂબ જ આત્મભાવ પણ જોવા મળ્યો હતો. આ મુલાકાતની સ્મૃતિ રુપે હવે દુબઈની સૌથી મોટી મસ્જિદ Grand Mosqueના પ્રવેશદ્વાર પર આ સુંદર સ્મૃતિની તસવીર પણ મુકવામાં આવી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ધર્મદર્શન

એસ. જયશંકરે બહેરીન સ્થિત શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી

Chintan Mistry

Published

on

બહેરીન, યુએઈ અને સિયાચેલ, આ ત્રણ રાષ્ટ્રોના પ્રવાસના પ્રથમ તબક્કે ભારતના વિદેશી બાબતોના મંત્રી ડૉ. એસ. જયશંકરે 25 નવેમ્બર, 2020ના રોજ બહેરીનની રાજધાની મનામામાં સ્થિત 200 વર્ષ જૂના શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી. આ મંદિરની મુલાકાત દરમિયાન ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ‘આ મંદિર બહેરીન સાથેના આપણા સુદ્રઢ અને નિકટના સંબંધોની સાક્ષી પૂરે છે.’

ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશમંત્રી (EAM) તરીકે ડૉ. એસ. જયશંકરના બહેરીનના આ પ્રથમ પ્રવાસના થોડા સમય પહેલાં જ, એટલે કે 11 નવેમ્બરના રોજ બહેરીનના વડાપ્રધાન, હીઝ હાઇનેસ પ્રિન્સ ખલિફા બિન સલમાન અલ ખલિફાનું દુઃખદ અવસાન થયું હતું.

પોતાના આ બહેરીન પ્રવાસ દરમિયાન, વિદેશમંત્રી બહેરીનના પોતાના સમકક્ષ તેમજ અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી.

Continue Reading

જુનાગઢ

ગરવા ગિરનારમાં વર્ષોની પરંપરા તુટશે, લીલી પરિક્રમા કોરોનાના કારણે નહીં યોજાય

Chintan Mistry

Published

on

ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. એકબાજુ અમદાવાદમાં બે દિવસ કર્ફ્યૂ લાદવામાં આવ્યુ છે તો સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યુ છે. ત્યારે દર વર્ષે દિવાળી પછી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને લઈને જુનાગઢ જિલ્લા કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે.

જૂનાગઢના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય. જૂનાગઢ સહિત રાજ્યભરમાં વધતા જતા કોરોનાના સંક્રમણની સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને પરિક્રમા કરવા ન આવવા તંત્રએ અપીલ કરી છે.

કોરોનાના કારણે પ્રથમવાર પરિક્રમા બંધ રહેતા વર્ષોની પરંપરા તુટશે. મહત્વનું છે કે, દર વર્ષે અગિયારસના દિવસથી લીલી પરીક્રમા શરૂ થાય છે. ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરી ધન્યતા અનુભવતા હોય છે.

Continue Reading

ધર્મદર્શન

જય હનુમાન દાદા : સાળંગપુર કષ્ટભંજન દેવને સોનાના વાઘાથી મઢાયા…જુઓ અદ્ભૂત તસવીર

Chintan Mistry

Published

on

દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે કોરોનાના વધતા કહેરને કારણે અનેક જગ્યાએ લોકડાઉન આપવામાં આવ્યું હતું. તેમજ અનેક મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે મોટાભાગના મંદિરો ભક્તો માટે ખુલી ગયા છે. હાલ દિવાળી પર્વનો પ્રારંભ થયો છે.

ત્યારે દિવાળીના તહેવારને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. 6.50 કરોડ ના ખર્ચે બનેલા સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.

પાલખી યાત્રાના સુવર્ણ વાઘાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોનાના વસ્ત્રો હનુમાન દાદાને અર્પણ કરાયા હતા. આ પ્રસેં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ સહિતના અન્ય સંતો હાજર રહ્યા હતા. આ વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણો અને એન્ટિક વર્કનો પણ સમન્વય જોવા મળે છે. વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં 1 વર્ષનો સમય લાગ્યો છે. 22 જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી 100 જેટલા સોનીએ કામ કર્યું છે અને તૈયાર થવામાં આશરે 1050 કલાક જેટલો સમય લાગ્યો છે.

Continue Reading
બીઝનેસ4 hours ago

Paisabazaar Stack સાથે Paisabazaar.com ધિરાણમાં પરિવર્તન લાવ્યું

અમદાવાદ4 hours ago

રોટરી અને રોટરેકટ કલ્બ ઓફ અમદાવાદ ગ્રેટરની અનોખી સેવાકીય પ્રવૃત્તિ

ધર્મદર્શન4 hours ago

એસ. જયશંકરે બહેરીન સ્થિત શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી

ઓટોમોબાઈલ4 hours ago

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા ક્રિસ્ટા લોન્ચ કરી

બીઝનેસ4 hours ago

NDSDL પેમેન્ટ્સ બેન્કે ગ્રાહકોને જરૂરિયાત અનુસારના વીમા ઉકેલો ઓફર કરવા માટે HDFC અર્ગો સાથે હાથ મિલાવ્યા

નેશનલ5 hours ago

ગાડીની RC બુકમાં મોટા ફેરફાર

હેલ્થ5 hours ago

ગુજરાતમાં બનશે કોરોના વેક્સિનને રાખવા માટે બોક્સ

અમદાવાદ6 hours ago

શરુ થયાના 1 મહિનામાં તો સી પ્લેન પડ્યું બંધ…સર્વિસ માટે લઈ જવાયું માલદીવ

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ4 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

વર્લ્ડ4 weeks ago

કોરોના વકરતા ફ્રાંસ બાદ વધુ એક દેશમાં લોકડાઉન 2 લાગુ કરાયું

અમદાવાદ3 weeks ago

ગુજરાત સરકારે CNG વાહન ચાલકોને આપી મોટી રાહત

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.