Connect with us

રાજકોટ

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

Published

on

સમસ્ત મોટીમારડ આયોજીત વરુણ દિવને રીઝવવા માટે વિષ્ણુ યાગ યજ્ઞનુ આયોજન કરવામા આવ્યું હતું. આ યજ્ઞ અખંડ 24 કલાક સુધી ચાલ્યો હતો. જેમા બ્રાહ્મણોએ મોટાના પાણી ટોપમા બેસી અને આહુતિ આવી ધરુણ દેવને રીજાવવા માટે અનોખી રીતે ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવી રહયુ છે આ ધાર્મિક કાર્યનોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમા વરુણ દેવ મનમુકી વરસી રહયા નથી જેથી વરુણ દેવને રીજાવવા માટે અનોખી રીતે પ્રયાસ કરવામા આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ગુજરાતમા અમુક જગ્યાએ વરસાદની મહેર જોવા મળેલ અને ઘણી જગ્યાએ વરસાદ મનમુકીને વરસ્યા નથી જેથી વરસાદની અછતને કારણે લોકોમા ચિંતા વધી રહી છે. અને ખેડૂતોના તમામ પાકમા નુકસાન જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્યારે લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા છે.

એવા સમયે ધોરાજીના મોટીમારડ સમસ્ત ગામ ભગવાનના શરણે આવ્યા છે. ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વરુણ દેવ રીઝ્યા નથી અને ત્યારે વરુણ દેવને રીઝવવા માટે સમસ્ત મોટી મારડ ગામના લોકોએ વરુણ દેવને રોઝ્વવા માટે ૨૪ કલાકના હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાહણો પાણી ભરેલા વાસણમાં બેસી હવાનમાં આહુતિઓ આપી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટ

રાજકોટ- NSUIનો આક્રમક વિરોધ પ્રદર્શન

Published

on

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે NSUIનો આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે. વિવિધ ભવનોમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં માનીતાને લેવાનો કારસો હોવાનો રાજકોટ શહેર એન એસ યુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોએ અધ્યાપકોની ભરતી બાબતે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોવાનો NSUI દ્વારા સનસનીખેજ આક્ષેપ પણ કરાયો છે. જેતે ભવનમાં જાણીતાને કરાર આધારિત અધ્યાપક બનવવા વોટ્સએપના માધ્યમથી રણનીતિ ઘડવામાં આવતી હોવાનો આશંકા વ્યક્ત કરતાં સમગ્ર મામલે એન એસ યુ આઇ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ એન એસ યુ આઇ દ્વારા ઉગ્ર રોષ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Continue Reading

રાજકોટ

રાજકોટ-ઉપલેટામાં પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજાયો

Published

on

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ઉપલેટા શહેરમાં પશુપાલકો માટે પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજમાવા આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વિક્રમ ચોક ખાતે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના સહયોગ અને ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ઉપલેટા પંથકના પશુપાલકો માટે પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પશુપાલકો માટે અને તેમના માલિકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

વર્તમાન સ્થિતિમાં ઘણાખરા પશુઓ બચ્ચાઓને જન્મ આપતા નથી તેમજ પૂરતું દૂધ નથી આપી શકતા તેમના માટે ઉપરાંત જે પશુઓ બીમારીઓનો ભોગ બને છે અને પશુઓને અનેક પ્રકારની તકલીફનો ભોગ બને છે ત્યારે આવી બીમારીઓ, તકલીફો અને પશુઓની વૃદ્ધિ અંગેની બાબતોને ધ્યાને લઈને આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં તબીબો દ્વારા નિશુલ્ક તપાસ અને દવાઓનો વિતરણ પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Continue Reading

રાજકોટ

રાજકોટ- બેડી માર્કેટ યાર્ડમાં 14 બેઠક પર મતદાન

Published

on

સહકારી ક્ષેત્રની અગ્રિમ રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ખેતી વિભાગની 10 અને વેપારી વિભાગની 4 સહિત 14 બેઠક માટે ચૂંટણી યોજાઈ છે. આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. સાંજે 5 વાગ્‍યા સુધી યાર્ડ ખાતે મતદાન પ્રક્રિયા ચાલશે. 14 બેઠક માટે 32 ઉમેદવાર વચ્ચે જંગ છે. ત્યારે 9 વાગ્યાથી જ મતદાન શરૂ થતાં મતદારોની લાંબી લાઇન લાગી છે. 2032 મતદારો પોતાનો કીમતી મત આપી રહ્યા છે. જોકે મતદારો ઉત્સાહમાં કોરોનાની ગાઇડલાઇન્સ ભૂલી ગયા હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો અને માસ્ક વગર મતદારો જોવા મળી રહ્યા છે. જયેશ રાદડિયા યાર્ડ પહોંચતા તેણે જણાવ્યું હતું કે, મેં ક્યારેય મતદારોને ડરાવવાનો કે ધમકાવાનો પ્રયાસ કર્યો નથી. ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્‍ટ્રારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની સમગ્ર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે, જેમાં ખેતી વિભાગમાં 10 બેઠક માટે 22 ઉમેદવાર અને 1462 મતદાર છે. જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠક માટે 10 ઉમેદવાર અને 570 મતદાર છે. જે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી આવતીકાલે સવારે એટલે કે 6 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્‍યાથી શરૂ થશે

Continue Reading

Trending