Connect with us

રાજકોટ

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

Published

on

રાજકોટ જીલ્લાના ઉપલેટામા ઘણા વર્ષોથી કાર્યરત સેવાકીય કાર્ય કરતી જૈન જાગૃતિ સંસ્થા 10 વર્ષ પુર્ણ કરી 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી હોય ત્યારે આ વર્ષે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે જૈનજાગૃતિ સંસ્થા દ્વારા વિનામૂલ્યે મીઠાઇ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા ગરીબ લોકોને વિનામૂલ્યે મીઠાઈ તેમજ ફરસાણનું 200 જેટલા ગરીબ લોકોને પેકેટો આપવામાં આવ્યા હતા અને આવાજ દરેક વર્ષે જૈનજાગૃતિ સંસ્થા દ્રારા અનેક કાર્યક્રમ યોજવામાં આવતા હોયછે જેવા શિયાળામાં ધાબળા વિતરણ, ઉનાળામાં ઠંડી છાશનું વિતરણ, અને ઠંડાપાણી ના કેરબા દરેક જાહેર ચોકમા મુકવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવે છે

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટ

રાજકોટ-ઉપલેટાનો મોજ ડેમ થયો ઓવરફ્લો

Published

on

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્ય ભરમાં સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાંના ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહ્યોદ છે. વરસી રહેલા વરસાદથી મોજ ડેમ ઓવરફ્લો થતા તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના બધા દરવાજા પાંચ ફૂટ ખોલતા ઉપલેટા મોજ નદી બેટમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા તેમજ ચિફઓફિસર, નગરપાલિકા માજી સદસ્ય શાહનવાઝ બાપુ બુખારી, સબીરબાપુ, આશિફ્ભાઈ ખોખર, તેમજ સમીર પટેલ, દ્વારા નદીની મુલાકાત લેતા નદીના વિસ્તાર પાસે ઝૂંપડા વાળીને રહેતા લોકોને મહામુસીબતે બહાર કાઢી સલામત સ્થળે પોહચાડ્યા હતા. ઝૂંપડા તેમજ સરસામાન પાણીમાં તણાયા હતા. .

જોકે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. પાણીના વધુ પડતા પ્રવાહને લઈ સ્મશાનની પાછળ તેમજ કબ્રસ્તાનની દીવાલ ધરસાહિ થઈ હતી. વધુ પડતા વરસાદ તેમજ નદીના પ્રવાહને લીધે આસપાસના લોકોને સલામત સ્થળે રહેવા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ લાલાભાઈ ધાબી નગરપાલિકા માજી સુધરાઈ સભ્યો રજાક ઓસમાન હિંગોરા હનીફભાઈ કોડી મેમન જમાતના પ્રમુખ જીગાબાઈ ડેર બસીરભાઈ માજોઠી સાહનવાઝ બાપુ બુખારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Continue Reading

રાજકોટ

રાજકોટ : જિલ્લામાં મેઘરાજા મહેરબાન, વાતાવરણ મા ઠંડક પ્રસરી

Published

on

રાજકોટ જિલ્લાના હાલ જિલ્લાના કોટડાસાંગાણીમા મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં એક કલાકમાં ગાજવીજ સાથે ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલ ભારે વરસાદના પગલે બસ સ્ટેશન રોડ પર ભરાયા પાણી ભરાયા છે. ભારે વરસાદથી ખેતીના પાકને મળ્યુ જીવનદાન છે. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ અને જસદણના આટકોટ, જંગવડ, ખારચીયા, પાંચવડા સહિતના ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા.

વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઈ છે. હાલ કપાસ, મગફળી, મગ, અડદ, મકાઇ સહિતના પાકને વરસાદની તાતી જરૂરિયાક હોય ત્યારે જ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાય જતા પાકને ફાયદો થયો છે. આ ઉપરાંત ગોંડલ તાલુકાના મોવિયા ગામે વીજળી પડી હતી. જેમાં મોવિયાના ગોવિંદનગરમાં મકાન પર પાણીની સોલાર પર વીજળી પડી હતી. પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ નથી.

Continue Reading

રાજકોટ

રાજકોટ : ફલિત રદ થતા હોબાળો

Published

on

રાજકોટ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુંબઈથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ રદ્દ થતાં હોબાળો મચ્યો હતો. ઈન્ડિગોની ફ્લાઈટ બે વખત રાજકોટ આવીને મુંબઈ પરત ફરી હતી. રાજકોટ એરપોર્ટ પર પ્રથમવાર ઘટના બની કે કોઈ ફ્લાઈટ બે વખત આવીને પાછી ગઈ હોય અને તેમાંથી મુસાફરો ઉતરી શક્યા ન હોય. એરઇન્ડિયાની ફ્લાઇટ રનવે પર હોવાથી ઈન્ડિગો મુંબઈની ફ્લાઇટ લેન્ડ થઈ ન હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટના ક્રૂ મેમ્બરની તબિયત બગડતા ફ્લાઇટ ડિલે થવા પામી હતી. દિલ્હીની ફ્લાઇટ ડિલે થતાં એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઇટ ડિલે થવા પામી હતી. એર ઇન્ડિયા ફ્લાઇટ રન વે પર હોવાથી ઈન્ડિગો મુંબઈની ફ્લાઇટ લેન્ડ કરી શકી ન હતી. પાર્કિંગની અવ્યવસ્થા કારણે આજે ઈન્ડિગોની ફ્લાઇટ રાજકોટથી પરત મુંબઈ મોકલવામાં આવી હતી. બે દિવસ પૂર્વે ખરાબ થયેલી ઈન્ડિગોની ફ્લાઇટ હજુ પણ પાર્કિંગમાં છે. જેનું આજે એન્જિન આવતા તેનું રિપેરિંગ હાથ ધરાશે. કલાકો સુધી ફ્લાઇટ આવતી હોવાનું કહી બાદમાં કેન્સલ થયાનું કહેતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.