Connect with us

મહેસાણા

મહેસાણામાં અખંડ ભારતના દિને રેલીનું આયોજન

Published

on

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અખડ ભારત ના દિન નિમિત્તે મહેસાણામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 200 કરતા વધુ બાઇકો આ રેલીમાં જોડાયા હતા. આ બાઇક રેલી મહેસાણાના બી.કે સિનેમા બજરંગ દળ કાર્યાલયથી નીકળી હતી જે મહેસાણાના જુદા-જુદા વિસ્તારોમાં ડી.ઝેના તાલ સાથે ફરી હતી. સમગ્ર ભારતમાં અખંડ ભારત સંકલ્પ દિન નિમિત્તે ઉજવવામાં આવે છે જેના ભાગ રૂપે મહેસાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 કરતા વધુ બાઇકો જોડાયા હતા. આ બાઇક રેલી મહેસાણાના બી.કે સિનેમા બજરંગ દળ કાર્યાલયથી નીકળી હતી જે મહેસાણાના જુદા-જુદા વિસ્તારોમાં ડીજે ના તાલ સાથે ફરી હતી. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકતા તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા. આગામી દિવસોમાં અખડ ભારત બને તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

મહેસાણા

મહેસાણા, પાટણ અને બ.કાં. જિલ્લામાં સમયસર પેટ્રોલ, ડીઝલમાં વેટ ડ્યુટી ચલણ ન ભરતાં 583 ડિલર્સ ડિફોલ્ટર

Published

on

Mehsana, Patan and B.C. 583 dealers default in district due to non-payment of VAT duty on petrol and diesel

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને આવરી લેતા સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કચેરી મહેસાણા વિભાગ 4 વિસ્તારમાં આવતા પેટ્રોલ, ડીઝલના ડિલર્સોએ ગ્રાહકો પાસેથી પેટ્રોલ, ડીઝલમાં મેળવેલ સરકારી દર મુજબનો વેલ્યુ એડેડ ટેક્ષનું ચલણ દર મહિના પછીના 12 દિવસમાં કચેરીએ દર્શાવવાનું હોય છે તેમજ તેના રિટર્ન પત્રકો એક મહિનામાં ભરવાના હોય છે.આમ છતાં પેટ્રોલ,ડિઝલના વેટ ચલણ ભરવામાં મોટાભાગે ડિલર્સો ઉદાસીન રહ્યા છે.મે મહિનાના વેટ ચલણો કુલ 694 ડિલર્સો પૈકી માત્ર 111 ડીલર્સે 12 જૂન સુધીમાં ભર્યા છે, જ્યારે 583 જેટલા ડિલર્સ સમયસર વેટ ચલણ ભરવામાં ઉદાસીન રહેતા વેટ ચલણ મામલે આ ડીલર્સો તંત્રના ડિફોલ્ટરની સૂચીમાં આવતા હવે વિલબિંત એક્સાઇઝ(વેટ) ડ્યુટીમાં આ ડીલર્સો પાસેથી 18 ટકા વ્યાજ સાથે વસુલાત માટે નોટિસ આપવાની તજવીજ કરાઇ છે.

Mehsana, Patan and B.C. 583 dealers default in district due to non-payment of VAT duty on petrol and diesel

સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કચેરી મહેસાણા વિભાગ 4 ના સૂત્રોએ કહ્યુ કે, હાલ પેટ્રોલમાં લીટરે રૂ. 13. 70 અને ડીઝલમાં રૂ. 14. 9 એક્સાઇઝ ડ્યુટી લાગુ છે.જેમાં દર મહિને જીએસટી(વેટ) કચેરી મારફતે પેટ્રોલ, ડિઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં સરકારી તિજોરીમાં મહેસાણા વિભાગ 4 વિસ્તારમાંથી રૂ. 10 કરોડની આવક થાય છે.અગાઉ પેટ્રોલ,ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટની રૂ. 12 કરોડ આવક થતી હતી,જે ડ્યુટી ઘટાડા પછી બે કરોડ આવક ઓછી થઇ છે.જેમાં પેટ્રોલ, ડીઝલની એક્સાઇઝ ડ્યુટી સાથે ભાવ પ્રમાણે ગ્રાહકોથી ડીલરો મેળવે તે પૈકી એક્સાઇઝ ડ્યુટી રકમના ચલણો મહીના પછી 12 દિવસમાં ભરવાના હોય છે.સમયસર વેટ ચલણ તેમજ રીટર્ન ભરવા માટે તાજેતરમાં જીએસટીના અધિકારીઓ દ્વારા ડીસા ખાતે ડીસા અને પાટણના પેટ્રોલ પંપ ડીલર્સો સાથે બેઠક યોજીની માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

Continue Reading

મહેસાણા

વિજાપુરમાં ખાણીપીણીની લારીઓ સામે પાલિકાની લાલ આંખ, ચેકિંગ કરી દંડ ફટકાર્યો

Published

on

In Vijapur, the red eye of the municipality was checked against the food lorries and fined

વિજાપુર સ્વચ્છ સર્વેક્ષણ 2022 હેઠળ ચોમાસાની ઋતુને ધ્યાને રાખી નગરપાલિકાના આરોગ્ય સ્ટાફ દ્વારા ખત્રી કુવાના ચક્કર સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો પર ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી હેઠળ વાસી ખોરાકનો નાશ કરાયો હતો. તેમજ વેપાર કરતા લોકો સેફ્ટી હાથ મોજા, સેફટી ટોપી પહેરે છે કે નહીં તેની પણ તપાસ કરાઇ હતી.આ ચેકિંગમાં પાંચ જેટલા લારી ધારકોને નિયમોનું પાલન ન કરવા બદલ રૂપિયા 500નો દંડ ફટકારી કાર્યવાહી કરાઈ હતી.

In Vijapur, the red eye of the municipality was checked against the food lorries and fined

જ્યારે વિજાપુર ઓફિસર જયેશ પટેલના જણાવ્યા અનુસાર તમામ વેપારીઓ પોતાના વેપાર-ધંધા પર સ્વચ્છતા રાખવી, ધંધાની આજુબાજુની જગ્યા ચોખ્ખી રાખી, સ્વચ્છતા જાળવી નિયમોનું પાલન કરે નહીં તો હજુ પણ પાલિકા દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.બીજી બાજુ ખાણી-પીણીના વેપારીઓને પુછતા તેઓએ જણાવ્યું કે, વિજાપુરમાં કોઈપણ દુકાનમાં સેફ્ટી કેપ, હાથના મોજા મળતા નથી તેથી અમે આ નિયમ પાળી શકતા નથી.

Continue Reading

મહેસાણા

મહેસાણાના અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં ગેરકાયદેસર ઉઘરાણી મામલે પ્રાદેશિક કમિશ્નરે તપાસના આદેશ કર્યા

Published

on

Regional commissioner orders probe into illegal collection at Atal Sports Center in Mehsana

મહેસાણા પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ કરી બિલાડી બાગ સામે અટલ સ્પોર્ટ્સ સેન્ટરનો વહીવટ ખુબજ નોર્મલ ચાર્જમાં ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યા બાદ એજન્સીએ સ્વિમિંગ માટે આવતા સભ્ય પાસે ફી અને અન્ય સર્વિસ ચાર્જન ગેરકાયદે ઉઘરાણા કરતા વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ કરી હતી. જેના પગલે પ્રાદેશિક કમિશ્નર દ્વારા ચીફ ઓફિસરને તપાસના આદેશ કર્યા છે.

Regional commissioner orders probe into illegal collection at Atal Sports Center in Mehsana

પ્રાદેશિક કમિશ્નર કચેરીના અધિક કલેક્ટર એમ.એસ. ગઢવીએ ચીફ ઓફિસરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, ગત 17 મેંના રોજ કમલેશ સુતરિયાએ અટલ સપોર્ટ સેન્ટરમાં સ્વિમિંગ ફીમાં થતા સર્વિસ ચાર્જન નામે એજન્સી દ્વારા ગેરકાયદેસર ફી ઉઘરાવતા હોવાથી ફરિયાદ કરી હતી. જેની યોગ્ય તપાસ કરી અરજદારને જવાબ આપવા તાકીદ કરી છે.

Continue Reading
Uncategorized7 hours ago

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને આપી ખાસ ભેટ, જાણો તેના વિશે; વિદેશ સચિવે આ વાત કહી

Uncategorized7 hours ago

77 વર્ષથી કરી બોડી બિલ્ડીંગ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ, 90 વર્ષની ઉંમરે પણ અદભૂત ફિટનેસ

Uncategorized7 hours ago

જીમમાં જનારા ડોગ ફૂડ કેમ ખાય છે? તેની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર છે

Uncategorized7 hours ago

PM મોદી પર ટિપ્પણી: પવન ખેડા સામેના તમામ કેસ લખનૌ ટ્રાન્સફર, વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાયા

Uncategorized7 hours ago

કેરળને મળી તેની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, પદ્મા લક્ષ્મીએ એક ઉદાહરણ સેટ કર્યું

Uncategorized7 hours ago

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

Uncategorized8 hours ago

દર મહિને 3000 રૂપિયા, 2.5 લાખ નોકરીઓ અને 10 લાખ નોકરીઓ; રાહુલ ગાંધીએ કર્ણાટકના યુવાનોને વચન આપ્યું

Uncategorized8 hours ago

મેચ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક, ક્રિકેટ ગ્રાઉન્ડમાં 45 દિવસમાં 8મું મોત

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

ગુજરાત4 weeks ago

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

Uncategorized3 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Trending