Connect with us

રાજકોટ

રાજકોટ : જેતપુર વોર્ડનં 7ના રહીશોએ કાઢી રેલી

Avatar

Published

on

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના વોર્ડનં 7 ના રહીશોએ સાફસફાઈ ના મુદે આજે રેલી કાઢી નગરપાલિકા ખાતે ચીફ ઓફીસરને આપ્યુ આવેદન પત્ર પાઠવ્યું હતું.

મળતી માહિતી મુજબ જેતપુર વોર્ડનં 7 ના રહીશોએ કેટલાય સમયથી સફાઈ મુદ્દે રહીશો નારાજ છે. ત્યારે આજરોજ સાફસફાઈ ના મુદે રેલી કાઢી નગરપાલિકા ખાતે પહોચ્યા હતા અને ચીફ ઓફીસરને આપ્યુ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે  વોર્ડનં 7માં કાયમી સફાય થતી નથી તેમજ  પાણી ફોર્સ ઓછો આવે છે  જેને લઈને આજરોજ રેલી કાઢી હતી

 

 

 

રેલીમાં મોટી સંખ્યામાં મહીલાઓ તેમજ પુરૂષો જોડાયા હતા.. તેમજ વોર્ડનં 7ના ચુટાયેલા સદસ્યના ઘરે રેલી  પોહચી સદસ્યો પાસે આ અંગે જવાબ પણ માંગ્યો હતો… અને આગામી સમયમા આ પ્રશ્નો હલ કરવામા નહી આવે તો ઉગ્ર આદોલન કરવાનની ચીમકી આપી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટ

રાજકોટ : મોટી પાનેલીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસથી લોકોમાં ફફળાટ, વેક્સિનેશન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ મેદાને

Avatar

Published

on

પલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે.  જેને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.  હાલ ગામમાં પંદર જેટલાં એક્ટિવ કેસ હોવાનું માલુમ પડે છે.  તેવામાં 45થી મોટી ઉમરના લોકોને વેક્સીન આપવાની પ્રક્રિયા ચાલુ હોય છતાં લોકોમાં વેક્સીન લેવા પ્રત્યેની કોઈ જાગૃતતા નથી દેખાતી.  હજુ સુધી પાનેલીમાં વિસ ટકા લોકોએ જ વેક્સીન અપાવી છે.  જેને લઈને લોકોમાં જાગૃતિ માટે તથા મનમાં રહેલ શંકા કુશંકા કે ડર કાઢવા માટે ગામની વિવિધ સંસ્થાઓના હોદેદારો એ સઘન પ્રયાસ હાથ ધર્યા છે.  જેમાં મોટી પાનેલી ભારતીય જનતા પાર્ટીના અશોકભાઈ પાંચાણી મહેન્દ્રભાઈ ભાલોડીયા સંજય દેગામા વગેરે  દ્વારા પછાત વિસ્તારમાં લોકોને વેક્સીન માટે અપીલ કરી છે.

સાથે જ ગ્રામપંચાયતના સરપંચ તેમજ ઉપ સરપંચ બધાભાઇ ભારાઈ દ્વારા પણ સોસીયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે.  તેમજ મોટી પાનેલી વેપારી એસોસિઅન દ્વારા દરેક ધંધાર્થી મિત્રોને ડર રાખ્યા વિના વેક્સીન લેવા સમજાવામાં આવી રહ્યા છે.  સાથે જ ગામની ખાનગી શાળા સરસ્વતી ધામ શાળા દ્વારા તો વેક્સીન લેવા માટે લોકોમાં બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યા છે.  અત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી નિકુંજભાઈ હાર્દિકભાઈ રમેશભાઈ નયનભાઈ તેમજ સ્ટાફના બહેનો સાથે આશાવર્કર બહેનો પણ લોકોને વેક્સીન લેવા સમજાવના સઘન પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

Continue Reading

રાજકોટ

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી, એમ્યુલન્સની લાંબી કતાર જોવા મળી

Avatar

Published

on

તંત્ર ભલે દાવા કરતા હોય કે કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. બીજી તરફ કોર્પોરેશન પણ દાવા કરી રહ્યું છે કે તેમની આરોગ્ય વિભાગની ટીમ તમામ જગ્યાઓ પર કામ કરી રહી છે પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના એટલો બધો વધી રહ્યો છે કે જેનું જીવતું જાગતું ઉદાહરણ આ વીડિયો પૂરો પાડે છે. સરકાર અને તંત્ર ભલે દાવા કરતું હોય કે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અથવા તો કોરોનાને લઈને તાત્કાલિક સારવાર મળી રહે છે.

 

 

પરંતુ તાવ, શરદીસ, ઉધરસ તેમજ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલની અંદર આવેલી કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે પહોંચી રહ્યા છે. રાજકોટ શહેરમાં દરેક વિસ્તારમાં એમ્બ્યુલન્સના આંટાફેરા ખૂબ જ વધી ગયા છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં એમ્બ્યુલન્સના સાઇરનો સંભળાય રહ્યા છે જેના ઉપરથી બિલકુલ અનુમાન આવી શકે કે રાજકોટ શહેરમાં કોરોના તેમજ કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી છે અને લોકો એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.

Continue Reading

રાજકોટ

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી દ્વારા દાંડી યાત્રાનો સન્માન સમારંભ જેતપુરમાં યોજાયો

Avatar

Published

on

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રાજકોટ જિલ્લા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાંડી યાત્રાનો સન્માન સમારંભ જેતપુરમાં યોજાયો હતો. મળતી વિગત અનુસાર આઝાદીના 75માં વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવાતા ઇતિહાસિક  દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રાને તા. ૧૨/૩/૨૦૨૧ના રોજ સાબરમતી આશ્રમ ખાતેથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

 

તેમાં 81 યાત્રિકો તા.૬/૪/૨૦૨૧ના રોજ દાંડી મુકામ સુંધી ચાલીને પહોંચી યાત્રા પૂર્ણ કરી હતી. જે યાત્રામાં સહભાગી  થનાર પરીનભાઇ કયાડા સવારે જેતપુર આવતા દાંડી યાત્રી પરિનભાઇનો સન્માન સમારંભ બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલ પંપ ખાતે યુવા બોર્ડ ઝોનલ પ્રભારીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો છે. જેમાં લલિતભાઈ રાદડિયા, ભાજપ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, જશુમતી બેન કોરાટ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જિલ્લા વાલી કિશોરભાઈ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

Continue Reading
અમદાવાદ9 hours ago

ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

અમદાવાદ9 hours ago

અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર10 hours ago

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ, સત્તાનો સ્વાદ ચાખવા ઉમેદવારોએ જોવી પડશે રાહ

રાજકોટ10 hours ago

રાજકોટ : મોટી પાનેલીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસથી લોકોમાં ફફળાટ, વેક્સિનેશન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ મેદાને

રાજકોટ10 hours ago

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી, એમ્યુલન્સની લાંબી કતાર જોવા મળી

Uncategorized10 hours ago

જુનાગઢ : પોલીસ દ્વારા અલગ અલગ રસ્તા પર બેરીકેટ આડા રાખી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું

Uncategorized10 hours ago

મહેસાણા : મહેસાણામાં વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Uncategorized10 hours ago

જુનાગઢ : કેશોદ તાલુકાની ચર પે સેન્ટર શાળામાં વોલ પેઈન્ટીંગથી શાળા સુશોભિત બની

ગુજરાત4 weeks ago

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં હાથ ધરાશે ભરતી પ્રક્રિયા

અમદાવાદ4 weeks ago

અમદાવાદ : લોકડાઉનમાં સારી રીતે ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

અમદાવાદ3 days ago

અમદાવાદના Ultimus pedallers ગ્રુપ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

ગુજરાત3 weeks ago

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

વર્લ્ડ4 weeks ago

કોરોના કરતા વધુ ઘાતક હોઈ શકે છે “ડિસીઝ X “, અનેકના મોતની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

ગુજરાત3 weeks ago

ગુજરાત : માસ્કના દંડમાં જનતાને રાહત નહીં અને નેતાઓને રાહત અપાઈ…

અમદાવાદ4 weeks ago

પ્રચંડ ગરમીનો સામનો કરવા થઈ જાઓ તૈયાર… રાજ્યમાં 14 માર્ચથી પડશે કાળઝાળ ગરમી

અમદાવાદ3 weeks ago

લોકડાઉન અંગે મુખ્યમંત્રી રુપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.