Connect with us

ધર્મદર્શન

એસ. જયશંકરે બહેરીન સ્થિત શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી

Chintan Mistry

Published

on

બહેરીન, યુએઈ અને સિયાચેલ, આ ત્રણ રાષ્ટ્રોના પ્રવાસના પ્રથમ તબક્કે ભારતના વિદેશી બાબતોના મંત્રી ડૉ. એસ. જયશંકરે 25 નવેમ્બર, 2020ના રોજ બહેરીનની રાજધાની મનામામાં સ્થિત 200 વર્ષ જૂના શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી. આ મંદિરની મુલાકાત દરમિયાન ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ‘આ મંદિર બહેરીન સાથેના આપણા સુદ્રઢ અને નિકટના સંબંધોની સાક્ષી પૂરે છે.’

ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશમંત્રી (EAM) તરીકે ડૉ. એસ. જયશંકરના બહેરીનના આ પ્રથમ પ્રવાસના થોડા સમય પહેલાં જ, એટલે કે 11 નવેમ્બરના રોજ બહેરીનના વડાપ્રધાન, હીઝ હાઇનેસ પ્રિન્સ ખલિફા બિન સલમાન અલ ખલિફાનું દુઃખદ અવસાન થયું હતું.

પોતાના આ બહેરીન પ્રવાસ દરમિયાન, વિદેશમંત્રી બહેરીનના પોતાના સમકક્ષ તેમજ અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી.

ગીર સોમનાથ

શિવજીના ભક્તો માટે આનંદો : પીએમ મોદીનો મહત્વનો નિર્ણય

Chintan Mistry

Published

on

સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે. આ કામ માટે પુરાતત્વ વિભાગ અથવા તો કોઈ યુનિવર્સિટીની મદદ લેવામાં આવશે.

ટ્રસ્ટની મળેલી બેઠકમાં સોમનાથમાં પુરાતત્વ વિભાગ દ્વારા શોધખોળ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ સ્કંદપુરાણમાં જેટલો ઉલ્લેખ છે એ તમામ સ્થળે શોધખોળ હાથ ધરવાની સહમતી દર્શાવી હતી. અને આ કામગિરી માટે કોઇ યુનિવર્સિટી અથવા સોમનાથ ટ્રસ્ટ પોતે પણ કોઇને આ કામગિરી સોંપી શકે એમ છે.

પુરાતત્વ વિભાગના નિવૃત્ત અધિકારી રાવતનાં માર્ગદર્શન હેઠળ આ કામગિરી હાથ ધરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો છે. તાજેતરમાં જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે ટ્રસ્ટીઓ વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક મળી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વાનુમતે ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. મોદીને એક વર્ષનાં કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી દેશના બીજા વડાપ્રધાન છે જેમણે સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેનની જવાબદારી સંભાળી હોય. તેમની અગાઉ મોરારજી દેસાઇ પણ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન રહી ચૂક્યા હતા.

Continue Reading

ધર્મદર્શન

રામ મંદિર માટે મુસ્લિમ યુવતીએ આપ્યું દાન….રામ નામનું બનાવડાવ્યું ટેટૂ….

Chintan Mistry

Published

on

રામ મંદિરને લઈને દેશમાં કેટલી બધી ઉત્સુકતા છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે કાશીમાં રામ મંદિર નિર્માણ માટે 3 કરોડ રૂપિયા દાન જમા થઈ ગયું છે. આ અભિયાનમાં અયોધ્યાના મુસ્લિમ પણ ભાગ લઈ રહ્યા છે.

પવિત્ર નગરીની ધર્મનિરપેક્ષતા અને સમન્વયતા વધારવા માટે ઇકરા અનવર ખાને રામ મંદિરના નિર્માણ માટે 11 હજાર રૂપિયાનું દાન આપ્યું છે. જોકે સૌથી વિશેષ વાત એ છે કે ઇકરા અનવર ખાન નામની આ મુસ્લિમ યુવતીએ હાથમાં શ્રીરામના નામનું સ્થાયી ટેટૂ બનાવી લીધું છે.

તમને જણાવી દઈએ કે ઇકરા અનવર ખાન લો ની વિદ્યાર્થિની છે. તેણે રામ મંદિરના ભૂમિપૂજનના સમયે શ્રીરામનું સ્થાયી ટેટૂ પણ પોતા હાથ પર બનાવ્યું છે. હવે તેણે મંદિર નિર્માણ માટે 11 હજાર રૂપિયા દાન આપ્યા છે. ઇકરા અનવરનું કહેવું છે કે રામ અમારા પૂર્વજ છે અને આપણે મળીને મંદિરનું નિર્માણ કરવું જોઈએ.

રાજકારણીઓ જ ધર્મને વહેંચવાનું કામ કરે છે, આપણે તેનાથી ભાગલા પાડવા ના જોઈએ. તેણે જણાવ્યું કે, આપણે દરેક ધર્મને સન્માન આપવું જોઈએ અને આ જ સન્માન અને ભક્તિના કારણે મેં શ્રીરામ મંદિરના નિર્માણમાં 11 હજાર રૂપિયા યોગદાન આપ્યું છે. રામ મંદિર ભવ્ય રૂપમાં બનશે અને હું શ્રીરામના દર્શન કરવા માટે ત્યાં જઇશ.

Continue Reading

જાણવા જેવું

ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છાઓ, આ વસ્તુઓનું કરો દાન મળશે સો ગણુ પુણ્ય

Chintan Mistry

Published

on

યાઓ ખુશીના સમાચાર આવ્યા છે. ઉત્તરાયણમાં ભલે કોરોના મહામારીએ ગ્રહણ લગાવ્યું હોય પરંતુ ઉત્તરાયણના દિવસ પર લોકો દાન કરવાનું ક્યારેય નથી ચૂકતા. તહેવારોની ભૂમિ ભારતમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે.

સદીઓથી હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતા આ તહેવારને દાનનું પ્રતીક અને શુભની શરૂઆત માનવામાં આવે છે. સામાન્ય ભાષામાં એવું કહેવામાં આવે છે કે દાન આપવાથી, લોક અને પરલોક બંને સુધરી જાય છે. તો, ધાર્મિક માન્યતાઓમાં કહેવામાં આવ્યુ છે કે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલા દાનથી માણસને સો ગણું વધુ પુણ્ય મળે છે. આ કિસ્સામાં, આ દિવસ વિશેષ છે.  હિન્દુ પંચાગ અને જ્યોતિષીઓ અનુસાર, મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

આ દિવસે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે સૂર્ય ઉત્તરાયણ થવાનું શરૂ થઈ જાય છે અને દેવતાઓની રાત સુવ્યવસ્થિત થાય છે અને શુભ દિવસો શરૂ થાય છે. આ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવતી ધર્મનિષ્ઠા, જાપ અને દાન શ્રેષ્ઠ છે. આ દિવસે તલ, ગોળ, મગફળી, ચણા, દાળ અને ચોખાનું વિશેષ મહત્વ છે. આ દિવસે તલ અને મગફળીની બનેલી ગજક, તિલકુટ્ટી, તલપટ્ટી, ચોખા, દાળ, ખીચડી, ગોળ, ધાબળા-રજાઇ, ગરમ વસ્ત્રો, ફળ દાન કરવાથી ઇચ્છિત ફળ મળે છે.

Continue Reading
બજેટ 202132 mins ago

બજેટ 2021 : 20થી વધુ પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યૂટીમાં મૂકાશે કાપ

નેશનલ1 hour ago

કોરોનાને લઈ નવી ગાઈડલાઈન જાહેર : હવેથી સિનેમાઘરોમાં 50 ટકાથી વધુ પ્રશંસકો બેસી શકશે

ગુજરાત2 hours ago

ક્યાં છે ગુજરાતમાં દારુબંધી? હોમગાર્ડના જવાનો જ દારુની મસ્તીમાં ટૂન થઈ કરી રહ્યા છે પાર્ટી

એન્ટરટેનમેન્ટ3 hours ago

વિવાદાસ્પદ વેબ સિરીઝ તાંડવના મેકર્સ-કલાકારોને સુપ્રીમ તરફથી મોટો ઝટકો

ગુજરાત7 hours ago

ગુજરાતમાં હજી ઠંડી મચાવશે કહેર

અમદાવાદ9 hours ago

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

નેશનલ10 hours ago

દિલ્હીમાં હિંસક પ્રદર્શનને જોતા પેરા મિલ્ટ્રી ફોર્સની વધુ 15 ટુકડીઓ તૈનાત કરાઈ

જાણવા જેવું1 day ago

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ!

ગેજેટ3 weeks ago

વ્હોટ્સએપ 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કરે છે કલેક્ટ

ગેજેટ3 weeks ago

Accept કરો નહી તો Whatsapp એકાઉન્ટ ડીલીટ થઈ જશે

વર્લ્ડ3 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો વધતા આ દેશમાં લગાવાયું લોકડાઉન….

એન્ટરટેનમેન્ટ3 weeks ago

મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગોરખધંધો કરતા પકડાઈ સાઉથની આ હોટ એક્ટ્રેસ

નેશનલ4 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનને લઈ હડકમ્પ, ભારતે યુકેથી આવતી ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

એન્ટરટેનમેન્ટ4 weeks ago

સુપરસ્ટાર રજનીકાંતે પોતાની બિમારીને ભગવાનની ચેતવણી ગણાવી….અને કહ્યું….

જાણવા જેવું2 weeks ago

લો બોલો…. મંદિરની બહાર ભક્તોને આશીર્વાદ આપે છે કુતરું

અમદાવાદ5 days ago

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.