સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા વ્હોરવાડ જુના બજાર મા આવેલ મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ની દુકાન મા આગલાગતા નાસભાગ મચી જવા પામી હતી તો આગમા દુકાન મા રહેલ બધો સરસામાન બળીને સ્વાહા થઈ ગયો હતો.પ્રાંતિજના વ્હોરવાડ ખાતે આવેલ જુના બજાર મા આવેલ સરફરાજ ઓડિયો નામ ની મોબાઇલ અને ઈલેક્ટ્રોનિક ની દુકાન મા શોટસકીટ ને લઈ ને આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી તો આગલાગતા પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરતા પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી
તો આગે જોતજોતામા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દુકાન મા રહેલ ઈલેક્ટ્રોનિક નો સરસામાન સહિત મોબાઇલ એસેસરીઝ સહિત કોમ્પ્યુટર સહિત નો સરસામાન આગમા ભથ્થુ થઈ ગયો હતો તો પ્રાંતિજ હિંમતનગર દોડીઆવેલ ફાયર ટીમ દ્રારા દુકાન મા લાગેલ આગ હોલવી હતી તો દુકાન માલિક ને અંદાજે પાંચ લાખ થી વધારે નુકસાન થયુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે
સાબરકાંઠા : પ્રાંતિજ જુના બજારમા આવેલી એક દુકાનમા આગ લાગી
Leave a comment
Leave a comment