ગુજરાત
સૌરાષ્ટ : દેશભક્તિનું અનોખું ઉદાહણ

Published
4 years agoon
By
adminજેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખર કે જે તવક્ક્લ ક્રેઇન સર્વિસ નો ધંધો કરે છે, આ મુસ્લીમ બુજુર્ગ દ્વારા 15 ઓગેસ્ટ નિમીતે દેશભક્તિની એક અનોખી મિશાલ રજૂ કરી છે. અને બુઝર્ગ દ્વારા પોતાના ઘર ઉપર ખુબજ મોટો રાષ્ટ્ર ધ્વજ લહેરાવા સાથે 175 ફૂટ ઊંચી ક્રેન માં ખાસ રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો, આટલો ઊંચો ત્રિરંગો લહેરાવી ને તેવો એ પોતાની રાષ્ટ્ર ભાવના દર્શાવી હતી અને દર વર્ષે તેવો આ રીતે ત્રિરંગો ફરકાવે છે, આ નિમીતે શાળાના બાળકો તેમજ સામાજીક રાજકીય આગેવાનોની ઉપસ્થીતીમાં પોતાની ૧૭૫ ફૂટ ઉંચી ક્રેઇન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાયું હતું, લોકો એ પણ આટલો ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકતો જોઈ ને આ બુઝર્ગ ને સલામ કરી હતી
You may like
એન્ટરટેનમેન્ટ
આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Published
7 hours agoon
06/06/2023By
admin
પ્રભાસની આદિપુરુષ 6 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. નિર્માતાઓએ હવે જાહેરાત કરી છે કે તેઓ લોકોની આસ્થાને માન આપવા માટે દરેક થિયેટરમાં એક સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.
પ્રભાસની આગામી ફિલ્મ, આદિપુરુષ, 2023 ની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. ફિલ્મ રિલીઝ થવામાં ભાગ્યે જ બે અઠવાડિયા બાકી હોવાથી, નિર્માતાઓએ પ્રમોશનના અંતિમ તબક્કાની શરૂઆત કરી છે. તાજેતરમાં, આદિપુરુષ ટીમે રિલીઝને લઈને એક જાહેરાત કરી હતી. નિવેદન અનુસાર, આદિપુરુષ સ્ક્રિનિંગ દરમિયાન દરેક થિયેટરમાં એક સીટ વેચાતી નથી. આ ન વેચાયેલ આસન લોકોની આસ્થાની ઉજવણી માટે ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવશે. આદિપુરુષ ટીમ ભગવાન હનુમાનને દરેક થિયેટરમાં 1 બેઠક સમર્પિત કરે છે
ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત આદિપુરુષ, 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં સ્ક્રીન પર જોવા મળશે.
ફિલ્મની રિલીઝ પહેલા, નિર્માતાઓએ જાહેરાત કરી છે કે દરેક થિયેટરમાં એક સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવશે. દરેક સ્ક્રિનિંગમાં, સીટ વેચાયા વિનાની રહેશે.
તેમના નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, “જ્યાં પણ રામાયણનું પઠન કરવામાં આવે છે ત્યાં ભગવાન હનુમાન દેખાય છે. તે અમારી માન્યતા છે. આ માન્યતાને માન આપીને, પ્રભાસની રામ-સ્ટારર આદિપુરુષ સ્ક્રીનીંગ કરનાર દરેક થિયેટર તેને વેચ્યા વિના ભગવાન હનુમાન માટે એક સીટ અનામત રાખશે. તેમને આદર આપવાનો ઇતિહાસ સાંભળો. રામના સૌથી મહાન ભક્ત. અમે આ મહાન કાર્યની શરૂઆત અજ્ઞાત રીતે કરી છે. આપણે બધાએ ભગવાન હનુમાનની હાજરીમાં આદિપુરુષને ખૂબ જ ભવ્યતા અને ભવ્યતા સાથે જોવું જોઈએ.”
અહીં નિવેદન છે:
Team #Adipurush to dedicate one seat in every theater for Lord Hanuman 🚩🙏🏻
Jai Shri Ram 🙏 #Adipurush in cinemas worldwide on 16th June! ✨ #AdipurushTrailer2 #AdipurushOnJune16th#AdipurushActionTrailer#AdipurushIn3D #Prabhas #SaifAliKhan #KritiSanon #SunnySingh #OmRaut pic.twitter.com/UcP7Aafks8
— Movies wallah (@Movies_Wallah) June 6, 2023
આદિપુરુષ વિશે બધું
આદિપુરુષ એ ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત પૌરાણિક ફિલ્મ છે. આ ફિલ્મ ઓમ રાઉતે લખી છે અને નિર્દેશિત કરી છે. જ્યારે પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સની સિંહ અને દેવદત્ત નાગે સહાયક ભૂમિકામાં જોવા મળશે.
રૂ. 500 કરોડના વિશાળ બજેટમાં બનેલી, આ ફિલ્મ તેની શરૂઆતથી જ અનેક અવરોધોમાંથી પસાર થઈ હતી. સૈફ અલી ખાનની ‘રાવણ એ માનવીય છે’ ટિપ્પણીથી લઈને નબળા VFX માટે પ્રતિક્રિયા આપવા સુધી, આદિપુરુષે આ બધું જોયું છે. આ ફિલ્મ હવે વિશ્વભરની બહુવિધ ભાષાઓમાં ભવ્ય રિલીઝ માટે તૈયાર છે.
ગુજરાત
દોઢ મહિના પહેલા ગુમ થયેલ બિઝનેસમેનની 40 દિવસ પછી નાળાની પાઈપમાંથી મળી આવી લાશ
Published
3 days agoon
03/06/2023By
Jignesh Bhai
અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં સુરેશ મહાજન ગુમ થવા અંગેની જાણ કરવામાં આવે છે. નરોડા પોલીસે સુરેશની શોધખોળ માટે તપાસ હાથ ધરતાં સુરેશ મહાજન સાથે અન્ય ત્રણ ઈસમ પણ હોવાની શંકા ગઈ. સુરેશ સાથે કામ કરતા ત્રણ શખસ પણ એપ્રિલ મહિનાથી ગુમ હતા, જેમના ફોન અવારનવાર ચાલુ બંધ થતા હતા.
‘પ્રી-પ્લાન મુજબ, આ ક્રેટા અરવિંદ ચલાવી રહ્યો હતો અને તેની બાજુની સીટમાં રણજિત કુશવાહ બેઠો હતો.’નરોડાથી નીકળેલી કાર પ્રતિ કિલો મીટર 50થી 60ની સ્પીડે રાજસ્થાન તરફ આગળ વધી રહી હતી. કારમાં બેઠેલા બીજા લોકો કરતાં સુરેશભાઈને પ્લાનિંગ મુજબ વધારે દારૂ પિવડાવવામાં આવ્યો હતો.
જ્યારે કાર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ઊભી રહી હતી અને કારમાં સવાર રણજિત કુશવાહ, અનુજ, સૂરજ અને અરવિંદ એમ ચારેય લોકો ફ્રેશ થવા માટે કાર બહાર નીકળ્યા. જોકે એ સમયે સુરેશ મહાજન કારમાં પાછળની સીટ પર બેઠા રહ્યા, ત્યારે ડ્રાઇવરની બાજુમાં બેઠેલા રણજિત કુશવાહે કારની સીટ પાછળ ખસેડી હતી, જેથી સુરેશભાઈના હાથ અને પગ હલી શકે એમ ન હતા. એ સમયે કારની પાછળની સીટ પર બેઠેલા અનુજ અને સૂરજે પોતાની પાસે સંતાડેલી હથોડી બહાર કાઢીને સુરેશભાઈના માથામાં ફટકા મારવાનું શરૂ કરી દીધું, જેથી સુરેશભાઈ ત્યાં જ બેભાન થઈ ગયા.એવું ચારેય શખસને લાગ્યું હતું. ત્યાર બાદ આગળની સીટમાં બેઠેલા રણજિતે સુરેશનું 15થી 20 મિનિટ સુધી ગળું દબાવી રાખ્યું અને ત્યાર બાદ તેમને અંદાજ આવ્યો કે હવે સુરેશભાઈનું મોત થઈ ગયું હતું.
‘આ સમયે કાર અરવિંદ ચલાવી રહ્યો હતો અને કાર ઉદયપુર તરફ આગળ વધી અને લાશનો નિકાલ કરવા માટે ચારેય શખસ અનેક આઇડિયા અંગે વિચાર કરતા હતા. જ્યાંથી થોડે જ દૂર કાર સાઈડમાં ઊભી રાખીને સુરેશની લાશને ઢસડીને રસ્તા નીચેથી પસાર થતા બોગદાની અંદર પાઇપમાં લાશને નાખી સંતાડી દીધી. સુરેશ મહાજનની લાશ નાળા નંબર 341 / 1 નીચે નાખી દીધી હતી.
‘ત્યાર પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ થાય છે કે આ બધામાંથી એક આરોપી બિહારના નક્સલી વિસ્તારમાં છુપાયેલો છે, પણ તેનું ચોક્કસ લોકેશન પોલીસને મળતું ન હતું. પોલીસ ધીમે ધીમે તેના સુધી પહોંચવા માગતી હતી અને અમદાવાદથી ક્રાઈમ બ્રાન્ચના PSI વિજયસિંહ, કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નાગરાજ ભાઈ અને PSI પી.એચ. જાડેજા બિહાર જવા માટે નીકળ્યા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બિહાર પહોંચ્યા બાદ આરોપી ક્યાં સંતાયો છે? એ સૌથી મોટો સવાલ હતો.
આ દરમિયાન એક ઘરની અંદર અરવિંદ છુપાયેલો હતો. જેથી પોલીસે દરવાજો ખખડાવ્યો તો સામે અરવિંદ ઊભો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અરવિંદને ખેંચીને ગાડીમાં બેસાડી દીધો અને ગાડી સીધી જ અમદાવાદ આવવા નીકળી ગઈ.’
‘ક્રાઇમ બ્રાન્ચે અરવિંદની પૂછપરછ હાથ ધરતાં અરવિંદ પોપટની જેમ બોલવા લાગ્યો કે તેના શેઠ રણજિત કુશવાહે તેને હત્યા કરતી વખતે સાથે રાખ્યો હતો અને બધાને બિહારમાં ઉતારીને તે જતો રહ્યો હતો
રાજસ્થાનમાં એક જગ્યા પર આવીને અરવિંદ કહેતો હતો કે ‘આટલામાં લાશ પડી છે.’ આમ છતાં નક્કર કડી મળતી ન હતી. રાતના સમયે પોલીસ એક જગ્યાએ પહોંચી ત્યાં નાળા નંબર 341/1 હતો જ્યાં થોડી દુર્ગંધ આવી રહી હતી. પોલીસે ત્યાં જઈને ટોર્ચ મારી તો સુરેશની સડી ગયેલી લાશ મળી આવી . 21 એપ્રિલે ગુમ થયેલા સુરેશ મહાજનની લાશ 31 મેના રોજ એટલે કે 40 દિવસ બાદ મળી આવી.’
ગુજરાત
રાજકોટ પોલીસે નકલી પોલીસની કરી ધરપકડ, આરોપી પોતે સાયબર ક્રાઈમ ઓફિસર હોવાનું કહી પૈસા વસૂલતો હતો
Published
3 days agoon
03/06/2023By
Jignesh Bhai
ખાકી પહેરીને પોલીસમાં ફરજ બજાવવાનું દરેક યુવાનનું સપનું હોય છે. કેટલાક લોકો પોલીસ વિભાગની પરીક્ષા પાસ કરીને પોલીસમાં ફરજ બજાવે છે, જ્યારે જેઓ પરીક્ષા પાસ કરી શકતા નથી તેઓ નકલી પોલીસ બનીને મુશ્કેલીમાં મુકાયેલા લોકો પાસેથી પૈસા પડાવી લે છે. આવી કેટલીક નકલી પોલીસને કારણે અસલી પોલીસની છબી ખરડાય છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જેમાં 19 વર્ષનો યુવક નકલી પોલીસ બનીને એરગન સાથે શહેરમાં ફરતો હતો. રાજકોટ સાયબર ક્રાઈમ સેલે માહિતીના આધારે નકલી પોલીસ બનીને નાસતા ફરતા એક યુવકને પકડીને તેના સ્થાને લાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, 19 વર્ષીય સાહિલ મુલ્યાણી સાયબર ક્રાઈમના અંડરકવર ઓફિસર તરીકેની ઓળખ આપીને રાજકોટના વિવિધ વિસ્તારોમાં લોકોને ઉશ્કેરતો હતો. આ સાથે પોલીસનો ડર બતાવીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. કોલેજો અને યુનિવર્સિટીઓમાં જ્યાં પણ સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ પ્રોગ્રામ હોય ત્યાં તે ઓફિસર તરીકે પહોંચી જતો અને સાયબર ઓફિસર હોવાનું કહીને મુખ્ય અતિથિ તરીકે સેમિનારમાં ભાગ લેતો. રાજકોટ સાયબર સેલને બાતમી મળી હતી કે આ નકલી સાયબર ઓફિસર ખોટી ઓળખ આપીને શહેરના વિવિધ વિસ્તારોમાં નાસતો ફરતો હતો. બાતમીના આધારે પોલીસે શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્વાર્ટસમાં આરોપીના ઘરે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.
જ્યાં તેની પાસેથી સાયબર સેલના અધિકારીનું નકલી આઈડી કાર્ડ અને એરગન મળી આવી હતી. આરોપી સાહિલ મુલાયાની કમર પાસે એરગન રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવતો હતો. સાયબર ક્રાઈમની ઓફિસમાં ઓફિસરની ચેમ્બરની બહાર સાયબર ક્રાઈમનું બોર્ડ લટકાવતું હતું, જાણે તેમના ઘરે સાયબર ક્રાઈમ લખેલું બોર્ડ હોય. રાજકોટ સાયબર ક્રાઈમે હવે તેની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરતાં તે છેલ્લા ત્રણ માસથી નકલી અધિકારીની ઓળખ આપી શહેરના જુદા જુદા વિસ્તારોમાં સેટલમેન્ટનું કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. હાલ રાજકોટ સાયબર ક્રાઈમના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

વાહન માટે આ રીતે ખાસ છે CC, ટોર્ક અને BHP, જાણો કેવી રીતે કરે છે કામ

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

ભારતનો નાયગ્રા ધોધ છે આ સ્થળ , સાહસનો મળશે પૂરો ડોઝ

સુરતમાં ગણેશોત્સવમાં પીવાયો દારુ

ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની ઘટના

સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગોટાળો

પેરીસમાં મોદીનું ભારતીય સમુદાયનું સંબોધન

ગુજરાતની 2000 રાજપુતાણીઓએ એક સાથે તલવાર રાસ રમ્યો

કેન્દ્રિય ખેલમંત્રી કિરણ રિજિજુએ વિચિત્ર વીડિયો કર્યો શૅર

વરસાદી માહોલમાં ડાંગનું સૌંદર્ય ખીલ્યું

ફૂડની આડમાં દારૂ-બીયરની પણ ડિલીવરી
Trending
-
Uncategorized4 weeks ago
સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર
-
Uncategorized4 weeks ago
યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર
-
Uncategorized4 weeks ago
શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા
-
Uncategorized4 weeks ago
સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા
-
Uncategorized4 weeks ago
ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ
-
એન્ટરટેનમેન્ટ4 days ago
સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?
-
લાઈફ સ્ટાઇલ5 days ago
રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો
-
Uncategorized3 days ago
ભારતનો નાયગ્રા ધોધ છે આ સ્થળ , સાહસનો મળશે પૂરો ડોઝ