સુરતના પુણા-સારોલી રોડ પર આવેલ શ્યામ સંગીની માર્કેટ-2ની પાછળથી DCB એ કોટન ટુવાલોથી ભરેલા 551 બોક્ષ વચ્ચે છુપાઈને લવાતો વિદેશી દારૂની 2100 બોટલ સાથે પોલીસે બેને રંગે હાથે ઝડપી પાડ્યાં હતાં. સાથે જ પોલીસે દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી પકડી પાડી હતી. એટલું જ નહીં પણ પોલીસે 2.82 લાખના દારૂના જથ્થા સાથે રૂપિયા 53.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. એલ.ડી.વાગડીયાએ જણાવ્યું હતું કે, પોલીસ ને બાતમી મળતા જ તાત્કાલિક દોડી ગયા હતા.
રોડ બાજુ એ પાર્ક ટ્રક નંબર HR-61-D-1928 ની તપાસ કરતા એમાંથી કોટન ટુવાલ ભરેલા પુઠ્ઠાના 551 બોક્ષ વચ્ચે વિદેશી દારૂની 2100 બોટલ મળી આવી હતી. રૂપિયા 2.82 લાખનો દારૂ, અશોકા લેયલેન્ડ કંપનીની ટ્રક નંબર HR-61-D-1928 કિં.રૂ. 19 લાખ, મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂપિયા 10500, પુઠ્ઠાના કોટન ટાવેલ ના બોક્ષ નંગ- 551 કીમત રૂપિયા 31,55,619 મળી કુલ્લે કિંમત રૂપિયા 53,48,119 નો મુદ્દામાલ જપ્ત કરો આગળની તપાસ હાથ ધરી છે. ટ્રાન્સપોર્ટના કોટન ટુવાલના માલની આડમા મુકી છુપાવી દારૂ ની હેરાફેરી કરતા ડ્રાઇવર-ક્લીનર ની ધરપકડ કરી છે. અને એક ને વોન્ટેડ જાહેર કર્યો.
સુરત-પોલીસે ૨.૮૨ લાખનો દારૂ પકડ્યો
Leave a comment
Leave a comment