સુરતના ઝાંપા બજાર તૈય્યબી મોહલ્લામાં પાલિકા કચેરીએ અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળી છે ત્યારેમ.ન.પા ની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.સુરત સ્માર્ટ સિટીની ગુલબાગો પોકારતાઓની વાતો શહેરના ઝાંપા બજારની ગલીઓમાં પોક્કળ સાબીત થતી જોવા મળી છે. એક તરફ શહેર વિકાસની હરણફાળ કૂચ લગાવી રહ્યું છે.
ત્યાંના લોકોને આજે પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં સુરત શહેર સમગ્ર દેશમાં ટોપ આવતો છે. પણ અહી શહેરના ઝાંપા બજારમાં ગંદકીના ઢેર પડયા છે. આને જોઈને કોણ કહેશે કે સ્વચ્છતામાં સુરતનો ક્રમ આવ્યો છે, શહેરનાં અનેક વિસ્તારો ગંદકી અને ઉકરડાથી વિસ્તારની શોભા વધારી રહ્યા છે, કોર્પોરેશન ક્યારે છોડશે વ્હાલા દવલાની નીતિ?
સુરત : ઝાંપા બજાર તૈય્યબી મોહલ્લામાં અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાઓ ઠેરની ઠેર
Leave a comment
Leave a comment