સુરત જો માગણી નહિ સ્વીકારાય તો 8 મી થી ચક્કાજામ ની ચીમકી આપી સુરત ST ના કર્મચારીઓએઆજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર માંગણીઓને લઈ એસટીના 300 કામદારોએ વિરોધમાં જોડાયા હતા. વરાછા લંબે હનુમાન રોડ ખાતે એસટી નિગમ ના કંપાઉન્ડમાં વિરોધ પ્રદર્શન કરી ST ના કર્મચારીઓએ નવી સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કર્યો છે. વર્ષો જૂની પડતર માંગણીઓને લઈ બે દિવસ અગાઉ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો.
સાતમા પગારપંચ સહિત 20 પડતર માંગણીઓનો સરકાર સ્વીકાર નહિ કરે તો ચક્કાજામ જેવા કાર્યક્રમો આપી પ્રદર્શન કરીશું એમ જણાવ્યું હતું.કર્મચારીઓએ વર્ષોથી થઈ રહેલા અન્યાયને લઈને આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની પણ તત્પરતા દર્શાવી છે. સેટલમેન્ટ કરાર મુજબ 7માં પગારપંચની અમલવારીથી ચુકવવાપાત્ર હતો. ઓવર ટાઈમ પાલી અસર સાથે તાત્કાલીક ચુકવી આપવા સહિતની કર્મચારીઓ દ્વારા રાજ્યભરમાં 20 માગણીઓ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ માગણીઓ ન સંતોષાતા કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે.
સુરત: પડતર માગોને લઈ ST નિમગના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
Leave a comment
Leave a comment